SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૮ શ્રાવકના બાર વ્રતો પોતાના અને પરના ઉપર ઉપકાર કરનારા હોય છે.” એ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતોએ શ્રાવકોને છેલ્લું અતિથિસંવિભાગ નામનું શિક્ષાપદવ્રત કહ્યું છે. અહીં ભોજનના સમયે ભોજન માટે ઉપસ્થિત થનાર અતિથિ કહેવાય છે. પોતાની માટે બનાવેલા આહારવાળા વતી શ્રાવકની માટે સાધુઓ જ અતિથિ છે. જેથી કહ્યું છે કે :- “જે મહાત્મા વડે તિથિ અને પર્વોત્સવો છોડી દેવાયા છે, તેમને અતિથિ જાણવા. અને બાકીનાને અભ્યાગત જાણવા.” અતિથિનો જે સંવિભાગ તે અતિથિ સંવિભાગ. સંવિભાગના ગ્રહણથી પશ્ચાતુકર્મ વગેરે દોષોનો ત્યાગ સમજવો. અહીં સામાચારી કહે છે : શ્રાવકે પૌષધ પારી નિયમા સાધુને વહોરાવ્યા વગર પારણુ ન કરવું પણ વહોરાવીને પારણું કરવું. તે સિવાય (પૌષધના પારણા સિવાય) નિયમ નથી. અર્થાત્ પૌષધના પારણા સિવાય સાધુઓને વહોરાવીને પચ્ચકખાણ પારે કે પચ્ચકખાણ પારીને પછી વહોરાવે. તેથી પૌષધના પારણે પહેલા સાધુને વહોરાવીને જ પારણું કરવું. કેવી રીતે? જો તેવો દેશ-કાળ હોય તો પોતાના શરીરની વિભૂષા કરી સાધુના ઉપાશ્રયે જઈ ભિક્ષા માટે નિમંત્રણ કરે. આ વખતે સાધુઓની શું વિધિ હોય? તે કહે છે. તે વખતે એક સાધુ પડલાની પડિલેહણ કરે, એક મુહપત્તિની પડિલેહણ કરે, એક પાત્રાની પડિલેહણ કરે કે જેથી શ્રાવકને અંતરાય ન થાય. અથવા સાધુઓ પછી આવશે એમ વિચારીને વહોરાવવા કોઈ વસ્તુ રાખે તો સ્થાપના દોષ લાગે. જો પ્રથમ પોરસી (નવકારશી)માં નિમંત્રણ કરે તો નવકારશીવાળા સાધુ જાય. જો નવકારશીવાળા ન હોય તો ન જાય, ગૃહસ્થને ના પાડે, કોઈ સાધુ વાપરનાર ન હોય અને વહોરવા જાય તો વહોરેલું રાખી મૂકવું પડે. (રાખી મૂક્વાથી તેમાં કીડીઓ આવે વગેરે દોષનો સંભવ છે.) જો ગૃહસ્થ ખૂબ આગ્રહ કરે તો વહોરવા જાય અને સાચવીને રાખી મૂકે. પછી પાત્રા પડિલેહણ કરવાની પોરસી વખતે જે પચ્ચકખાણ પારે તેને આપે, અથવા સામાન્યથી અમુક સાધુને પારણું છે એમ જણાયે છતે અથવા “મારે પારણું છે” એમ સાધુએ કહ્યું છતે બીજા કોઈ સાધુને પારણું હોય તો તેને આપે. સામાન્યથી આ વિધિ કહી. પછી તે શ્રાવકની સાથે બે સાધુઓ જાય. (એકલા જવામાં અનેક દોષોની સંભવ હોવાથી) એક સાધુને ન મોકલવો જોઈએ. સાધુ આગળ અને શ્રાવક પાછળ એ રીતે ચાલે. ઘરે લઈ જઈ આસનનું નિમંત્રણ કરે. બેસે તો ઠીક, ન બેસે તો પણ વિનંતિ કરવાથી વિનયનો લાભ થાય. તે પછી આહાર-પાણી પોતે વહોરાવે અથવા આહારનું વાસણ પોતે પકડી રાખે અને પત્ની વગેરે બીજા વહોરાવે. અથવા જ્યાં સુધી વહોરે ત્યાં સુધી બેસી રહે. સાધુ પણ પશ્ચાતકર્મદોષ ન થાય માટે વહોરાવાતા દ્રવ્યમાંથી થોડું જ ગ્રહણ કરે. વહોરાવીને વંદન કરી સાધુને વળાવે. વળાવી પાછળ થોડે સુધી જાય. પછી જાતે વાપરે. સાધુ મહારાજને જે ન
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy