________________
૫૬૨
બ્રહ્મચર્ય-એ દશ યતિના ધર્મો જાણવા.
ટીકાર્થ - - ૧. ક્ષમા ઃ- ક્ષાન્તિ એટલે ક્ષમા. શક્તિવાન તરફથી કે અશક્ત તરફથી થતાં ઉપસર્ગને સહન કરવાનો પરિણામ એટલે સર્વથા ક્રોધત્યાગ તે ક્ષમા.
દસ પ્રકારનો ધર્મ
૨. માર્દવ :- મૃદુ એટલે કોમળ અથવા નમ્રપણાનો જે ભાવ અથવા ક્રિયા તે માર્દવ. નમ્ર રહેવું તથા અભિમાન ન કરવું તે માર્દવ.
૩. આર્જવ :- ઋજુ એટલે અવક્ર-સરળપણે મન-વચન-કાયાની ક્રિયા અથવા ભાવ તે આર્જવ. મન-વચન-કાયાની વિક્રિયાનો (કુટિલતાનો) અભાવ અથવા માયારહિતપણું તે આર્જવ.
૪. મુક્તિ :- મોચન એટલે છોડવું. બાહ્ય-આત્યંતર પદાર્થોમાંથી તૃષ્ણાનો જે ત્યાગ એટલે લોભનો ત્યાગ તે મુક્તિ.
૫. તપ ઃ- ૨સાદિ ધાતુ અથવા કર્મો જેનાથી તપે તે તપ. તે અનશન વગેરે બાર પ્રકારે છે.
૬. સંયમ :- આશ્રવની વિરતિ તે સંયમ.
૭. સત્ય :- મૃષાવાદની વિરતિ તે સત્ય.
૮. શૌચ :- સંયમમાં નિરતિચારતા તે શૌચ.
--
૯. આકિંચન્ય :- જેની પાસે કોઈ પણ દ્રવ્ય ન હોય તે અકિંચન. તેનો જે ભાવ તે આકિંચન્ય. ઉપલક્ષણથી શરીર અને ધર્મોપકરણ વગેરે ઉપર નિર્મમપણાનો જે ભાવ તે આકિંચન્ય.
૧૦. બ્રહ્મચર્ય :- બ્રહ્મચર્યની નવ ગુપ્તિ સહિત ઉપસ્થ (લિંગ)નું જે સંયમ તે બ્રહ્મચર્ય. આ દશ પ્રકારનો યતિધર્મ છે. બીજાઓ દશ પ્રકારનો યતિધર્મ આ પ્રમાણે કહે છે –
‘ક્ષમા, માર્દવ, આર્જવ, મુક્તિ, લઘુતા, તપ, સંયમ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય.’ અહીં લઘુતા એટલે દ્રવ્યથી અલ્પ ઉપધિ અને ભાવથી ગૌરવત્યાગ, ત્યાગ એટલે સર્વ સંગોનો ત્યાગ અથવા સંયમીને વસ્ત્રાદિ આપવું તે. બાકીનાં ઉપર પ્રમાણે. (૫૫૩)’
(સટીક પ્રવચનસારોદ્વારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાષાંતરમાંથી સાભાર)
ગુરુ દસ પ્રકારની વૈયાવચ્ચ, દસ પ્રકારના વિનય અને દસ પ્રકારના શ્રમણધર્મના સાચા સ્વરૂપને બીજાની સામે પ્રકાશિત કરે છે.
અકલ્પષટ્ક એટલે અકલ્પ વગેરે છ. તે આ પ્રમાણે જાણવું – ૧ અકલ્પ, ૨ ગૃહસ્થનું