________________
અઠ્યાવીસ લબ્ધિઓ
૯૪૭ ૬. ઋજુમતિ - ઘટ, પટાદિના વિચારને સામાન્ય માત્ર ગ્રહણ કરનારી મતિ તે. આ લબ્ધિ વિપુલમતિની અપેક્ષાએ કંઈક ન્યૂન વિશુદ્ધિવાળી છે અને તે મન:પર્યવજ્ઞાનનો એક
ભેદ જ છે.
૭. સર્વઔષધિ - જેના ઝાડો-પેશાબ, કેશ, નખ વગેરે સર્વ અવયવો સુવાસિત અને રોગ દૂર કરવાને સમર્થ હોય છે. અથવા એક જ સાધુને આમર્ષઔષધિ વગેરે સર્વ લબ્ધિઓ હોય તે સર્વોષધિલબ્ધિ કહેવાય છે.
૮. ચારણલબ્ધિ - અતિશયસહિત ગમનાગમનરૂપ લબ્ધિયુક્ત જે હોય તે ચારણલબ્ધિમાન કહેવાય, તે બે પ્રકારે છે – એક વિદ્યાચારણ અને બીજા જંઘાચારણ. તેમાં કોઈ વિવક્ષિત આગમરૂપ વિદ્યાની મુખ્યતાએ ગમનાગમન કરે તે વિદ્યાચારણ. આ લબ્ધિ યથાવિધિ અતિશયપૂર્વક નિરંતર છઠ્ઠનું તપ તપતાં ઉત્પન્ન થાય છે. આ લબ્ધિવડે લબ્ધિમાન થયેલ મુનિ એક પગલે માનુષોત્તર પર્વત ઉપર જઈને ત્યાંના ચૈત્યોને વાંદે, ત્યાંથી બીજા પગલે નંદીશ્વર નામના આઠમા ધપે જઈ ત્યાંના ચૈત્યોને વાંદે, ત્યાંથી એક જ પગલે પાછા ફરીને જ્યાંથી ગયાં હોય ત્યાં આવે અને અહિંના ચૈત્યોને વાંદે. આ પ્રમાણે તીરછી દિશામાં ગમનાગમન થાય. અને ઊર્ધ્વ દિશામાં અહીંથી એક પગલે નંદનવનમાં જઈ ત્યાંના ચૈત્યોને વાંદે, ત્યાંથી બીજા પગલે મેરૂપર્વત ઉપર પાંડુકવનમાં જઈ ત્યાંના ચૈત્યોને વાંદીને પછી ત્રીજા પગલે ત્યાંથી પાછા ફરીને જે સ્થળેથી ગયેલ હોય તે સ્થળે પાછા આવે અને ત્યાંના ચૈત્યોને વાંદે.
લુતાતન્ત (કરોળીયાના જાળના તાંતણાથી બનાવેલ પુટક તંતુઓ) અથવા સૂર્યકિરણોની મદદ વડે બન્ને જંઘાએ આકાશમાર્ગે ચાલે તે જંઘાચારણ કહેવાય. આ લબ્ધિ યથાવિધિ અતિશયપૂર્વક નિરંતર વિકૃષ્ટ-અટ્ટમની તપસ્યા કરતાં ઉત્પન્ન થાય છે. આ લબ્ધિયુક્ત મુનિ એક પગલે અહીંથી તેરમા રૂચકવરદ્વીપે જઈને ત્યાં ચૈત્યોને વાંદી, ત્યાંથી પાછા ફરતા બીજા પગલે નંદીશ્વરદ્વીપે આવીને ત્યાંના ચૈત્યોને વંદના કરી, ત્યાંથી ત્રીજા પગલે જ્યાંથી ગયેલ હોય ત્યાં પાછા આવે. આ પ્રમાણે તીરછી દિશામાં ગમનાગમન કરે અને ઊર્ધ્વ દિશામાં અહિંથી એક પગલે પાંડુકવનમાં જઈ ત્યાંનાં ચૈત્યોને વાંદી ત્યાંથી પાછા ફરતાં બીજા પગલે નંદનવનમાં આવી ત્યાંનાં ચૈત્યોને વંદના કરી ત્રીજા પગલે જ્યાંથી ગયા હોય ત્યાં પાછા આવે. વિદ્યાચારણ અને જંઘાચારણમાં આટલો ભેદ છે.
૯. આશીવિષ - જેની દાઢમાં વિષ હોય છે. તેના બે પ્રકાર છે. એક જાતિથી અને બીજા કર્મથી. તેમાં જાતિથી આશીવિષ વીંછી, સર્પ અને મનુષ્યની જાતિઓ છે અને તે અનુક્રમે