________________
૧૦૪૮
ત્રણ પ્રકારનો વીર્યાચાર વીર્ય એટલે ઉત્સાહ. તેનો આચાર તે વીર્યાચાર. શક્તિ મુજબ જ્ઞાન વગેરેના આચારોને વિષે પ્રવર્તવું તે વીર્યાચારનું લક્ષણ છે. દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે,
હવે વીર્યચારને કહે છે - બળ અને વીર્યને ગોપવ્યા વિના, એકાગ્ર ચિત્તથી જે છત્રીસ પ્રકારના આચારને ગ્રહણ કરે છે અને પછી સામર્થ્યને અનુસારે તેમને પ્રવર્તાવે છે (આચરે છે) તે વીર્યાચાર જાણવો, આચાર અને આચારવાનનો કંઈક અભેદ હોવાથી. છત્રીસ પ્રકારનો આચાર આ પ્રમાણે છે – આઠ પ્રકારનો જ્ઞાનાચાર, આઠ પ્રકારનો દર્શનાચાર, આઠ પ્રકારનો ચારિત્રાચાર અને બાર પ્રકારનો તપાચાર.”
તે વીર્યાચાર ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે – (૧) માનસિક વિર્યાચાર, (૨) વાચિક વીર્યાચાર અને (૩) કાયિક વીર્યાચાર.
ગુરુ આ ત્રણ પ્રકારના વર્યાચારને છુપાવતા નથી. તેઓ બધા આચારોને વિષે પોતાના બધા સામર્થ્યપૂર્વક પ્રવર્તે છે, પણ પ્રમાદ કરતા નથી. આમ છત્રીસ ગુણોથી યુક્ત ગુરુ પોતાની અને બીજાની વિશુદ્ધિ કરો. (૩૬)
આમ પાંત્રીસમી છત્રીસી સંપૂર્ણ થઈ.
देवेसु वीयराओ, चारित्ती उत्तमो सुपत्तेसु । दाणाणमभयदाणं, वयाण बंभव्वयं पवरं ॥
દેવોમાં વીતરાગ શ્રેષ્ઠ છે, સુપાત્રોમાં ચારિત્રી ઉત્તમ છે, દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે, વ્રતોમાં બ્રહ્મચર્યવ્રત શ્રેષ્ઠ છે. परपरिवायमईओ, दूसइ वयणेहिं जेहिं जेहिं परं । ते ते पावइ दोसे, परपरिवाई इअ अपिच्छो ॥
બીજાના દોષો મનમાં લાવનાર જે જે વચનો વડે બીજાને દૂષિત કરે છે તે તે દોષો તે પોતે પામે છે. માટે બીજાના દોષો બોલનારો જોવા લાયક નથી.