SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૩ ચાર પ્રકારના અભિગ્રહો એ ત્રણેય કાળમાં થતા ગુણ-દોષો કહે છે – ભિક્ષા આપનાર ગૃહસ્થ અને ભિક્ષા લેનાર યાચકને અલ્પ પણ અપ્રીતિ ન થાય અને પૂર્વકર્મ-પશ્ચાત્કર્મ વગેરે દોષો ન લાગે એ માટે સાધુએ ગૃહસ્થના ભોજન કાળે ભિક્ષાર્થે જવું જોઈએ. ભિક્ષાકાળની પહેલાં અને ભિક્ષાકાળ વીતી ગયા પછી ભિક્ષા લેવા જવું એ શ્રેયસ્કર નથી. આથી ભિક્ષાકાળના સમયે ભિક્ષા માટે જાય. (૩૦૨). ભાવઅભિગ્રહ કહે છે - ઉસ્લિપ્ત એટલે કે મૂળ વાસણમાંથી લઈને ચમચા વગેરેમાં ઉપાડ્યું હોય, અથવા નિક્ષિપ્ત એટલે કે મૂળ વાસણમાંથી લઈને જમવાની થાળી વગેરેમાં મૂક્યું હોય તેવું જ લઈશ, અથવા ગાતો, રડતો, બેઠેલો કે ઊભેલો કોઈ આપશે તો જ લઈશ, અથવા પાછો ખસતો, સામે આવતો, વિમુખ થયેલ (અવળા મુખવાળો), આભૂષણોથી અલંકૃત કે આભૂષણોથી રહિત એવો કોઈ આપશે તો લઈશ, આવા વિવિધ અભિગ્રહો ભાવ અભિગ્રહ છે. (૩૦૩-૩૦૪) . (સટીક પંચવસ્તકના આશ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર.) છદ્મસ્થ અવસ્થામાં વિચરતા શ્રીવીરપ્રભુએ પણ ચાર અભિગ્રહો લીધા હતા. આવશ્યકનિર્યુક્તિની વૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે - ત્યાં પોષ વદ એકમના દિવસે પ્રભુ આવા પ્રકારના આ ચાર અભિગ્રહો લે છે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. દ્રવ્યથી સૂપડાના ખૂણા વડે અડદ, ક્ષેત્રથી ડેલીને ઓળંગીને, કાળથી ભિક્ષાચરો પાછા ફરે છતે, ભાવથી દાસપણું પામેલી, બેડીથી બંધાયેલી, મુંડન કરાયેલા મસ્તકવાળી, રડતી, અટ્ટમ કરેલ, રાજાની દીકરી આ પ્રમાણે વહોરાવે તો કહ્યું બીજું ન કલ્પે. આ પ્રમાણે અભિગ્રહ લઈને પ્રભુ કૌશાંબીમાં રહે છે. (૫૧૮ મી ગાથાની વૃત્તિ)' ગાથાસહસ્ત્રીમાં પણ કહ્યું છે, “દાસપણું પામેલી, બેડીમાં બંધાયેલી, મુંડિત થયેલી, ભૂખી, રડતી, રાજાની દીકરી ડેલીને બે પગની વચ્ચે કરીને બે પ્રહર પસાર થયે છતે સૂપડાના ખૂણા વડે અડદ જો મને આપે તો પારણું કરવું - ભગવાનનો તે આ મહાઅભિગ્રહ હતો. (૭૬૪) ગરુ આ ચાર પ્રકારના અભિગ્રહોને ગ્રહણ કરવામાં અને પાળવામાં પરાયણ હોય છે. આ પ્રમાણે છત્રીસ ગુણોરૂપી નિધાનને ધારણ કરનારા ગુરુ વિજય પામો. (૨૦) આમ ઓગણીસમી છત્રીસી સંપૂર્ણ થઈ.
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy