SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર પાપસ્થાનકો ૭૭૭ પુરુષના દીક્ષા માટેના આ અઢાર દોષોને ગુરુ દૂરથી વર્જે છે. તે પોતે આ દોષોથી રહિત હોય છે. તે બીજાને પણ આ દોષો વિનાના હોય તો જ દીક્ષા આપે છે. પંચલિંગી પ્રકરણની શ્રીજિનપતિસૂરિજીએ રચેલ બૃહદ્રવૃત્તિમાં પાપસ્થાનકોની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે – ‘જેમાં કાર્યરૂપે પાપ-અશુભ કર્મ રહે તે પાપસ્થાનકો.” પાપસ્થાનકો અઢાર છે. તે આ પ્રમાણે – ૧ પ્રાણિઓની હિંસા, ૨ જૂઠ, ૩ ચોરી, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લોભ, ૧૦ રાગ, ૧૧ દ્વેષ, ૧૨ કલહ- ઝઘડો કરવો, ૧૩ અભ્યાખ્યાન - આળ મૂકવું, ૧૪ રતિ-અરતિ, ૧૫ પૈશુન્યચાડી ખાવી, ૧૬ પરપરિવાદ – બીજાની નિંદા કરવી, ૧૭ માયામૃષાવાદ – માયાપૂર્વક જૂઠ બોલવું અને ૧૮ મિથ્યાત્વશલ્ય. સંગરંગશાળામાં શ્રીજિનેશ્વરસૂરિજીએ કહ્યું છે. જે જીવને કર્મરજથી મિશ્રિત કરે છે તે પાપ કહેવાય છે. સ્થાન એટલે પદ. પાપના આ અઢાર સ્થાનો છે – (૫૫૭૮) ૧ પ્રાણિઓનો વધ, ૨ અસત્ય, ૩ ચોરી, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લોભ, ૧૦ પ્રેમ, ૧૧ દ્વેષ, ૧૨ કલહ. (૫૫૭૯) ૧૩ અભ્યાખ્યાન, ૧૪ અરતિરતિ, ૧૫ પૈશુન્ય, ૧૬ પરપરિવાદ, ૧૭ માયામૃષાવાદ, ૧૮ મિથ્યાત્વશલ્ય. (૫૫૮૦) અહીં પહેલું પાપસ્થાનક – જેમ લોઢાનો પિંડ પાણીમાં ડૂબી જાય છે તેમ જીવો હિંસાથી થયેલા પાપના સમૂહથી ભારે થયેલા થકા નરકમાં પડે છે. (૫૬૧૨) જેમ લોઢાનો પિંડ પાણીમાં ડૂબી જાય છે તેમ જીવો જૂઠું બોલવાથી થયેલા પાપના સમૂહથી ભારે થયેલા થકા નરકમાં પડે છે. (૫૭૦૩) જેમ લોઢાનો પિંડ પાણીમાં ડૂબી જાય છે તેમ જીવો ચોરીથી થયેલા પાપના સમૂહથી ભારે થયેલા થકા નરકમાં પડે છે. (૫૭૬૯) જેમ લોઢાનો પિંડ પાણીમાં ડૂબી જાય છે તેમ મનુષ્યો મૈથુનના પ્રસંગથી થયેલા પાપના સમૂહથી ભારે થયેલા થકા નરકમાં પડે છે. (૫૮૩૪) અત્યંત અવિશ્વાસનું ભાજન, કષાયોનું મંદિર, ગ્રહની જેમ મુશ્કેલીથી નિગ્રહ કરી શકાય એવો પરિગ્રહ કોને નડતો નથી? (૧૮૭૦) ક્રોધથી મહાઆરંભ થાય છે, ક્રોધથી પરિગ્રહ પણ પ્રવર્તે છે, વધુ શું કહેવું? ક્રોધથી બધા ય પાપસ્થાનો થાય છે. (૫૯૨૦) પુરુષ જેમ જેમ માન કરે છે તેમ તેમ તેના ગુણો જતા રહે છે. ગુણો જતા રહેવાથી ક્રમશઃ તે ગુણરહિતપણાને પામે છે. (૧૯૬૬) જેમ જેમ માયા કરે છે તેમ તેમ લોકમાં અવિશ્વાસને પેદા કરે છે. અવિશ્વાસથી પુરુષ આકડાના રૂથી પણ હલકો થઈ જાય છે. (૬૦૦૦) લોભ પરતે છતે કાર્ય-અનાર્યને નહીં વિચારતો, મરણને પણ નહીં ગણતો પુરુષ મહાસાહસ કરે છે. (૬૦૨૪) ગુસ્સે થયેલા લોકોનું વચનથી ઝઘડવું એ કલહ કહેવાય છે. તે શરીર અને મનમાં ઉત્પન્ન થયેલા અસંખ્ય
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy