________________
૫૬૦
૪૬. રસોઈ કરે.
૪૭. દ્રમ્પ વગેરે નાણાની પરીક્ષા કરે.
૪૮. દેરાસરમાં પેસતાં નિસિહી ન કરે.
દસ પ્રકારનો વિનય
૪૯-૫૨. છત્રી, પગરખા, તલવાર વગેરે શસ્ત્રો અને ચામર દેરાસરની
બહાર મૂકે નહીં પણ અંદર લઈ જાય.
પ૩. જુદા જુદા વિચાર કરવારૂપ મનની અસ્થિરતા કરે.
૫૪. તેલ વગેરેથી પોતે માલીશ કરે.
૫૫. ચિત્ત ફૂલ, તંબોલ વગેરેના પાંદડા બહાર ન મૂકે.
૫૬. હાર, રત્ન, વીંટી વગેરે અજીવને બહાર મૂકે તે આશાતના, કેમકે બહાર મૂકે તો ‘અરે ! આ તો ભિખારીનો ધર્મ.' એ પ્રમાણે ધર્મની નિંદા દુષ્ટ લોકો કરે.
૫૭. જિનપ્રતિમાને જોતાંની સાથે હાથ ન જોડે.
૫૮. એક શાટક ઉત્તરાસંગ ન કરે, એટલે ખેસ ન નાંખે.
૫૯. માથે મુગટ ધારણ કરે.
૬૦. માથા ઉપર શિરોવેષ્ટનરૂપ પાઘડી, ફેંટો બાંધે.
૬૧. માથા ઉપર ફૂલ વગેરેની વેણી કરે.
૬૨. કબૂતર, નાળિયેર વગેરેની હોડ કરે.
૬૩. દડો, ગેડી, લખોટી, કોડી વગેરેની રમતો રમે.
૬૪. પિતા વગેરેને જુહાર કરે.
૬૫. ભાંડ (ભવાઈ કરનાર), વિટ (ધૂતારો), નટ વગેરેની જેમ કક્ષા (બગલ) વાદન વગેરેની ક્રિયા કરે.
૬૬. તિરસ્કાર જણાવનાર ‘રે’કાર વગેરે શબ્દો વાપરે.
૬૭. શત્રુને અથવા દેવાદારને પકડે.
૬૮. લડાઈ કરે.
૬૯. વાળને ખુલ્લા કરે, ઓળે.
૭૦. પલાંઠી વાળીને બેસે.