________________
પાંચ પ્રકારનું જ્ઞાન
-
(સટીક પુષ્પમાળાની આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત વૃત્તિમાંથી સાભાર) નંદીસૂત્રમાં અને તેની વૃત્તિમાં જ્ઞાનપંચકનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે – મૂલાર્થ - જ્ઞાન પાંચ પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે - આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન.
–
૯૯૦
ટીકાર્થ - જાણવું તે જ્ઞાન. જ્ઞ। ધાતુને ભાવમાં અનટ્ પ્રત્યય લાગ્યો છે. અથવા જેનાથી વસ્તુ જણાય તે જ્ઞાન. જ્ઞા ધાતુને કરણમાં અનટ્ પ્રત્યય લાગ્યો છે. બાકીની વ્યુત્પત્તિઓ મંદબુદ્ધિવાળા જીવો માટે સંમોહનું કારણ હોવાથી બતાવાતી નથી. તીર્થંકરો અને ગણધરોએ જ્ઞાન પાંચ પ્રકારનું કહ્યું છે. બીજા સ્વયં પ્રરૂપણા કરી શકતા નથી. કહ્યું છે કે, ‘અરિહંત પ્રભુ અર્થને કહે છે. ગણધરો નિપુણ રીતે સૂત્રને ગૂંથે છે. શાસનના હિત માટે પછી સૂત્ર પ્રવર્તે છે.’ આનાથી પોતાની બુદ્ધિથી કહ્યાનું નિરાકરણ થયું. અથવા તીર્થંકરો અને ગણધરોએ પાંચ પ્રકારનું જ્ઞાન બુદ્ધિથી પ્રાપ્ત કર્યું છે. કહેવાનો ભાવ આવો છે - ‘બધા વાક્યો અવધારણ (જ કાર) વાળા જ હોય છે' એ ન્યાયથી આ વાક્ય પણ અવધારણવાળુ છે. તેથી અર્થ આવો થાય - તીર્થંકરોએ પણ બધા કાળની બધી વસ્તુઓનો સાક્ષાત્કાર કરનારી કેવળજ્ઞાનરૂપી બુદ્ધિથી જ્ઞાન પાંચ પ્રકારનું જ જાણ્યું છે. ગણધરોએ પણ તીર્થંકરોના ઉપદેશથી જ્ઞાન પાંચ પ્રકારનું જ જાણ્યું છે, આગળ કહેવાશે એ નીતિથી બે ભેદવાળુ નહીં. અથવા ગણધરોએ પ્રાજ્ઞ એટલે કે તીર્થંકર પાસેથી જ્ઞાન પાંચ પ્રકારનું જાણ્યું છે. અથવા પ્રાજ્ઞ એટલે ગણધરોએ તીર્થંકર પાસેથી જ્ઞાન પાંચ પ્રકારનું જાણ્યું છે. તે આ પ્રમાણે - આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન.
(૧) આભિનિબોધિકજ્ઞાન - વસ્તુને સન્મુખ ચોક્કસ પ્રકારનો વિશેષબોધ તે અભિનિબોધ. અભિનિબોધ એ જ આભિનિબોધિકજ્ઞાન. અભિનિબોધ શબ્દ વિનયાદિ ગણમાં સ્વીકારાયો હોવાથી ‘વિનયવિમ્ય:' સૂત્રથી તેને સ્વાર્થમાં ફળ્ પ્રત્યય લાગે. ‘સ્વાર્થમાં લાગેલા પ્રત્યયો પ્રકૃતિના લિંગ અને વચન બદલી નાંખે છે' એ વચનથી અહીં આભિનિબોધિક શબ્દ નપુંસકલિંગમાં છે. જેમકે વિનયઃ એ જ વૈયિમ્ । અથવા જેનાથી, જેના થકી કે જેમાં વસ્તુ જણાય તે અભિનિબોધ એટલે કે તેને આવરનારા કર્મનો ક્ષયોપશમ. તેનાથી થયેલું તે આભિનિબોધિક. આભિનિબોધિક એવું જ્ઞાન તે આભિનિબોધિકજ્ઞાન, એટલે કે યોગ્ય દેશમાં રહેલ વસ્તુ સંબંધી ઇન્દ્રિય અને મનથી થનારો સ્પષ્ટ બોધ.
(૨) શ્રુતજ્ઞાન - સાંભળવું તે શ્રુત, એટલે કે વાચ્ય-વાચકભાવને આગળ કરીને શબ્દથી સ્પર્શાયેલી વસ્તુને જાણવામાં કારણભૂત વિશેષ પ્રકારનું જ્ઞાન, એટલે કે ‘પાણીને ધારણ કરવું વગેરે અર્થક્રિયા કરવા માટે સમર્થ, આવા આકારવાળી વસ્તુ ‘ઘટ’ શબ્દથી વાચ્ય છે.'