________________
૬૪૪
દસ પ્રકારના પ્રાયશ્ચિત્તો પહેલા શલ્યથી થયેલ ઘામાં આ વિધિ છે. બીજા વગેરે શલ્યોથી થયેલ ઘામાં વળી આ વિધિ છે –
જેમાં શલ્ય બહુ દૂર સુધી ખૂંચેલું નથી એટલે થોડી દઢ રીતે લાગેલું છે એવા બીજા ત્રણમાંથી શલ્ય કાઢ્યા પછી ત્રણનું મર્દન કરાય છે. જેમાં શલ્ય બહુ ઊંડે સુધી ખેંચ્યું હોય એવા ત્રીજા વ્રણમાંથી શલ્ય કઢાય છે, વ્રણનું મર્દન કરાય છે અને વ્રણને કાનના મેલ વગેરેથી પૂરાય છે. (૧૪૨૧)
ચોથા શલ્યમાં વેદના ન થાય એટલા માટે શલ્ય કાઢીને લોહી કઢાય છે. પાંચમું શલ્ય કાઢે છતે ઘા જલ્દીથી રુઝાઈ જાય એટલા માટે ઘાવાળાની ચેષ્ટાઓ અટકાવાય છે, કેમકે એ શલ્ય વધુ ભયંકર છે. (૧૪૨૨)
છઠ્ઠ શલ્ય કાઢે છતે ત્રણવાળો પથ્ય અને થોડુ વાપરીને કે ભોજનનો ત્યાગ કરીને ઘાને રુઝાવે છે. સાતમુ શલ્ય કાઢે છતે તેટલું ખરાબ માંસ વગેરે છેદાય છે. (૧૪૨૩)
છતાં પણ શલ્ય ફેલાય, અટકે નહીં, એવા સર્પના ડંખ વગેરેમાં બાકીના અંગોની રક્ષા માટે હાડકા સહિત તે અંગને કાપી નખાય છે. (૧૪૨૪)
આમ દ્રવ્યવ્રણ અને તેની ચિકિત્સા બતાવી. હવે ભાવવ્રણ બતાવાય છે –
મૂહૂરમુખરૂવ' ગાથા બીજા કર્તાએ કરેલી છે અને ઉપયોગી છે, તેથી તેની વ્યાખ્યા કરાય છે. જીવહિંસા વગેરેથી અટકવારૂપ મૂળગુણો છે. પિંડવિશુદ્ધિ વગેરે ઉત્તરગુણો છે. મૂળગુણ-ઉત્તરગુણરૂપ, રક્ષણ કરનારા, શ્રેષ્ઠ ચારિત્રપુરુષને ગોચરી વગેરેમાં લાગેલા અપરાધો રૂપ શલ્યોથી ઉત્પન્ન થયેલો ભાવવ્રણ જાણવો. (૧) (40)
હવે અનેક ભેદવાળા આ ભાવવ્રણની વિચિત્ર (ભિન્ન ભિન્ન) પ્રાયશ્ચિત્તરૂપ ઔષધથી ચિકિત્સા બતાવાય છે –
તેમાં ગોચરી જવું, ચંડિલ જવું વગેરેથી લાગેલ અતિચાર આલોચનાથી જ શુદ્ધ થાય છે. અહીં અતિચાર એ જ વ્રણ છે એ પ્રમાણે બધે જોડવું. જોયા વિના બળખો નાંખવો વગેરે રૂપ બીજા ભાવવ્રણમાં “અરે ! આ અચાનક બળખો વગેરે નાંખવાથી હું સમિતિ વિનાનો છું કે ગુપ્તિ વિનાનો છું, તેથી મિચ્છામિ દુક્કડમ્' આ રીતે મિચ્છામિદુક્કડમ્ આપવું એ ચિકિત્સા છે.
સારા અને ખરાબ શબ્દ વગેરે વિષયોમાં મનથી રાગ-દ્વેષ થાય એમાં ત્રીજો ભાવવ્રણ છે. તે મિશ્રઔષધિથી ચિકિત્સા કરવા યોગ્ય છે. એટલે કે તે આલોચના અને પ્રતિક્રમણથી શુદ્ધ થાય છે. ચોથા ભાવવ્રણમાં દોષિત આહાર વગેરેને જાણીને તેનો ત્યાગ કરવો એ ચિકિત્સા છે. (૧૪૫૬)