________________
૬૮૦
બાર ભાવના ટીકાર્ય - જયાં શરીર અને જીવનું આધાર-આધેય, મૂર્ત-અમૂર્ત, અચેતન-ચેતન, અનિત્ય-નિત્ય, બીજા ભવમાં અગમન-ગમન વડે કરીને જુદાપણું છે, તો પછી ધન, બંધુ, માતા-પિતા, મિત્રો, સેવકો, પત્ની, પુત્રો એ જુદા છે – એમ બોલવું એ ખોટું કથન નથી. કહેવાનો ભાવ એ છે કે, જો સાથે રહેનાર શરીર યુક્તિથી જુદું સ્વીકાર્યું, પછી ધનાદિક પદાર્થો જુદા સ્વીકારવામાં હરત આવતી નથી. (૭૦)
હવે અશુચિભાવના કહે છે -
ગાથાર્થ - શરીર રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજ્જા, શુક્ર, આંતરડા, વિષ્ટારૂપી અશુચીના સ્થાનભૂત છે તો પછી તે શરીરનું પવિત્રપણું ક્યાંથી? (૭૨)
ટીકાર્ય - ખાધેલા-પીધેલા આહાર-પાણીના પરિણમન થવાથી થયેલો રસ, રસમાંથી થયેલું લોહી, લોહીમાંથી થયેલું માંસ, માંસમાંથી તૈયાર થયેલી ચરબી, મેદમાંથી થયેલાં હાડકાં, હાડકામાંથી થયેલી મજજા, મજ્જાથી થયેલ વીર્ય, આંતરડાં, વિષ્ટા આ સર્વ અશુચિ પદાર્થોનું સ્થાન કાયા છે. તે કાયાની પવિત્રતા કેટલી હોય? અર્થાત્ કાયાની બિલકુલ પવિત્રતા નથી. (૭૨)
હવે આશ્રવભાવના કહે છે –
ગાથાર્થ જીવોના મન-વચન-કાયાના વ્યાપારરૂપી યોગો શુભાશુભ કર્મને ઉત્પન્ન કરે. છે. તેથી તે યોગને જ આશ્રવ કહ્યા છે. (૭૪)
ટીકાર્થ : મન, વચન અને કાયાના વ્યાપારો, તે યોગ કહેવાય. આ યોગો શુભ અને અશુભ કર્મ જીવોમાં લાવે છે, તેથી તેને આશ્રવ કહેવાય. તેમાં, શરીરધારી આત્માવડે સર્વ આત્મ-પ્રદેશો વડે ગ્રહણ કરેલા મનોયોગ્ય પુદ્ગલો શુભ વગેરે મનન કરવા માટે કરણરૂપ બને છે. તેના સંબંધથી આત્માનો પરાક્રમવિશેષ તે મનોયોગ. તે મનવાળા પંચેન્દ્રિયને હોય છે. તથા દેહધારી આત્માવડે ગ્રહણ કરાયેલા અને છોડાયેલા વચન-યોગ્ય પુદ્ગલો તે વચનપણે કરણરૂપ બને છે. તે વચનકરણના સંબંધથી આત્માની બોલવાની શક્તિ, તે વચનયોગ. તે બેઈજિયાદિક જીવોને હોય છે. કાય એટલે શરીર, આત્માનું નિવાસસ્થાન, તેના યોગથી જીવનો વીર્ય-પરિણામ, તે કાયયોગ. જેમ અગ્નિના સંબંધથી ઈંટ આદિ લાલરંગ પામે તેમ આ ત્રણે યોગો મન-વચન-કાયાના સંબંધી વીર્યના વિશેષ પરિણામને પામે છે. તે યોગ કહેવાય છે. કહેવું છે કે “યોગ, વિર્ય, સ્થાન, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ, સામર્થ્ય આ શબ્દો યોગના પર્યાયવાચક જાણવા.” (પંચસંગ્રહ ગા. ૩૯૬) જેમ દુર્બળ કે વૃદ્ધને ટેકો આપવાની લાકડી ઉપકાર કરે છે તેમ આ યોગો જીવને ઉપકાર કરનારા છે. તેમાં મનોયોગ્ય પગલો આત્મપ્રદેશમાં પરિણમાવવા, તે મનોયોગ. ભાષાયોગ્ય