SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૨ પંદર પ્રકારના યોગ જીવ એકાંતે સત્ છે વગેરે. વસ્તુના સાચા અને ખોટા સ્વરૂપને વિચારવામાં તત્પર હોય તે મિશ્રમનોયોગ. જ્યારે ધાવડી, ખદિર, પલાશ વગેરેથી મિશ્ર ઘણા અશોકવૃક્ષો માટે “આ અશોકવન છે.” એવું વિચારે ત્યારે તે મિશ્રમનોયોગનો વિષય બને છે. અહીં અશોકવૃક્ષો હોવાથી આ વિચાર સાચો છે, બીજા ધાવડી વગેરે વૃક્ષો પણ ત્યાં હોવાથી આ વિચાર ખોટો છે. તેથી મિશ્ર છે. જે સાચું પણ નથી અને ખોટું પણ નથી એવું આમંત્રણ આપવું, સમજાવવું વગેરે રૂપ ચિંતન તે અસત્યઅમૃષા. જેમકે હે દેવદત્ત ! ઘડો લાવ, ધર્મ કર, ભિક્ષા આપ વગેરે. આ ચાર પ્રકારનો મનોયોગ છે. વચનયોગ પણ એ જ ચાર પ્રકારનો છે. ઉદાર એટલે પ્રધાન. ઉદાર એ જ ઔદારિક. અહીં તીર્થકરો અને ગણધરોના શરીરની અપેક્ષાએ પ્રધાનતા જાણવી, કેમકે અનુત્તર દેવનું શરીર પણ તેમના કરતા અનંતગુણહીન રૂપવાળું છે. અથવા ઉદાર એટલે સાધિક એક હજાર યોજન પમાણવાળુ હોવાથી શેષશરીરો કરતા મોટું. ઉદાર એ જ ઔદારિક. ઔદારિક શરીરનું મોટાપણું ભવધારણીય એવા સ્વાભાવિક શરીરની અપેક્ષાએ જાણવું, નહીંતર ઉત્તરવૈક્રિયશરીર એક લાખ યોજનવાળુ પણ મળે છે. ઔદારિક એ જ ભેગું કરાતું હોવાથી કાય તે ઔદારિકકાય. સહકારી કારણરૂપ ઔદારિકકાય વડે કે તે સંબંધી યોગ તે ઔદારિકકાયયોગ. તથા વિવિધ કે વિશિષ્ટ ક્રિયા તે વિક્રિયા. તેમાં થયેલું તે વૈક્રિય. જેને વિશિષ્ટ રીતે કરે તે વૈક્રિય. નિપાતનથી શબ્દ બન્યો. વૈક્રિય એ જ કાય તે વૈક્રિયકાય. તેના વડે યોગ તે વૈક્રિયકાયયોગ. તથા તેવા પ્રકારનું કાર્ય આવે ત્યારે વિશિષ્ટ લબ્ધિથી ચૌદપૂર્વધરવડે જે બનાવાય છે તે આહારક. અથવા જેના વડે તીર્થંકર પાસે જવ વગેરે સૂક્ષ્મ પદાર્થો ગ્રહણ કરાય છે તે આહારક. આહારક એ જ કાય તે આહારકકાય. તેના વડે યોગ તે આહારકકાયયોગ. તથા જેમાં ઔદારિક કાર્મણની સાથે મિશ્ર છે તે ઔદારિકમિશ્ર છે. પૂર્વભવમાંથી ઉત્પત્તિ દેશમાં આવેલો જીવ પહેલા સમયે કાર્પણથી જ આહાર લે છે. ત્યાર પછી ઔદારિકની શરૂઆત થઈ હોવાથી કાર્મણથી મિશ્ર એવા ઔદારિક વડે આહાર લે છે. નિર્યુક્તિકારે કહ્યું છે – “પૂર્વભવમાંથી આવેલો જીવ પહેલા સમયે કાર્મણથી આહાર કરે છે. ત્યારપછી શરીર બને ત્યાં સુધી મિશ્રથી આહાર કરે છે.” ઔદારિકમિશ્ર એવો કાય તે ઔદારિકમિશ્નકાય. તે વડે યોગ તે ઔદારિકમિશ્રકાયયોગ. તથા જેમાં વૈક્રિય કાર્મણની સાથે મિશ્ર હોય તે વૈક્રિયમિશ્રકાયયોગ. એ દેવો અને નારકીઓને અપર્યાપ્તાવસ્થામાં જાણવો. બાકીનો વાયુ વગેરેનો વૈક્રિયમિશ્રકાયયોગ મુખ્ય ન હોવાથી ન લેવો. તથા જેમાં આહારક ઔદારિકની સાથે મિશ્ર હોય તે આહારકમિશ્ર. આહારકમિશ્ર એ જ કાય તે આહારકમિશ્નકાય. તેના વડે યોગ તે આહારકમિશ્રકાયયોગ. જ્યારે કાર્ય પૂરું થયા પછી ચૌદ પૂર્વધર આહારકને ત્યજીને ઔદારિકને લેવા માટે પ્રવર્તે છે
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy