SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૮ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ અને ન જાણતો હોય તો કહે કે “હું કંઈપણ જાણતો નથી” આટલું છોડીને (આના સિવાય) બીજુ કંઈપણ ઘરનું કામ કરવું તે શ્રાવકને ખપે નહીં. એવો ભાવ છે. (૯૯૧-૯૯૨) ગાથાર્થ - ૧૧. શ્રમણભૂત પ્રતિમા :- ઉત્કૃષ્ટથી અગ્યાર મહિના સુધી રજોહરણ-પાત્રા લઈ, લોચ કરાવી અથવા અસ્ત્રાવડે મુંડન કરાવી શ્રમણભૂત એટલે સાધુ જેવો થઈ વિચરે. (૯૯૩) ટીકાર્ય - અસ્ત્રાથી મસ્તક મુંડાવીને અથવા હાથથી વાળ ખેંચવારૂપ લોચ કરીને મુંડાવેલ માથાવાળો, રજોહરણ એટલે ઓઘો તથા પાત્રા લઈ, આના ઉપલક્ષણથી બધા પ્રકારના સાધુઓના ઉપકરણો લઈને શ્રમણ-નિગ્રંથ એટલે સાધુના જેવા અનુષ્ઠાન કરવા વડે તે શ્રમણભૂત એટલે સાધુ જેવો કહેવાય. આવા પ્રકારનો સાધુ જેવો થઈ ઘરેથી નીકળી સમસ્ત સાધુની સામાચારી પાળવામાં હોંશિયાર એવો સમિતિ, ગુપ્તિ વગેરેને સારી રીતે પાળતો, ભિક્ષા માટે ગૃહસ્થોને ત્યાં પ્રવેશ કરતી વખતે “પ્રતિમાપારી શ્રમણોપાસકને ભિક્ષા આપો' એમ બોલી પ્રવેશ કરે. કોઈ પૂછે કે, “તમે કોણ છો !” તો કહે કે “હું પ્રતિમાપારી શ્રમણોપાસક છું.” એમ જણાવતો ગામ-નગર વગેરેમાં સાધુની જેમ માસકલ્પ વગેરે કરવાપૂર્વક અગ્યાર મહિના સુધી વિચરે. આ કાળમાન ઉત્કૃષ્ટથી કહ્યું છે. જઘન્યથી અગ્યારે પ્રતિમાઓ દરેક અંતર્મુહૂર્તાદિ પ્રમાણવાળી છે. તે કાળ, મરણ વખતે અથવા દીક્ષા લેવાની હોય તો સંભવે છે. બીજી રીતે નહીં. (૯૯૩) ગાથાર્થ - મમત્વભાવનો નાશ ન થયો હોવાથી સ્વજનોના ગામમાં તેમને મળવા માટે ત્યાં જાય. ત્યાં આગળ પણ સાધુની જેમ જ પ્રાસુક આહાર ગ્રહણ કરે. (૯૯૪) ટીકાર્થ - મારાપણું જે કરવું તે મમકાર, મમત્વભાવ દૂર ન થયો હોવાથી સ્વજનોને મળવા માટે તેમના ગામ તરફ જાય. આ કથન વડે મમત્વભાવ એ સ્વજનોને મળવાનું કારણ જણાવ્યું. બીજા સ્થળોએ તો સાધુની જેમ ભલે રહે પરંતુ તે સ્વજનોના ગામમાં પણ સાધુની જેમ જ વર્તે. પણ સ્વજનોના કહેવાથી ઘરચિંતા વગેરે ન કરે. જેમ સાધુ પ્રાસુક, નિર્દોષ, એષણીય આહાર લે છે તેમ શ્રમણભૂત પ્રતિમાનો ધારક શ્રાવક પણ પ્રાસુક એટલે અચિત્ત એષણીય અશન વગેરે આહાર કરે. સગા વહાલા સ્નેહ(રાગ)થી અનેષણીય ભોજન વગેરે બનાવે, આગ્રહ કરવાપૂર્વક તે વહોરાવવાને ઇચ્છે. તેઓ અનુવર્તન કરવા યોગ્ય પ્રાયઃ કરીને હોય છે. આથી તે અનેષણીય આહાર લેવાની સંભાવના હોય છે. છતાં પણ તે આહાર ગ્રહણ ન કરે. એવો ભાવ છે. આવશ્યકચૂર્ણિમાં પાછળની સાત પ્રતિમાઓના જુદા પ્રકારે પણ નામો મળે છે. તે
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy