SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર પ્રકારના અભિગ્રહો ૭૫૧ અભિગ્રહ એટલે વિશેષ પ્રકારના સાધ્વાચારરૂપ નિયમ. તે ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ દ્રવ્યઅભિગ્રહ, ૨ ક્ષેત્રઅભિગ્રહ, ૩ કાળઅભિગ્રહ અને ૪ ભાવઅભિગ્રહ. પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે - તે ગોચરી સંબંધી અભિગ્રહો અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. (૨૭૦)' પંચવસ્તકમાં અને તેની વૃત્તિમાં આ અભિગ્રહોનું સ્વરૂપ આ રીતે બતાવ્યું છે – ‘દ્રવ્યઅભિગ્રહોને કહે છે – આજે હું “લેપવાળાં ચિકાસવાળાં રાબ વગેરે, અથવા લેપમિશ્રિત, અથવા લેપરહિત=રૂક્ષ કઠોળ વગેરે, અથવા ખાખરો વગેરે અમુક જ દ્રવ્યો લઈશ.” એવો નિયમ, અથવા “કડછી, ભાલાની અણી વગેરે અમુક જ દ્રવ્યથી વહોરાવે તો લઈશ.” એવો નિયમ, એ (વગેરે) દ્રવ્યઅભિગ્રહ છે. (૨૯૮) ક્ષેત્રઅભિગ્રહ કહે છે : હવે કહેવાશે તે ગોચરભૂમિઓ પ્રમાણે ફરતાં જે મળે તે જ લેવાનો નિયમ, અથવા ઉંબરાની વચ્ચે ઊભા રહીને (ચંદનબાળાએ શ્રી મહાવીરસ્વામીને વહોરાવ્યું હતું તેમ) વહોરાવે તો જ લેવાનો નિયમ, અથવા સ્વગ્રામ કે પરગ્રામમાંથી જે મળે તે જ લેવાનો નિયમ, અથવા અમુક ધારેલા ઘરોમાંથી જે મળે તે જ લેવાનો નિયમ, એ (વગેરે) ક્ષેત્રઅભિગ્રહ છે. (૨૯૯). ગોચરભૂમિઓ જણાવે છે – ઋજવી, ગત્વા પ્રત્યાગતિ, ગોમૂત્રિકા, પતંગવીથિ, પેટા, અર્ધપેટા, અત્યંતરશંબૂકા અને બહિઃશબૂક એ આઠ ગોચરભૂમિઓ છે. આ ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ તો વૃદ્ધસંપ્રદાયથી જાણવો. વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે :- ૧ ઋજવી એટલે સરળ. ઉપાશ્રયમાંથી નીકળેલો સાધુ સીધા માર્ગે એકશ્રેણિમાં રહેલા ઘરોમાં ક્રમશઃ ફરતાં છેલ્લા ઘર સુધી આવે, આટલા ઘરોમાંથી ભિક્ષા ન મળે તો પણ બીજે ક્યાંય ગયા વિના સીધા માર્ગે ઉપાશ્રયમાં પાછો આવે તે ઋજવી. ૨ જેમાં ગવા=એક શ્રેણિમાં ફરીને પ્રત્યાગતિ = પાછા ફરતાં બીજી શ્રેણિમાં વહોરતો આવે તે ગત્વા પ્રત્યાગતિ. ઋજવીની જેમ એક ગૃહશ્રેણિમાં ફર્યા પછી પાછો ફરતો સાધુ સીધા માર્ગે બીજી ગૃહશ્રેણિમાં છેલ્લા ઘર સુધી ફરીને ઉપાશ્રયમાં આવે તે ગત્વા પ્રત્યાગતિ. ૩ ગોમૂત્રિકા એટલે બળદના જમીન ઉપર પડેલા પેશાબના આકારના જેવી. સામસામે શ્રેણિમાં રહેલા ઘરોમાં ડાબી શ્રેણિના ઘરથી જમણી
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy