SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સોળ પ્રકારના કષાયો ૫૦૧ (૯) સાધુ ખ્યાતિને અનુસરે નહીં. (૧૦) સાધુ સાતવેદનીયના ઉદયથી મળતા રસ અને સ્પર્શના સુખમાં તત્પર ન થાય. સાતાવેદનીયના ઉદયથી મળતા સુખનું ગ્રહણ કર્યું હોવાથી ઉપશમ સુખમાં તત્પર થવાનો નિષેધ નથી. આ દસમું સમાધિસ્થાન છે. કયાંક “વિત્તસમાદિઠ્ઠાણ' એવો પાઠ છે. ત્યાં પણ આ જ અર્થ જાણવો, પણ દસ પ્રકારના સત્ય ન કહેવા.” ગુરુનું મન દસ ચિત્તસમાધિસ્થાનોમાં લીન હોય છે. કષ એટલે કર્મ કે સંસાર, આય એટલે લાભ. જેનાથી કર્મ કે સંસારનો લાભ થાય તે કષાય. તે સોળ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા અને ૪ લોભ. આ દરેક કષાયો ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે – ૧ અનંતાનુબંધી, ૨ અપ્રત્યાખ્યાનાવરણીય, ૩ પ્રત્યાખ્યાનાવરણીય અને ૪ સંજવલન. પહેલા કર્મગ્રંથમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – “સોળ કષાયો અને નવ નોકષાયો એમ બે પ્રકારનું ચારિત્રમોહનીયકર્મ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એ કષાયો છે. જેમાં જીવોની પરસ્પર હિંસા થાય છે તે કષ એટલે સંસાર. જેનાથી જીવો સંસારમાં જાય તે કષાયો અથવા જેનાથી સંસારનો લાભ થાય તે કષાયો. કષાયો ચાર પ્રકારના છે - ક્રોધ, માન, માયા અને લોભ. ત્યાં ક્રોધ એટલે અક્ષમાનો ભાવ. માન એટલે જાતિ વગેરેથી ઉત્પન્ન થયેલો અહંકાર. માયા એટલે બીજાને ઠગવા. લોભ એટલે અસંતોષ એટલે કે આસક્તિનો ભાવ. સોળ કષાયો એ કષાયમોહનીય છે. વિભક્તિનો લોપ પ્રાકૃતપણાને લીધે થયો છે. એમ આગળ પણ જાણવું. કષાયોના સહચર તે નોકષાયો. તે નવ છે – હાસ્ય વગેરે છે અને ત્રણ વેદ. અહીં ‘ના’ શબ્દ સાહચર્યને કહે છે. એકલા નોકષાયોની મહત્તા નથી, પણ તેઓ અનંતાનુબંધી વગેરે કષાયોની સાથે ઉદયમાં આવે છે અને તેમના ફળ જેવું ફળ બતાવે છે, એટલે કે બુધ ગ્રહની જેમ બીજાના સંસર્ગનું અનુવર્તન કરે છે. કષાયોને વધુ પ્રગટાવતા હોવાથી તે નોકષાયો કહેવાય છે. કહ્યું છે – “કષાયોના સહવર્તી હોવાથી અને કષાયોને પ્રેરવાથી પણ હાસ્ય વગેરે નવને નોકષાય કહ્યા છે.” તેથી નવ નોકષાય એ નોકષાય-મોહનીય કહેવાય છે. હવે “જે પ્રમાણે ઉદ્દેશ (સામાન્ય વચન) કર્યો હોય તે પ્રમાણ નિર્દેશ (વિશેષ વચન) થાય' એ ન્યાયથી પહેલા કષાયમોહનીયની વ્યાખ્યા કહે છે. મા એટલે અનંતાનુબંધી. ત્યાં જે અનંત સંસારનો અનુબંધ કરવાના સ્વભાવવાળા હોય તે અનંતાબંધી કષાયો. કહ્યું છે કે, “જે કારણથી જીવોના અનંત સંસારનો અનુબંધ કરે છે તે કારણથી પહેલા કષાયોનું અનંતાનુબંધી એવું નામ પાડ્યું. તે ચાર પ્રકારના છે - ક્રોધ, માન, માયા અને લોભ. જો કે બાકીના ત્રણ
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy