SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૪ અકલ્પષક - સાધુઓને આહાર, શવ્યા, વસ્ત્ર, પાત્ર એ જે ચાર વસ્તુ સંયમને અપકારી હોવાથી અકથ્ય છે તેને વિધિથી ત્યાગતો સાધુ ૧૭ પ્રકારના સંયમને પાળે. જો તે ચારનો ત્યાગ ન કરે તો સંયમનો અભાવ થાય, માટે તેનો ત્યાગ કરે. (૪ર દોષવાળા આહારાદિ અકલ્પ છે, નિર્દોષ કથ્ય છે.) (૬/૪૬) આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે કે – ગાથાર્થ - પિંડ, શવ્યાવસ્ત્ર અને ચોથા પાત્રા. અકથ્ય એવા આ ચારની ઇચ્છા ન કરવી અને કલવ્ય એવા આ ચારને ગ્રહણ કરવા. (૬/૪૭) ટીકાર્ય - પિંડ વગેરેનું સ્વરૂપ પ્રગટ અર્થવાળું છે. આ બધાં અકથ્ય ન લેવા, કચ્છ લેવા. (૬/૪૮). અકલ્પ કહેવાયો. તેના કથનથી તેરમા સ્થાનની વિધિ કહેવાઈ. હવે ૧૪મા સ્થાનની વિધિ કહે છે - ગાથાર્થ - કાંસાઓમાં, કાંસાનાં પાત્રાઓમાં કે કુંડમોદોમાં અશનપાનાદિ ભોગવતો સાધુ આચારથી ભ્રષ્ટ થાય. (૬/૫૦) ટીકાર્થ - કંસ = કરોટિકા વગેરે. (કાંસાની નાની નાની વાટકીઓ વગેરે.) કંસપાત્ર = તિલક વગેરે. (તે નામવાળા કાંસાના વિશેષ પ્રકારના વાસણો) કુંડમોદ = હાથીના પગના જેવા આકારવાળા માટીના બનેલા કે અન્ય ધાતુના બનેલા વગેરે. આ બધામાં તદન્યદોષરહિત એવા પણ અશન, પાનાદિ વાપરતો સાધુ સાધુસંબંધી આચારથી ભ્રષ્ટ થાય છે. (તદન્યદોષરહિત - તત્ = એ કાંસાદિના વાસણો રૂપી દોષ, તેનાથી અન્ય દોષો આધાકર્માદિ. એ અશનાદિ તદન્યદોષરહિત છે, પણ તત્ દોષવાળા છે. આવા અશનાદિ માટે વાત છે.) ગૃહિભાજનનો દોષ કહેવાયો. તેના કથનથી ચૌદમા સ્થાનની વિધિ કહેવાઈ. હવે ૧૫મા સ્થાનની વિધિ કહે છે. ગાથાર્થ - આસંદી, પલ્ચક, મંચ, આસાલકમાં બેસવું કે ઊંઘવું આર્યોને અનાચરિત છે. (૬/૫૩)
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy