SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧) જાણે જાણે ચૌદ ગુણઠાણા | જાણે નહીં | સ્વીકારે | પાળે | જાણે સ્વીકારે નહીં | પાળે નહીં સ્વીકારે નહીં | પાળે. સ્વીકારે. પાળે નહીં. જાણે સ્વીકારે પાળે. તેમાં પહેલા ચાર ભાગાઓમાં અજ્ઞાની હોવાથી મિથ્યાદષ્ટિ છે, બાકીના ભાગાઓમાં જ્ઞાની હોવાથી સમ્યગુદૃષ્ટિ છે. પહેલા સાત ભાંગાઓમાં એની પાસે વિરત (વિરતિ) નથી. તેથી અવિરત છે. ‘અપ્રાદ્રિ' (સિદ્ધહેમ શરા૪૬) સૂત્રથી 5 પ્રત્યય લાગ્યો છે. છેલ્લા ભાંગામાં વિરતિ છે. અથવા જે સાવદ્યયોગોથી અટકેલો હોય તે વિરત. “પત્યથ પિવ' (સિદ્ધહેમ વાા૨૨) સૂત્રથી કર્તામાં રુ પ્રત્યય લાગતા વિરત શબ્દ બન્યો. વિરત ન હોય તે અવિરત. અવિરત એવો સમ્યગુદૃષ્ટિ તે અવિરતસમ્યગુદૃષ્ટિ. કહેવાનો ભાવ આવો છે – પૂર્વે વર્ણન કરાયેલ ઔપશમિક સમ્યગ્દષ્ટિ, શુદ્ધ દર્શનમોહનીય પૂંજના ઉદયવાળો ક્ષાયોપશમિકસમ્યગુદૃષ્ટિ કે જેનું દર્શનસતક (દર્શન મોહનીય ૩ + અનંતાનુબંધી ૪) ક્ષય થયું છે એવો ક્ષાયિકસમ્યગૃષ્ટિ ભગવાને કહેલ સાવદ્યયોગની વિરતિને મોક્ષરૂપી મહેલ પર ચઢવા માટે નિસરણી સમાન જાણતો હોય, અપ્રત્યાખ્યાનાવરણકષાયના ઉદયરૂપ વિઘ્ન આવેલ હોવાથી વિરતિને સ્વીકારે નહીં અને તેને પાળવા માટે યત્ન ન કરે તે અવિરતસમ્યગદષ્ટિ કહેવાય છે. તેનું ગુણસ્થાન તે અવિરતસમ્યગૃષ્ટિગુણસ્થાન. કહ્યું છે કે, “અવિરતિથી થનારા કર્મબંધને અને રાગ-દ્વેષના દુઃખને જાણતો, વિરતિસુખને ઇચ્છતો, વિરતિને કરવા અસમર્થ, પાપી કાર્યોના આચરણની નિંદા કરતો, જીવ-અજીવને જાણનારો, અચલ સમ્યગદર્શનવાળો, ચલિતમોહવાળો એ અવિરતસમ્યગદષ્ટિ છે. ૪ તથા જેની સર્વસાવદ્યયોગના એક વ્રતના પૂલ સાવઘયોગથી માંડીને બધા વ્રત વિષયક અનુમતિ સિવાયના સાવદ્યયોગ સુધીના દેશમાં વિરત (વિરતિ) હોય તે દેશવિરત. પ્રત્યાખ્યાનાવરણકષાયના ઉદયથી એની પાસે સર્વસાવદ્યની વિરતિ નથી. સર્વવિરતિરૂપ પચ્ચક્ખાણને આવરે તે પ્રત્યાખ્યાનાવરણ કષાયો. કહ્યું છે કે, “સમ્યગ્દર્શનથી યુક્ત, પોતાની શક્તિ મુજબ એક વ્રતથી માંડીને છેલ્લે માત્ર અનુમતિ (સિવાયની સર્વ વ્રતો)ની વિરતિને ગ્રહણ કરનારો તે દેશયતિ છે.” દેશવિરતનું ગુણસ્થાન તે દેશવિરતગુણસ્થાન. ૫ તથા જે સારી રીતે અટકેલા હોય તે સંયત. “અત્યથડર્ન' (પાશ૧૨) સૂત્રથી છે પ્રત્યય લાગે. સંયમના યોગોમાં જેણે પ્રમાદ કર્યો હોય એટલે જે સીદાયેલો હોય તે પ્રમત્ત.
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy