________________
I+
+
+
११७५
तस्याद्यशिष्यलघुबन्धुरथाब्जबन्धु-तेजास्तपः श्रुतसमर्पणतेजसा सः । पन्यासपद्मविजयो गणिराट् श्रियेऽस्तु क्षान्त्येकसायकविदीर्णमहोपसर्गः ॥८॥ सर्वाधिक श्रमणसार्थपतिर्मतीशः पाता च पञ्चशतसाधुगणस्य शस्यः । गच्छाधिनाथपदभृज्जयघोषसूरिः 'सिद्धान्तसूर्य' - ' - यशसा जयतीह चोच्चैः ॥९॥
सद्बुद्धिनीरधिविबोधनबद्धकक्षो, वैराग्यदेशनविधौ परिपूर्णदक्षः । सीमन्धरप्रभुकृपापरपात्रमस्तु, श्रीहेमचन्द्र भगवान् सततं प्रसन्नः ॥१०॥
कारुण्यकम्रालयानां महनीयमुख्यानां महोमालिनां लोकोपकारचतुराणां वैराग्यदेशनादक्षाचार्यदेव - श्रीमद्विजयहेमचन्द्रसूरीश्वराणां सदुपदेशेन श्रीजिनशासन आराधना - ट्रस्ट विहिते
श्रुतसमुद्धारकार्यान्वये प्रकाशितमिदं ग्रन्थरत्नं श्रुतभक्तितः ॥ वि० सं० २०७१
वहिं सह कुणतो, संसरिंग कुणइ सयलदुक्खेहिं ।
न हि मुसगाणं संगो, होइ सुहो सह बिडालेहिं ॥
સ્ત્રીઓની સાથે સંસર્ગ કરનારો બધા દુઃખોની સાથે સંસર્ગ કરે છે. ઉંદરડાઓનો બિલાડાઓની સાથેનો સંગ સુખ આપનાર નથી થતો.
जो रागाईण वसे, वसम्मि सो सयलदुक्खलक्खाणं । जस्स वसे रागाई, तस्स वसे सयलसुक्खाइं ॥
જે રાગ વગેરેના વશમાં છે તે બધા લાખો દુ:ખોના વશમાં છે. જેના વશમાં રાગ વગેરે છે તેના વશમાં બધા સુખો છે.
मणवयणकायजोगा, सुनिअत्ता ते वि गुणकरा हुंति ।
अनित्ता पुण भजंति, मत्तकरिणु व्व सीलवणं ॥
સારી રીતે નિયંત્રિત કરાયેલા મન-વચન-કાયાના યોગો ગુણ કરે છે. જેમ મત્ત હાથી વનને ભાંગી નાંખે છે તેમ અનિયંત્રિત એવા મન-વચન-કાયાના યોગો ચારિત્રને ભાંગી नांचे छे.
जह जह दोसा विरमइ, जह जह विसएहिं होइ वेरग्गं ।
तह तह विन्नायव्वं, आसन्नं से अ परमपयं ॥
જેમ જેમ દોષો અટકે છે અને જેમ જેમ વિષયો થકી વૈરાગ્ય થાય છે તેમ તેમ તેને પરમપદ નજીકમાં છે એમ જાણવું.