SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર પ્રકારના અનુયોગો ૪૪૭ એનું સમાધાન એ કે, “આ ગ્રન્થને વિશે એ બે ય અનુયોગ અપ્રધાન છે. અને એટલે એમની અપ્રધાનતા હોવાથી જ એ બેયને ભેગા બતાવી દીધા.’ બીજા જ પ્રશ્નમાં તમે એ પણ પૂછેલું કે, “દ્રવ્યાનુયોગશબ્દમાં જુદી વિભક્તિનો ઉપન્યાસ કર્યો છે, તે શા માટે ?” પણ એમ કરવા પાછળ કારણ છે. તે એ કે આ દ્રવ્યાનુયોગ ચરણ-ગણિત-ધર્મ એમ દરેકે દરેક અનુયોગમાં જોડવાનો છે. પરંતુ લૌકિકશાસ્ત્રોની માફક તે દ્રવ્યાનુયોગ યુક્તિ વડે વિચાર્યા વિના જ ગ્રહણ કરવાનો નથી. અર્થાત્ લૌકિકશાસ્ત્રો યુક્તિસંગત ન હોવાને લીધે જ તેઓ કહેતા હોય છે કે ‘આ શાસ્ત્રો શ્રદ્ધાથી માની લેવા. એમાં યુક્તિ-ચર્ચા નહિ કરવાની. એટલે કે આમાં દ્રવ્યાનુયોગ ન ઘુસાડવો' પરંતુ જૈનદર્શનમાં તો યુક્તિ ગ્રાહ્ય પ્રત્યેક શાસ્ત્રોમાં યુક્તિઓ પૂર્વક પદાર્થ વિચારવાનો છે. (આજ્ઞાગ્રાહ્ય પદાર્થોની વાત અલગ છે.) તમારો ત્રીજો પ્રશ્ન હતો કે, ‘‘ગાથામાં માત્ર એક જ અનુયોગ શબ્દ ચાલત. બે શા માટે લીધા ?’' સમાધાન એ કે, ત્રણ પદોના અંતે જે અનુયોગપદ મૂકેલ છે, તે અપૃથાનુયોગનું પ્રતિપાદન કરવા માટે છે. જ્યારે ‘દ્રવ્યાનુયોગ’ બીજો અનુયોગશબ્દ પૃથ અનુયોગને દર્શાવવા માટે છે. (૫) = પ્રશ્ન ઃ આ ગાથાસૂત્રના અંતે તમે કહ્યું કે, ‘‘આ ચાર ક્રમશઃ મોટી ઋદ્ધિવાળા છે.” તો આનો અર્થ તો એ જ કે સૌથી પ્રથમ ચરણકરણાનુયોગ તો સૌથી નાનો ઓછી ઋદ્ધિવાળો બની ગયો તો પછી શા માટે એ નબળાની નિર્યુક્તિ કરાય છે ? ખરેખર તો દ્રવ્યાનુયોગની જ નિર્યુક્તિ કરવી યોગ્ય છે, કેમકે બધાયમાં એ જ પ્રધાન છે. સમાધાન ઃ ભાષ્યકાર આ આક્ષેપનો જવાબ આપશે. = ગાથાર્થ - પોત-પોતાના વિષયમાં બલવત્તા યોગ્ય છે. તો પણ ચારિત્ર સૌથી વધુ ઋદ્ધિવાળું છે, કેમકે બાકીના ત્રણ અનુયોગો ચારિત્રની રક્ષા માટે છે. (૬) ટીકાર્થ - પોતપોતાના વિષયમાં દરેક અનુયોગની બલવત્તા છે. અર્થાત્ કોઈપણ અનુયોગ પોતાના વિષયમાં તો બળવાન જ છે. કોઈ બીજા કરતા નબળો નથી. એટલે ઉ૫૨ ભલે ચારેયને ક્રમશઃ પ્રધાન બતાવ્યા, બાકી સ્વસ્વવિષયની અપેક્ષાએ બધાયની બલવત્તા એક સરખી જ છે. પ્રશ્ન : જો આમ હોય તો તો બધાયની નિર્યુક્તિઓ રચવી જોઈએ ને ? કેમકે પોતપોતાના વિષયમાં બધાય બલવાન છે. જ્યારે તમે તો અહીં માત્ર ચરણકરણાનુયોગની
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy