________________
(પ્રકાશકીય,
“પ્રેમીયાવૃત્તિ અને તેના ગુજરાતી ભાવાનુવાદથી વિભૂષિત “ગુરુગુણષહૂિંત્રશત્પત્રિશિકાકુલક દ્વિતીય ભાગ સાનંદ પ્રકાશિત કરીએ છીએ.
શ્રીરત્નશેખરસૂરિજી મહારાજે રચેલ આ કુલકમાં ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓનું વર્ણન કરેલ છે.
આ કુલકના પદાર્થોને વિશદ રીતે સમજાવવા અનેક શાસ્ત્રપાઠોના આધારે પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદા ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજશ્રી રત્નબોધિવિજયજી મહારાજે સંસ્કૃત ભાષામાં “પ્રેમીયા વૃત્તિ નામની નવી વૃત્તિ રચી છે.
સંસ્કૃત ભાષાથી અજ્ઞાત જીવો માટે મુનિરાજશ્રીએ સરળ ગુજરાતી ભાષામાં આ કુલકનો ભાવાનુવાદ પણ રચ્યો છે.
ઘણા પ્રયત્નો વડે મુનિરાજશ્રીએ આ ગ્રંથના રચના, સંકલન અને સંપાદન કર્યા છે. તેમના આ પ્રયાસનું ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ.
ત્રણ વિભાગમાં પ્રકાશિત થઈ રહેલા આ ગ્રંથનો આ બીજો ભાગ છે. આમાં ૮મી ગાથાથી ૨૪મી ગાથા સુધીની ૧૭ ગાથાઓના ટીકા-ભાવાનુવાદ પ્રકાશિત થયા છે.
પરમ પૂજ્ય પ્રાચીનશ્રુતસમુદ્ધારપ્રેરક ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રેરણા અને માર્ગદર્શન વડે અમારુ ટ્રસ્ટ છેલ્લા ૩૫ વર્ષોથી શ્રતોદ્ધારનું મહત્ત્વપૂર્ણ સત્કાર્ય સફળતાપૂર્વક કરી રહ્યું છે. આજસુધીમાં ૫૦૦થી વધુ શાસ્ત્રગ્રંથોનો પુનરુદ્ધાર કરવાનો અમૂલ્ય લાભ અમને મળ્યો છે. આ પાવન પ્રસંગે પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણોમાં નતમસ્તકે અનંતશઃ વંદના કરીએ છીએ.
ભવિષ્યમાં પણ શ્રુતસમુદ્ધારના ઉત્તરોત્તર ચઢિયાતા સત્કાર્યો કરવાનું સદ્ભાગ્ય અમને સાંપડે એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતીદેવીને પ્રાર્થના કરીએ છીએ.
આ પુસ્તકનું સુંદર ટાઈપસેટીંગ કરનાર અખિલેશભાઈ મિશ્રાજી અને સુભગ મુદ્રણકાર્ય કરનાર શિવકૃપા ઑફસેટવાળા ભાવિનભાઈને આ અવસરે ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તકનું મનમોહક ટાઈટલ તૈયાર કરનાર મલ્ટીગ્રાફિક્સવાળા મુકેશભાઈને પણ આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ.
આ ગ્રંથના અભ્યાસ દ્વારા સહુ જીવો ગુરુના ગુણોનું જ્ઞાન પામીને હૃદયમાં પરમોચ્ચ કોટિના ગુરુબહુમાનભાવની પ્રતિષ્ઠા કરે એ જ શુભાભિલાષા.
લી,
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના
ટ્રસ્ટીગણ ચંદ્રકુમાર બી. જરીવાલા
લલિતભાઈ આર. કોઠારી પુંડરીક એ. શાહ
વિનયચંદ્ર યાદવસિંહ કોઠારી