SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તર પ્રકારના મરણ ૮૦૩ ગીધ, સમળી, શિયાળ વગેરે વડે તેમને નહીં નિવારીને અને તેમના ભક્ષ્ય એવા હાથી, ઉંટ વગેરેના શરીરમાં પેસીને પોતાનું ભક્ષણ કરાવવું તે ગૃધ્રસ્પષ્ટમરણ કે ગૃધ્રપૃષ્ઠમરણ છે. જેમાં ગીધો વડે સ્પર્શાવાનું છે તે ગૃધ્રસ્પૃમરણ. અથવા જેમાં મરનારાની પીઠ, પેટ વગેરે ગીધોનું ભક્ષ્ય છે તે પ્રકૃઇમરણ. તે પીઠ પર અળતાનીપૂણિનો પૂટ (પાંદડાનો કટોરો) મૂકીને પણ પોતાને ગીધ વગેરેથી ખવડાવે છે. પાછળ નિર્દેશ કરાયેલા એવા પણ આ ગૃધ્રપૃષ્ઠમરણને અહીં પહેલા કહ્યું તે એ અત્યંત મહાસત્ત્વવાળાનો વિષય હોવાથી કર્મનિર્જરા માટે તેની મુખ્યતા બતાવવા માટે. વૃક્ષની ડાળી વગેરે પર બાંધવું, ઝાડ પરથી પડવું, પર્વત પરથી પડવું, પર્વતના શિખર પરથી પડવું વગેરે પોતે કરેલા મરણ તે વૈહાયસમરણ છે. વૃક્ષની ડાળી પર બંધાઈને આકાશમાં જ લટકે છે, માટે તેની (આકાશની) પ્રધાનતાની વિવક્ષાથી વૈહાયસમરણ એ પ્રમાણે કહ્યું. પ્રશ્ન - આ પ્રમાણે ગૂધપૃષ્ઠમરણ પણ આત્મઘાતરૂપ હોવાથી તેનો વૈહાયસમરણમાં અંતર્ભાવ થાય છે. જવાબ - આ વાત સાચી છે, માત્ર અલ્પસત્ત્વવાળાઓ માટે એ કરવાનું અશક્ય છે એવું બતાવવા માટે એનો જુદો ઉલ્લેખ કર્યો. પ્રશ્ન - આગમમાં કહ્યું છે – “જેમણે જિનવચનોને ભાવિત કર્યા છે એવા, મમત્વ રહિત જીવોને પોતાને વિષે અને બીજાને વિષે ભેદ નથી, તેથી તેઓ બન્નેની પીડાને વર્લ્ડ. (૧) આ ઉપર કહ્યા તે બન્ને મરણો પોતાનો નાશ કરનારા છે. તેથી તે પોતાની પીડામાં કારણ છે. એથી આગમનો કેમ વિરોધ ન થાય ? માટે જ ભક્તપરિજ્ઞા વગેરેમાં પીડાનો ત્યાગ કરવા “ચાર વરસ વિચિત્ર નિવિના પારણા કરે' વગેરે સંલેખનાની વિધિ અને પાણી વગેરેની વિધિ ત્યાં ત્યાં કહી છે. અને તે બન્ને મરણોમાં જિનશાસનની મલિનતા પણ થાય છે. આવી આશંકા કરીને જવાબ કહે છે – જિનશાસનની મલિનતા દૂર કરવી વગેરે કારણોના પ્રકાર આવે તો ઉપર કહેલા ગૃધ્રપૃષ્ઠમરણ અને વૈહાયસમરણની ઉદાયિરાજાની પાછળ મરેલા તેવા આચાર્યની જેમ તીર્થકરો, ગણધરો વગેરેએ રજા આપી છે. આનાથી સંપ્રદાય (પરંપરા)ને અનુસરવાપણું બતાવતા બીજી રીતે કહેવામાં થયેલી શ્રતની આશાતનાનો બહુ મુશ્કેલીથી અંત આવે છે એમ કહે છે. (૨૨૪) હવે છેલ્લા ત્રણ મરણને કહે છે. ભક્ત એટલે ભોજન. તેની પરિજ્ઞા એટલે જ્ઞપરિજ્ઞા વડે “અનેકવાર આપણા વડે આ પૂર્વે ખવાયું છે અને એના કારણે પાપ થયા છે.” એવું જ્ઞાન અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા વડે ચારે પ્રકારના બધા અશન-પાન, જે બાહ્ય ઉપધિ અને અત્યંતર ઉપધિ તેને યાવજીવ માટે વોસિરાવે.” વગેરે આગમવચનથી અથવા ચારે પ્રકારના આહારના યાવસજીવ સુધી ત્યાગરૂપ પચ્ચકખાણ તે ભક્તપરિજ્ઞા કહેવાય છે. જે અનશનક્રિયામાં ચોક્કસ પ્રદેશમાં જ ચેષ્ટા કરાય છે તે ઇંગિની. જે નીચે પ્રસરેલા મૂળરૂપ પગથી પાણી પીવે છે તે પાદપ એટલે
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy