SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 24 સં.૧૪૭૦માં લખાયેલી B. પ્રતના આધારે મેળવીને શુદ્ધ કરેલ છે, તેમજ અન્ય પ્રતિઓમાંથી પણ જ્યાં વધુ શુદ્ધ પાઠો જણાયા તેનો વાચનામાં સમાવેશ કર્યો છે. બીજા પાઠભેદો નીચે ટિપ્પણીમાં આપ્યા છે. અમને પ્રાપ્ત થયેલ ૯ પ્રતોમાંથી એક માત્ર ખંભાતની આ પ્રતની મૂળનકલ મળેલ છે બાકીની દરેક પ્રતોની ઝેરોક્ષ નકલો મળેલ છે અને એના આધારે આ સંપાદન-સંશોધનકાર્ય કર્યું છે. (૪) લાલભાઈદલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદની આ પ્રત છે. પ્રત ઉપર લા.દ.ભે. ૧૧૦૫૭ ક્રમાંક છે. લે.સં. ૧૫૩૮ છે કુલ પત્ર ૨૧૮ છે. પત્ર-૧ પૂર્વાર્ધ ઉપર ૧૬ લિટી છે, ત્યારપછી દરેક પત્રો ઉપર ૧૭ લિટી છે વચ્ચે અષ્ટકોણાકારે ખાલી જગ્યા છે. અંતિમ પત્ર ૨૧૮ પૂર્વાર્ધ ઉપર સં. ૧૫૩૮ વર્ષે ફાગણ વિદ ૧૦ ગુરુવારે આ રીતે લે.સં. આપેલ છે ત્યારપછી પ્રતિલેખનની પ્રશસ્તિ શરુ થાય છે તે આ પ્રમાણે છે - શ્રીપ્રા વાવંશે પરી૰ વનામાાં તાંપૂભુત પરી॰ મહમુદ્રાવળ માર્યા.....આટલું લખાણ છે ત્યારપછીનું ૨૧૮ ઉત્તરાર્ધ પૃષ્ઠ પ્રાપ્ત થયું નથી તેથી ખંડિત પાઠ મળે છે. ગ્રંથાગ્ર - ૧૨૨૭૪ છે. આ પ્રતની અમે L. સંજ્ઞા રાખેલી છે. (૫) હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાનમંદિર-લહેરુવકીલજૈનજ્ઞાનભંડાર-પાટણની આ પ્રત છે. પ્રતક્ર. ૧૦૩૫૧, ડા. ૨૨૨ છે. લે.સં. ૧૫૪૭ છે. કુલ પત્રો ૨૫૪ છે. આ પ્રતની ઝેરોક્ષ નકલ પણ પૂ.આગમસંશોધક જંબૂવિજયજીમ.ના આયોજનની છે અને તે ઝેરોક્ષ નકલની પણ ઝેરોક્ષનકલ કૈલાસસાગરસૂરિજ્ઞાનભંડાર-કોબાથી અમને મળેલ છે. દરેક પૃષ્ઠ ઉપર ૧૩ લિટી છે. અક્ષરો સુવાચ્ય છે. દરેક પૃષ્ઠ ઉપર વચ્ચે અષ્ટકોણાકાર ખાલી જગ્યા છે. અંતિમ પત્ર-૨૫૪ ઉ૫ર આ પ્રમાણે પ્રતિલેખનસંવત્ અને પ્રતિલેખકનો ઉલ્લેખ છે - સં. ૧૫૪૭ - ફાગણ સુદ - ૨ ગુરુવારે પાટણમાં ઉપદેશમાલાવૃત્તિ મુનિ કર્મચંદ્રે લખી છે. આ પ્રત્રની અમે H. સંજ્ઞા આપેલ છે. (૬) કૈલાસસાગરસૂરિજ્ઞાનમંદિર-કોબાની આ પ્રત છે તેનો ક્ર. ૧૧૯૮૭ છે. આ પ્રત ઉપર વિજયલક્ષ્મીજ્ઞાનમંદિર આગરા ૯૦૩ આ પ્રમાણેનો સીક્કો અંતિમપત્ર ઉ૫૨ છે. કુલ ૫ત્ર ૨૪૪-૨૪૫ પૂ. છે. દરેક પત્રો ઉપ૨ વચ્ચે અષ્ટકોણાકાર ખાલી જગ્યા છે. દરેક પૃષ્ઠ ઉપર ૧૫ લિટી છે. અંતિમપત્ર ૨૪૫ પૂ. ઉપર છેલ્લી લિટીમાં મુક્ત્તિસારવાવનાય એવો ઉલ્લેખ છે આ સિવાય પ્રતલેખન સંવત્ કે લખનાર-લખાવનારનો કોઈ ઉલ્લેખ કરેલ નથી. આ પ્રતની અમે K. સંજ્ઞા આપેલ છે. ખાસ નોંધ – ઉપદેશમાલાગ્રંથની નાવ ય ાવળસમુદ્દો....ગાથા-૫૪૩ અને અવવરમત્તાદ્દીનં....ગાથા-૫૪૪ અને આ બે ગાથાની વૃત્તિ ફક્ત આ એક પ્રતમાં પ્રાપ્ત થાય છે. આ સિવાયની કુલ ૭ પ્રતોમાં ‘ત્થ સમખણ્ડ ફળમો....ગાથા ૫૪૨ સુધીની વાચના પ્રાપ્ત થાય છે. (૭) ભાંડારકર ઓ.આર.-પૂનાની આ પ્રત છે પ્રત નં. ૧૧૦૩, લે.સં. ૧૫૬૬, કુલ પત્રો-૨૪૩ છે. દરેક પેજ ઉ૫૨ ૧૫ લિટી છે, અષ્ટકોણમાં વચ્ચે ચંદ્રક છે પ્રતની સ્થિતિ સારી છે. અંતિમ પૃષ્ઠ ૨૪૩ ઉપર ૩ લિટી છે તેમાં પ્રતિલેખન સંવત્ અને પ્રતિલેખકનો આ રીતે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે - સં. ૧૫૬૬ કાર્તિક વદિ ૮ રવિવારે, અણહિલ્લપુરનગરમાં મોઢજ્ઞાતીય ચાતુર્વેદ પં. મહાવએ પ્રત લખેલ છે. આ પ્રતની અમે A. સંજ્ઞા રાખેલ છે. ગ્રંથાત્ર ૩૭૧૪, આદિતો ગ્રંથાગ્ર ૧૨૩૭૪ છે. (૮) ભાંડારકર ઓ.આર. - પૂનાની આ પ્રત છે. પ્રત નં. ૩૬૯ છે, કુલ પત્રો ૧૭૪, દરેક પેજ ઉપર ૧૯ લિટી છે. અંતમાં....માતાવિશેષવૃત્તૌ તૃતીય: પરિવેષ: સંપૂર્ણ: ॥ સર્વસંગ્રંથાઘ્ર ૬૨૨૭૪ || ૭ || સંપૂર્છા ખિજાવ્યા ૩પરેશમાનાવિશેષવૃત્તિ: // લેખનસંવત્ કે પ્રતિલેખકનું નામ વગેરે કોઈ ઉલ્લેખ આ વ્રતમાં કરેલ નથી. અક્ષરો ઝીણા-મરોડદાર સુવાચ્ય A. D. H. L. K. KH. આ છ પ્રતોની અપેક્ષાએ આ પ્રતમાં વધુ શુદ્ધ વાચના જણાય છે. સંપાદનમાં શુદ્ધપાઠો આ પ્રતમાંથી પણ પ્રાપ્ત થયાં છે. સંભવતઃ ૧૭મા સૈકામાં લખાયેલી પ્રત લાગે છે. આ પ્રતમાં ૧૭૦ A-B થી ૧૭૪ A-B સુધીના પત્રો ખવાઈ ગયેલા હોવાથી ખંડિત પ્રાપ્ત થાય છે. આ પ્રતની અમે C સંજ્ઞા રાખેલ છે.
SR No.022274
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages564
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy