SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણઠાણા ૭૧૭ સંજવલન લોભ સંજ્વલન માયા સંજવલન માન સંજવલન ક્રોધ પુરુષવેદ હાસ્ય રતિ | અરતિ શોક ભય | જુગુણા | સ્ત્રીવેદ નપુંસકવેદ અપ્રક્રિોધ પ્રક્રિોધ અપ્ર.માનપ્રામાન અપ્ર.માયા. માયાઅપ્ર. લોભપ્ર. લોભ સમ્યકત્વમોહનીય મિશ્રમોહનીય મિથ્યાત્વમોહનીય અનંતાનુબંધી ક્રોધ અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા | અનંતાનુબંધી લોભ તથા યોગ એટલે વિર્ય, શક્તિ, ઉત્સાહ, પરાક્રમ. આ બધા પર્યાયવાચી શબ્દો છે. મન-વચન-કાય રૂપ કરણના ભેદથી યોગના ત્રણ નામ થાય છે – મનોયોગ, વચનયોગ અને કાયયોગ, કર્મપ્રકૃતિમાં કહ્યું છે - “તે વીર્ય પરિણામ, આલંબન અને ગ્રહણનું કારણ છે. તેથી તેના મનોયોગ, વચનયોગ અને કાયયોગ એમ ત્રણ નામ છે. કાર્યનું નજીકપણું અને જીવપ્રદેશોનો સાંકળના અવયવોની જેમ એકબીજામાં પ્રવેશ – આ બેને લીધે જીવપ્રદેશો પર વીર્યની વિષમતા થાય છે.” - તેમાં ભગવાનને મન:પર્યવજ્ઞાની કે અનુત્તરવાસી દેવોએ મનથી પૂછાયે છેતે મનથી જ જવાબ આપવાથી મનોયોગ હોય છે, કેમકે તેઓ ભગવાને પ્રયોજેલા મનોદ્રવ્યોને મન:પર્યવજ્ઞાન વડે કે અવધિજ્ઞાન વડે જુવે છે, અને જોઈને તેઓ વિવક્ષિત વસ્તુનો આકાર બીજી રીતે ન ઘટવાથી લોકના સ્વરૂપ વગેરે બાહ્ય પદાર્થને જાણે છે. ભગવાનને ધર્મદેશના વગેરેમાં વચનયોગ હોય છે. ભગવાનને આંખ ખોલ-બંધ કરવી, ચાલવું વગેરેમાં કાયયોગ હોય છે. તેથી આ ત્રણ યોગોની સાથે વર્તે તે સયોગી, “સર્વારિત્ન' (સિદ્ધહેમ કરાવ૬) આ સૂત્રથી રૂદ્ પ્રત્યય લાગ્યો. જેની પાસે કેવળ એટલે કેવળજ્ઞાન-કેવળદર્શન છે તે કેવળી.
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy