SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ આઠ પ્રકારની યોગની દૃષ્ટિઓ હોવાથી વંદન વગેરે કૃત્યો સૂક્ષ્મબોધથી યુક્ત હોય છે. (૧૫૪) હવે છઠ્ઠી દષ્ટિ કહેવા માટે કહે છે – ગાથાર્થ - કાંતા દૃષ્ટિમાં આ નિત્ય દર્શનાદિ અન્યને પ્રીતિનું કારણ થાય છે, તથા પરા ધારણા હોય છે, એથી અહીં અન્યમુદ્ હોતી નથી અને હંમેશા હિતોદયી મીમાંસા હોય છે. (૧૬૨) ટીકાર્ય - કાંતા દૃષ્ટિમાં ઉપર કહેલ નિત્ય બોધ વગેરે બીજાની પ્રીતિ માટે થાય છે, દ્વેષ માટે નહીં. તથા શ્રેષ્ઠ ધારણા હોય છે. ચિત્તને અમુક નિશ્ચિત દેશમાં ધારી રાખવું તે ધારણા. પાતંજલયોગસૂત્ર ૩/૧ માં કહ્યું છે કે, ‘ચિત્તનો દેશબંધ તે ધારણા છે.” આ ધારણાને લીધે આ દૃષ્ટિમાં અન્યમુદ્ - અન્યત્ર ભોગમાર્ગમાં હર્ષ હોતો નથી, કેમકે ત્યારે વિષયોમાં સુખાકારિતાનો બોધ નથી. અહીં હંમેશા સદ્વિચારરૂપ મીમાંસા હોય છે. આથી જ કરીને કહે છે - સમ્યજ્ઞાનનું ફળ સમ્યફ પરિણતિ હોવાથી આ મીમાંસા હિતના ઉદયવાળી છે. (૧૬૨) છઠ્ઠી દૃષ્ટિ પ્રતિપાદન કરવામાં આવી. હવે સાતમી કહેવામાં આવે છે - ગાથાર્થ - પ્રભા દૃષ્ટિ પ્રાયે ધ્યાનપ્રિયા હોય છે, જેથી કરીને જ આમાં “રોગ' નામનો દોષ હોતો નથી. આ દૃષ્ટિ તત્ત્વમતિપત્તિથી યુક્ત અને વિશેષે કરીને શમથી યુક્ત હોય છે. (૧૭૦) ટીકાર્ય - અવયવ અર્થ કહે છે - વિક્ષેપનો ઉદ્વેગ હોવાથી પ્રભા દષ્ટિ ઘણું કરીને ધ્યાન પ્રિય હોય છે. આ દૃષ્ટિમાં વેદના હોતી નથી. એથી જ વિશેષથી યથાર્થ આત્માનુભવયુક્ત હોય છે. એ પ્રમાણે સત્મવૃત્તિપદને લાવનારી હોય છે. (૧૭૦). સાતમી દષ્ટિ કહી, હવે તે પછીની કહેવામાં આવે છે. તે કહે છે - ગાથાર્થ - આઠમી પરા દૃષ્ટિ સમાધિનિષ્ઠ હોય છે અને તેના આસંગદોષ વિનાની હોય છે, તથા સાત્મીભૂત પ્રવૃત્તિવાળી અને તેનાથી ઉત્તીર્ણ આશયવાળી હોય છે. (૧૭૮) ટીકાર્થ - પાતંજલયોગસૂત્રમાં કહ્યું છે કે, “ચિત્તનું નાભિચક્ર વગેરે દેશમાં સ્થિરીકરણ તે ધારણા છે. (૩-૧) તે દેશમાં જ્ઞાનની એકતાનતા તે ધ્યાન છે. (૩-૨) ધ્યેયાકારના ભાસવાળુ ધ્યાન જ ધ્યેય સ્વભાવના આવેશથી, જ્યારે પોતાના જ્ઞાનસ્વરૂપથી શૂન્ય જેવું થઈ જાય છે ત્યારે તે સમાધિ કહેવાય છે. (૩-૩) આ દૃષ્ટિમાં સમાધિમાં આસક્તિ હોતી નથી. આ દૃષ્ટિમાં ચંદનગંધન્યાયથી પ્રવૃત્તિ આત્મસાત્ થયેલી છે. જેમ ચંદનની ગંધ સહજ
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy