SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ તેર ક્રિયાસ્થાનો ૬૩૧ મૃષાનિમિત્તક છઠ્ઠો દંડ (૮૨૫) ૭. અદત્તાદાનક્રિયા: મૃષાવાદ દંડની જેમ અદત્તાદાનદંડ પણ પોતાના કે નાયક વગેરે પરના માટે બીજાએ આપ્યા વગરનું ગ્રહણ કરવું તે અદત્તાદાનદંડ. બીજો અર્થ-જ્ઞાતિજનો કે સ્વજનો માટે આપ્યા વગરનું ગ્રહણ કરવું. (૮૨૬) ૮. અધ્યાત્મક્રિયાઃ અધ્યાત્મ ક્રિયાસ્થાન આ પ્રમાણે છે. અધ્યાત્મ એટલે મન, તે મનમાં બાહ્ય નિમિત્ત વિના જે શોક, વગેરેની ઉત્પત્તિ તે અધ્યાત્મ. જેની સામે કોઈ કંઈ પણ ખરાબ બોલે નહીં છતાં મનમાં કંઈક વિચારીને અતિશય દુભાયા કરે તેને આધ્યાત્મિકીક્રિયા કહેવાય. આ આધ્યાત્મિક ક્રિયા ઉત્પન્ન થવાના ક્રોધ, માન, માયા અને લોભ. એમ ચાર કારણો છે, બાહ્યનિમિત્ત વિના (સ્વપ્રકૃતિથી જ) અંદરમાં નિષ્કારણ ક્રોધાદિ કરીને દુઃખી થવું તે અધ્યાત્મક્રિયા છે એમ રહસ્યાર્થ છે. (૮૨૭-૮૨૮) ૯. મદક્રિયા જે જાતિ, કુલ, રૂપ, બલ, શ્રત, તપ, લાભ, ઐશ્વર્ય-એમ આઠ પ્રકારના માન વડે મદ વડે જે મત્ત થઈ પોતાના સિવાય બીજાનો જાતિ વગેરે દ્વારા તિરસ્કાર કરે કે “આ હલકટ (હલકો) છે' વગેરે વચનો વડે નિંદા કરે અને અનેક પ્રકારની કદર્થના કરવા વડે પરાભવ કરે, એ માનક્રિયાસ્થાન છે. ૧૦. અમિત્રક્રિયા - માતા-પિતા-જ્ઞાતિજનોના અલ્પ અપરાધમાં પણ, બાળવું, (ડામ દેવો) આંકવું, બાંધવું, મારવું વગેરે જે તીવ્ર દંડ કરે તે મિત્રદ્વૈષવર્તિ ક્રિયાસ્થાન એટલે કે અમિત્રક્રિયા છે. તેમાં દહન એટલે ઉંબાડીયા વગેરે વડે ડામ આપવો, આંકવું એટલે કપાળ વગેરેમાં સોય વગેરે વડે ચિહ્ન કરવાનું બંધન એટલે દોરડા વગેરે દ્વારા બાંધવું. તાડન એટલે ચાબૂક વગેરે દ્વારા મારવું. આદિ શબ્દથી અન્નપાણીનો (આહારનો) નિરોધ કરવો. (૮૨૭-૯૨૮-૮૨૯-૮૩૦) ૧૧. માયાક્રિયાઃ ગૂઢ સામર્થ્યવાળો હૃદયમાં જુદું, વચનમાં જુદું અને ક્રિયામાં જુદું એમ વિસંવાદી પોતાની ચેષ્ટા વડે કરે તે માયાક્રિયા છે. હૃદય એટલે મનમાં જુદો એટલે બોલે એનાથી જુદું જ વિચારતો હોય. વાણીમાં જુદો એટલે જે વિચાર્યું હોય તેનાથી જુદું જ બોલે. ગૂઢ સામર્થ્યવાળો વચન અને મન કરતા જુદા પ્રકારની પોતાની ચેષ્ટા-ગિતાકાર કરે છે. આ માયાપ્રત્યયિક ક્રિયાસ્થાન છે. (૮૩૧) ૧૨. લોભક્રિયાઃ મોટા સાવદ્યારંભ પરિગ્રહમાં અતિ આસક્ત, તથા સ્ત્રીના વિષે તથા કામભોગ વિષે અતિલોલુપી, પોતાને કષ્ટોમાંથી રક્ષણ કરવા માટે બીજા જીવોનો વધ, બંધન, મારવું વગેરે કરે તે લોભક્રિયા.
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy