________________
સંપાદકીય
આ પ્રાકૃતપદ્યમય ચતુ શરણપ્રતિપત્તિ, ગુણાનુમોદના, દુષ્કૃતગર્તા અને ભાવનારૂપ ચાર પ્રકરણમાં વિભાજિત “વિવેકમંજરી' નામનો ગ્રંથ કવિસભાશૃંગાર “આસડ' નામના કવિની અતિશ્રેષ્ઠ કૃતિ છે. આસડકવિનો પરિચય:
આ નામના શ્રાવક મહાકવિ થયા, તેઓ ભિલમાલ (શ્રીમાલ) વંશના કટુકરાજના આનલદેવીથી થયેલ પુત્ર હતા. કટુકરાજને જૈનદર્શનમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. ગુર્જરધરામાં મંડલી (માંડલ) નગરમાં મહાવીરચૈત્યની પ્રતિષ્ઠા કરનારા અને પૂ.આ.શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજના સ્વહસ્તથી સૂરિપદ પ્રાપ્ત કરનારા એવા પૂ.આ.શ્રી ભદ્રેશ્વરસૂરિ મહારાજ થયા કે જેમના પટ્ટધર “કલિકાલગૌતમ' પૂ.આ.શ્રી અભયદેવસૂરિ મહારાજના ઉપદેશથી “આસડે જૈનસિદ્ધાન્તનો સાર લઈ લીધો હતો, આસડને “કવિસભાશૃંગાર' નામનું બિરુદ મળ્યું હતું. તેમણે કાલિદાસના મેઘદૂત પર ટીકા, અનેક જિનસ્તોત્ર સ્તુતિઓ અને ઉપદેશકંદલી નામના પ્રકરણની રચના કરી. વળી, પોતાના બાલસરસ્વતી' નામથી પ્રખ્યાતિ પામેલા “રાજડ” નામના પુત્રના તરુણ વયમાં જ થયેલા મૃત્યુથી પોતાને થયેલ શોકમાંથી પૂઆ.શ્રી અભયદેવસૂરિ મહારાજે બોધ આપી, જાગૃત કરેલ હતો અને તેમનાં વાક્યોથી “વિવેકમંજરી' નામનું પ્રકરણ પોતે સૂત્રિત કર્યું.
૧. સંપાદકીય આ લખાણમાં ગ્રંથ, ગ્રંથકાર અને વૃત્તિકાર અંગેની માહિતી “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' નવી આવૃત્તિમાંથી તથા જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસમાંથી સાભાર લીધેલ છે. २. आसडः कालिदासस्य यशोदीपमदीपयत् । मेघदूतमहाकाव्यटीकास्नेहनिषेचनात् ॥५॥
श्रुत्वा नवरसोद्गारकिरोऽस्य कवितागिरः । राजसभ्याः कविसभाशृङ्गार इति यं जगुः ॥६॥ जिनस्तोत्रस्तुती: पद्यगद्यबन्धैरनेकशः । चक्रे य: क्रूरकर्माहिजाङ्गुलीमन्त्रसंनिभाः ॥७॥ येनोपदेशकन्दल्याह्वानप्रकरणच्छलात् । कृतं मोक्षाध्वनीनेभ्यः पाथेयातिथ्यमक्षयम् ॥८॥
- વિવેકમંજરીવૃત્તિ પ્રશસ્તિ પી.૩, ૧૦૦