________________
સત્તર પ્રકારનું સંયમ
કહેવાયેલ છે.
૭૬૩
(૪) જાડાઈ અને પહોળાઈ વડે ગંડીપુસ્તક સમાન હોય છે અને લાંબુ હોય છે. (દા.ત. ૧ ફુટની પહોળાઈ હોય અને ૧ ફુટની જાડાઈ હોય અને ૩ ફુટ જેટલું લાંબુ પુસ્તક હોય તો એ ગંડી કહેવાય.)
કચ્છપી અંતના ભાગમાં પહોળાઈની અપેક્ષાએ પાતળું અને મધ્યમાં પૃથુ = પહોળું
હોય.
(૫) ચાર અંગુલ લંબાઈવાળું, ગોળ આકૃતિવાળું પુસ્તક એ મુષ્ટિપુસ્તક કહેવાય. અથવા ચાર અંગુલ લંબાઈવાળું ચોરસ પુસ્તક મુષ્ટિપુસ્તક જાણવું.
(૬) બે વગેરે ફલક પાટીયાવાળું પુસ્તક સંપુટ કહેવાય. (વર્તમાનમાં પુસ્તકો સંપુટ તરીકે ઓળખી શકાય. જેમ દાબડા વગેરેના ઉપર-નીચેના બે ભાગ બંધ થાય, અંદર આભૂષણ રહે, એમ પુસ્તક પણ એવા પ્રકારના હોય. જોકે અત્યારના પુસ્તકોમાં ત્રણ બાજુ ખુલ્લી હોય. છતાં બે પાટીયા ભેગા થતા હોવાથી એને સંપુટપુસ્તક જેવું કહી શકાય. પ્રાચીનકાળમાં પણ એને જ સંપુટ કહેતા હશે ? કે થોડોક આકારભેદ હશે ? એ વિચારણીય છે.)
હવે સૃપાટિકાપુસ્તકને કહેશું - પાતળા પત્ર = પાનાવાળું અને ઊંચું પુસ્તક એ સૃપાટિકા તરીકે બુધપુરુષો કહે છે.
(૭) જે પુસ્તક લાંબુ હોય કે ટૂકું હોય પણ જે પહોળું અને અલ્પજાડાઈવાળું હોય તે પુસ્તકને શાસ્રસાર જાણી ચૂકેલાઓ સૃપાટિકાપુસ્તક કહે છે.
(૮) સંક્ષેપથી દૃષ્યપંચક બે પ્રકારે છે. તે પણ અપ્રતિલેખનીય અને દુષ્કૃતિલેખનીય એ બે ભેદથી જાણવું.
(૯) અપ્રતિલેખ્યદુષ્યમાં તુલી, ઉપધાનક, ગંડોપધાન, આલિંગની અને મસુરક. વસમય આ પાંચ વસ્તુ અપ્રતિલેખ્ય છે. (રૂ ભરેલી રજાઈ કે ગાદલું એ તુલી. માથા નીચેનું ઓશીકું એ ઉપધાનક. શ્રીમંતોને માટેનું ગાલનીચે મૂકવાનું ઓશીકું એ ગંડોપધાન. અનેક રાણીઓને રાજા રોજ તો સંતોષ ન આપી શકે એટલે બધાને પુરુષ પ્રમાણ લંબાઈવાળું-રૂ ભરેલું સાધનવિશેષ અપાય, જેના દ્વારા રાણીઓ સંતોષ પામે તે આલિંગિની.)
(૧૦) પ્રહ્લાદિ, કુતુપિ, પ્રાવારક, નવત્વક્ તથા દેઢગાલિકા આ પ્રમાણે દુષ્પતિલેખ્ય બીજું દૃષ્ય-પંચક છે.