SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ પ્રકારના કર્મો ૪૩૩ ‘ય ર્જ્વાત:’ (સિદ્ધહેમશબ્દાનુશાસન ૫/૧/૨૮) આ સૂત્રથી ય પ્રત્યય લગતા વેદ્ય શબ્દ બને છે. વેદ્ય એટલે વેદનીય કર્મ. જો કે બધા કર્મ વેદાય છે છતાં પણ પંકજ વગેરે શબ્દોની જેમ વેદ્ય શબ્દ રૂઢિના વિષયવાળો હોવાથી સાતા અને અસાતા રૂપ કર્મ જ વેદ્ય કહેવાય છે, બીજા નહીં. જે મોહ પમાડે એટલે કે જાણનારા એવા પણ જીવને સાચા-ખોટાના વિવેક વિનાનો કરે તે મોહ, ‘તિહાર્િ’ ગણમાં આવતો હોવાથી અવ્ પ્રત્યય લાગે, એટલે કે મોહનીય કર્મ. જેનાથી જીવ બીજી ગતિમાં જાય તે આયુષ્ય. અથવા પોતે કરેલા કર્મથી મળેલી નરક વગેરે દુર્ગતિમાંથી નીકળવાના મનવાળા જીવને પણ જે પ્રતિબંધક બને છે તે આયુષ્ય. બન્ને ઠેકાણે ઉણાદિનો ખુલ્ પ્રત્યય લાગે છે. અથવા એક ભવમાંથી બીજા ભવમાં જનારા જીવને જેનો અવશ્ય ઉદય થાય છે તે આયુષ્ય ‘પુષોાય:’ (સિદ્ધહેમ. ૩/૨/૧૫૫) સૂત્રથી આયુ: શબ્દ બન્યો. જો કે બધા કર્મો ઉદયમાં આવે છે, છતાં પણ આયુષ્યમાં ફરક છે, કેમકે બાકીના કર્મો બંધાયા પછી કેટલાક તે જ ભવમાં ઉદયમાં આવે છે અને પ્રદેશોદયથી ભોગવાયેલા કેટલાક કર્મો બીજા ભવમાં પણ પોતાના વિપાકથી ઉદયમાં નથી આવતા, એટલે બન્ને રીતે વ્યભિચાર છે, આયુષ્યમાં આવું નથી, કેમકે બંધાયેલુ આયુષ્ય તે જ ભવમાં ઉદયમાં આવતું નથી અને બીજા ભવમાં ગયા પછી પોતાના વિપાકથી અવશ્ય ઉદયમાં આવે છે, એટલે વિશિષ્ટ એવું જ ઉદયમાં આવવું વિવક્ષિત હોવાથી અને તે આયુષ્યમાં જ હોવાથી તેનું જ આયુ: એવું નામ છે, અથવા જેનો ઉદય થવા પર તે ભવને યોગ્ય બાકીના બધા કર્મો ઉપભોગમાં આવે છે તે આયુષ્ય. જે કર્મ જીવને ગતિ, જાતિ વગેરે પર્યાયોના અનુભવ માટે તૈયાર કરે છે તે નામકર્મ. જેને લીધે જીવ ઊંચા-નીચા શબ્દોથી કહેવાય છે તે ગોત્ર. ‘સૂકુ રાજ્’ ધાતુ પરથી ગોત્ર શબ્દ બન્યો છે. જેનાથી દાન વગેરે લબ્ધિઓ વિશેષથી હણાય છે તે વિઘ્ન એટલે કે અંતરાય. વિ + હૅન્ ધાતુને ‘સ્થાન્નાયુધિવ્યાધિહનિષ્યઃ :'સૂત્રથી TM પ્રત્યય લાગી વિઘ્ન શબ્દ બન્યો છે. 7 શબ્દ સમુચ્ચય અર્થમાં છે. ‘પળનવડુબટ્ટુવીમ’ વગેરે. અહીં દ્વન્દ્વથી યુક્ત બહુવ્રીહિસમાસ છે. ભાવાર્થ આ પ્રમાણે છે. જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારનું છે, દર્શનાવરણ કર્મ નવ પ્રકારનું છે, વેદ્યકર્મ બે પ્રકારનું છે, મોહનીય કર્મ અઠ્યાવીસ પ્રકારનું છે, આયુષ્ય કર્મ ચાર પ્રકારનું છે, નામ કર્મ એકસો ત્રણ પ્રકારનું છે, ગોત્ર કર્મ બે પ્રકારનું છે, અંતરાય કર્મ પાંચ પ્રકારનું છે. પ્રશ્ન - જ્ઞાનાવરણ કર્મ વગેરેનો આ રીતે ઉલ્લેખ કરવાનું કોઈ પ્રયોજન છે કે જેમતેમ જ કોઈક રીતે આ ઉલ્લેખ કર્યો છે ? જવાબ - પ્રયોજન છે. પ્રશ્ન - શું પ્રયોજન છે ? જવાબ જ્ઞાન અને દર્શન એ જીવનું સ્વરૂપ છે, કેમકે તેમના વિના જીવપણું નથી. જીવનું લક્ષણ ચેતના છે. તેથી જ્ઞાન-દર્શનના અભાવમાં તે શી રીતે હોય ? જ્ઞાન અને દર્શનમાં પણ જ્ઞાન પ્રધાન છે, કેમકે તેનાથી જ બધા શાસ્ત્રો વગેરેની વિચારણાની પરંપરા ચાલે છે. વળી -
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy