________________
૪૮૦
દસ પ્રકારના ઉપઘાત વિરાધના કરવી કે ચારિત્રના સાધક એવા આહાર વગેરેને દૂષિત કરવો તે
ઉદ્ગમોપઘાત. (૨) ઉત્પાદનોપઘાત – ધાત્રીદોષ વગેરે સોળ પ્રકારના ઉત્પાદનાના દોષો વડે ચારિત્રની
વિરાધના કરવી કે ચારિત્રના સાધક એવા આહાર વગેરેને દૂષિત કરવો તે
ઉત્પાદનોપઘાત. (૩) એષણોપઘાત - શંકિત વગેરે દસ પ્રકારના એષણાના દોષો વડે ચારિત્રની વિરાધના
કરવી કે ચારિત્રના સાધક એવા આહાર વગેરેને દૂષિત કરવો તે એષણોપઘાત. (૪) પરિકર્મોપઘાત - વસ્ત્ર, પાત્રા વગેરેને ઠીક-ઠાક કરવારૂપ પરિકર્મ વડે સ્વાધ્યાયની,
શ્રમથી શરીરની કે સંયમની વિરાધના તે પરિકર્મોપઘાત. (૫) પરિહરણોપઘાત - લક્ષણ વિનાના કે અકથ્ય ઉપકરણને વાપરવાથી થતી વિરાધના
તે પરિહરણોપઘાત. (૬) જ્ઞાનોપઘાત - શ્રુતજ્ઞાનની અપેક્ષાએ પ્રમાદથી અકાળે સ્વાધ્યાય કરવો વગેરે
જ્ઞાનાચારના આઠ અતિચારો વડે થતી જ્ઞાનની વિરાધના તે જ્ઞાનોપઘાત. (૭) દર્શનોપઘાત - શંકા વગેરે દર્શનાચારના આઠ અતિચારો વડે થતી દર્શનની વિરાધના
તે દર્શનોપઘાત. (2) ચારિત્રોપઘાત - સમિતિ-ગુપ્તિના ભંગથી થતી ચારિત્રની વિરાધના તે
ચારિત્રોપઘાત. (૯) અપ્રીતિકોપઘાત - કોઈને અપ્રીતિ કરવા વડે થતી વિનયની વિરાધના તે
અપ્રીતિકોપઘાત. (૧૦) સંરક્ષણોપઘાત - શરીર વગેરેની મૂચ્છ વડે થતી પરિગ્રહવિરતિની વિરાધના તે
સંરક્ષણોપઘાત.”
ગુરુ હંમેશા દશ પ્રકારના અસંવરો, દશ પ્રકારના સંકુલેશો અને દશ પ્રકારના ઉપઘાતોથી રહિત હોય છે.
હાસ્ય એટલે હસવું. જેમની શરૂઆતમાં હાસ્ય છે તે હાસ્યાદિ. છનો સમૂહ તે ષક. હાસ્યાદિષક એટલે હાસ્ય વગેરે છે. તે આ પ્રમાણે જાણવા - ૧ હાસ્ય, ર રતિ, ૩ અરતિ, ૪ ભય, ૫ શોક અને ૬ જુગુપ્સા. તેમાં હાસ્ય એટલે હસવું, રતિ એટલે આનંદ,