________________
પચીસ ભાવનાઓ
બ્રહ્મવ્રતવિરાધક બને. આ ચોથી ભાવના છે.
(૫) તત્ત્વોને જાણનાર સાધુ ક્ષુદ્રકથાને કરે નહીં, અર્થાત્ સ્ત્રીસંબંધી વાતો ન કરે અથવા સ્ત્રીઓ સાથે વાતચીત ન કરે, નહીં તો બ્રહ્મવ્રતવિરાધક બને. આ પાંચમી ભાવના કહી. આ પ્રમાણે ધર્મને ઇચ્છનારો સાધુ બ્રહ્મચર્યને સાંધે–રક્ષણ કરે. ચોથા વ્રતની ભાવના કહી.
પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓ
૧૧૨૭
(૧-૫) મૂળમાં સર્વં... અહીં જે અનુસ્વાર છે તે પ્રાકૃતશૈલીના કારણે છે અને તે વ્યાકરણના નિયમથી થયેલ નથી. જે પંડિત સાધુ મનોજ્ઞ=ઇષ્ટ કે પાપક=અનિષ્ટ એવા આવી પડેલા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને પામીને આસક્તિરૂપ વૃદ્ધિને = રાગને કે દ્વેષને કરે નહીં, તે સાધુ દાન્ત=ઇન્દ્રિયોનું દમન કરનારો છે, વિરત=સાવદ્યપ્રવૃત્તિઓથી વિરામ પામેલો છે, અકિંચન = નિષ્પરિગ્રહી છે. પરંતુ જો આવા શબ્દાદિને પામીને રાગ-દ્વેષ કરે તો તે રાગદ્વેષથી પાંચમા વ્રતની વિરાધના થાય છે. પાંચે ભાવનાઓ કહી. આ રીતે પાંચે મહાવ્રતોની ભાવનાઓ કહી.’
(સટીક આવશ્યકસૂત્રનિર્યુક્તિના મુનિશ્રી આર્યરક્ષિતવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
ગુરુ અગિયાર અંગોને બુદ્ધિમાં ધારી રાખે છે. તેરમી છત્રીસીની વૃત્તિમાં કહેલા દૃષ્ટિવાદ સિવાયના અગિયાર અંગો એ જ અગિયાર અંગો છે. આમ ગુરુના છત્રીસ ગુણો થાય છે. (૬૪૫)
ગુરુ બાર અંગો, દસ પયજ્ઞા, છ છેદગ્રંથો, ચાર મૂલ ગ્રંથો, નન્દિસૂત્ર અને અનુયોગદ્વારસૂત્રને ધારણ કરે છે. તેમાં બાર અંગોનું સ્વરૂપ તેરમી છત્રીસીમાં કહ્યું છે. દશ પયજ્ઞાના નામ આ પ્રમાણે છે – ચતુઃશરણ, ભક્તપરિક્ષા, સંસ્તારક, આતુરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન, તંદુલવૈચારિક, ચંદ્રવેધ્યક, દેવેન્દ્રસ્તવ, ગણિવિદ્યા અને મરણસમાધિ. છ છેદગ્રંથોના નામ આ પ્રમાણે છે – દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર, જીતકલ્પ, નિશીથ અને મહાનિશીથ. ચાર મૂળગ્રંથોના નામ આ પ્રમાણે છે - આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને ઓઘનિર્યુક્તિ (પિંડનિર્યુક્તિ).
ગુરુ રાગ-દ્વેષ કરતા નથી. આમ ગુરુના છત્રીસ ગુણો થાય છે. (૯૪૬)
ગુરુ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યનું સ્વયં પાલન કરે છે, બીજા પાસે પાલન કરાવે છે અને પાલન કરનારા બીજાની અનુમોદના કરે છે. આમ ગુરુના પંદર ગુણ થાય