________________
૧૧૦૬
અન્ય ગ્રન્થોમાં બતાવેલ ગુરુગુણછત્રીસીઓ
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ અન્ય ગ્રંથોમાં ગુરુના ગુણોની બીજી પણ છત્રીસીઓ બતાવી છે. તે આ પ્રમાણે છે -
જેનું બીજુ નામ ગુરુસ્થાપનાસૂત્ર છે એવા પંચિંદિયસૂત્રમાં કહ્યું છે,
પાંચ ઇન્દ્રિયોનું નિયંત્રણ કરનાર, બ્રહ્મચર્યની નવ વાડોથી ગુપ્ત, ચાર પ્રકારના કષાયોથી મુક્ત, આમ અઢાર ગુણોથી સંયુક્ત, પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ પ્રકારના આચારને પાળવામાં સમર્થ, પાંચ સમિતિવાળા, ત્રણ ગુણિવાળા - આમ મારા ગુરુ છત્રીસ ગુણોવાળા છે. (૧, ૨)”
આ બે ગાથાઓની વ્યાખ્યા આ પ્રમાણે છે - ગુરુ પાંચ ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે. તેઓ નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડોથી રક્ષાયેલા છે. તેઓ ચાર પ્રકારના કષાયોથી મુક્ત છે. આમ તેઓ અઢાર ગુણોથી યુક્ત છે. તેઓ પાંચ મહાવ્રતોથી યુક્ત છે. તેઓ પાંચ પ્રકારના આચારોને પાળવામાં સમર્થ છે. તેઓ પાંચ સમિતિથી સારી પ્રવૃત્તિવાળા છે. તેઓ ત્રણ ગુપ્તિથી રક્ષાયેલા છે. આમ બીજા પણ અઢાર ગુણોથી તેઓ યુક્ત છે. આમ મારા ગુરુ છત્રીસ ગુણોથી યુક્ત છે.
આ ગુણોનું વર્ણન પૂર્વે કર્યું જ છે. “પાંચ ઇન્દ્રિયોને કાબુમાં રાખનાર આ ગુણનું વર્ણન ચોથી છત્રીસીમાં કર્યું છે. “બ્રહ્મચર્યની નવ વાડોથી રક્ષાયેલા આ ગુણનું વર્ણન નવમી છત્રીસીમાં કર્યું છે. “ચાર પ્રકારના કષાયોથી મુક્ત' આ ગુણનું વર્ણન અગિયારમી છત્રીસીમાં સોળકષાયના ત્યાગી એ ગુણના વર્ણનમાં કર્યું છે. પાંચ મહાવ્રતોથી યુક્ત” આ ગુણનું વર્ણન ત્રીજી છત્રીસીમાં કર્યું છે. પાંચ પ્રકારના આચારને પાળવામાં સમર્થ આ ગુણનું વર્ણન ત્રીજી છત્રીસીમાં કર્યું છે. “પાંચ સમિતિઓથી સારી પ્રવૃત્તિવાળા આ ગુણનો અર્થ ત્રીજી છત્રીસીમાં કર્યો છે. “ત્રણ ગુપ્તિથી રક્ષાયેલા આ ગુણનું વર્ણન છઠ્ઠી છત્રીસીમાં આઠ પ્રકારના ચારિત્રાચારના વર્ણનમાં કર્યું છે. આમ પૂર્વે કહેલા ગુણો જ અહીં બીજી રીતે બતાવ્યા છે.
પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં ગુરુના છત્રીસ ગુણો આ પ્રમાણે બતાવ્યા છે