________________
૮૪૨
પાંચ પ્રકારના ગ્રાસેષણાદોષો ઉચ્ચારવા દ્વારા ચારિત્રને અંગારરૂપે કરવાપણું, એટલે કે સર્વથા બાળી નાંખવા દ્વારા ચારિત્રને મોક્ષરૂપી કાર્ય માટે અસાર બનાવવું.
જેમ અંગારા દ્વારા લાકડા વગેરેનું કાર્ય સધાય નહિ અર્થાત્ જેમ રમવા માટે ગિલી-દાંડા કે મકાન કે લખવાના સાધન, બાજોઠ વગેરે બનાવવા લાકડા ઉપયોગમાં લેવાય પણ અંગારા નહિ. એટલે કે અંગારાથી કાંઈ એ બધી વસ્તુઓ બની શકતી નથી. તે જ રીતે ધૂમાડારૂપ કે અંગારારૂપ ચારિત્ર દ્વારા દુઃખ-પાપમુક્તિસ્વરૂપ મોક્ષ જલ્દી મેળવી શકાતો નથી.
આમ ચારિત્રઈબ્ધન સાથે દ્રવ્યઈન્ધનની ઉપમા કરાઈ છે.
નમ્' = “” = પ્રાસુક અને એષણીય એવું પણ જે અશનાદિ, મૂળગાથામાં ‘નમ્' પછી ‘ફૂદ શબ્દ છે. એ હાલ સ્થાપી રાખવો. અર્થાત્ હાલમાં એનો ઉપયોગ નથી. આગળ
જ્યાં એનો ઉપયોગ જણાશે ત્યાં અન્વય કરીશું. “તો' = “ર:' = “આ મિષ્ટ છે.” એમ તેની પ્રશંસા દ્વારા રાગવાળો થઈને, “ટુ' = “દિ:' = “આ લૂખો છે' એમ તેના દોષગ્રહણથી દ્રષવાળો થઈને, "મુંબરૂ' = “મુ ' = વાપરે છે ત” = “તત્ તે અશનાદિ, યથાક્રમે આ પ્રમાણે થાય છે.
રાગનો પરિણામ અંગાર છે અને દ્વેષનો પરિણામ ધૂમાડો છે
હવે જે “ પૂર્વે સ્થાપેલો તેનો અન્વય અહીં કરવો. “રૂ = આ કહેવાઈ ગયેલા ગ્રામૈષણાદોષોની મધ્યમાં અથવા તીર્થંકર પ્રણીત આ જિનશાસનરૂપી પ્રવચનમાં તે અશનાદિ યથાક્રમે શું કહેવાય ? તે કહે છે, “અંગારંવ ધૂમ ૩' અંગાર અને ધૂમાડો કહેવાય છે. તેમાં અંગાર એટલે કે પૂર્વે કહેવાયેલ શબ્દાર્થવાળો અર્થાત્ ચારિત્રરૂપી ઈશ્વનને બાળી નાંખવા સમર્થ એવો રાગનો પરિણામ અને ધૂમ એટલે પણ પૂર્વે કહેવાયેલ શબ્દાર્થવાળો એટલે કે ચારિત્રરૂપી ઈન્ધનને ધૂમાડાવાળું = મલિન = શ્યામ કરનાર દ્વેષનો પરિણામ. તે પરિણામના યોગે અશનાદિ પણ અંગાર કે ધૂમ દોષવાળા થાય છે.
સાર આ થયો કે એષણીય પણ આહારાદિને જો રાગવાળો થઈને વાપરે તો તે આહારને અંગારદોષવાળો કરે છે અને જો દ્રષવાળો થઈને વાપરે તો ધૂમદોષવાળો કરે છે. બન્ને ‘’ શબ્દ એ પરસ્પરની અપેક્ષાએ સમુચ્ચયના અર્થમાં છે.
જો કે, અહીં બળતાં કાષ્ઠાદિ પહેલાં તો અર્ધ બળેલા ઉલ્યુકસ્વભાવવાળા ધૂમાડા સહિત હોય છે, પછી સર્વથા જ્વલનરૂપ અંગારપણાને પામે છે. આ રીતે પ્રથમ સધૂમ અને પછી અંગારો, એવો ઉત્પત્તિક્રમ છે. છતાં પણ ભાવસ્વરૂપ આ બન્નેનો વિચાર કરવાનો હોવાથી ગુરુ અને લઘુ દોષને આશ્રયીને એટલે કે પ્રથમ ગુરુ-મોટોદોષ, અને પછી લઘુ = નાનોદોષ આ ક્રમને આશ્રયીને આવો નિર્દેશ કરવામાં આવ્યો. તે આ પ્રમાણે - રાગ કરવા