SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 22 પ્રતો અને ત્યારપછી મળેલી ભાંડરકર-પૂનાની ૩ પ્રતો કુલ ૯ પ્રતો પાપ્ત થયેલી. એ નવે પ્રતોના પાઠભેદો તેમણે નોંધ્યા. તાડપત્રીય અને શુદ્ધ પ્રાય: B. પ્રતિ સાથે વાચના મેળવતા ગયા એમાંથી ઘણા શુદ્ધપાઠો મળવા લાગ્યા, પૂના-ભાંડારકરની c. પ્રતમાંથી પણ શુદ્ધપાઠો મળ્યા એના આધારે યથાશક્ય શુદ્ધિકરણ શક્ય બન્યું. ફરી નવેસરથી વિરતિગ્રાફિક્સવાળા અખિલેશમિશ્રા પાસે મેટર કંપોઝ કરાવ્યું. પાઠભેદો અલગ અને સંપાદકીય ટિપ્પણીઓ જે નવી બનાવી છે તે બંનેને અલગ અલગ સેટીંગ કરાવી ફરી નવેસરથી પ્રફવાચન કરીને પાંચ પાંચ પ્રકો સુધી પસાર થયા પછી આજે આ ગ્રંથ ચતુર્વિધ શ્રીસંઘના ચરણે અર્પણ કરતાં પરમાનંદની અનુભૂતિ થાય છે. બેશક, ગ્રંથને પરિપૂર્ણ કરવા માટે મુખ્ય ફાળો હૃતોપાસિકા એ સાધ્વીજી મહારાજનો છે. એમને અનેકશઃ અભિનંદન અપું છું. હું તો માત્ર આ ગ્રંથના કાર્યમાં નિમિત્તરૂપ છું. હા, દુઃખ જરૂર થાય છે કે સંપૂર્ણ ગ્રંથનું કાર્ય મારાથી શક્ય ન બન્યું, પરંતુ સંપાદકીય લખાણમાં જણાવ્યા મુજબ અનેક સાધુ-સાધ્વીજીભગવંતોના સહયોગથી આ કાર્ય પરિપૂર્ણ થઈને છ પરિશિષ્ટો વગેરેથી સમૃદ્ધ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે તેનો આનંદ જરૂર વ્યક્ત કરું છું. કાંઈક હૈયાની વાત : (૧) ૫. ક્ષમાશ્રમણ ધર્મદાસગણિની (ગ્રંથકારશ્રીની) મૂળતિ ગાથા-ગાથાર્થમાંથી પસાર થવાનું બન્યું છે. સંપાદકીયમાં જણાવ્યા મુજબ મુંબઈ-મોતીશા લાલબાગસંઘમાં ઉપદેશમાળા ગ્રંથના પ્રવચનો થયા ત્યારે શ્રોતાગણને ગાથાઓ કંઠસ્થ કરવા પુસ્તકની આવશ્યકતા ઊભી થઈ. પૂ.આ.શ્રીએ મને જાણ કરી અને ફક્ત ૪ દિવસના ટૂંકા ગાળામાં એ કાર્ય કરી આપવાનો સુઅવસર પ્રાપ્ત થયો છે. (૨) ઉપદેશમાલા ગ્રંથ ઉપરની પૂ.સિદ્ધર્ષિગણિની હેયોપાદેયાટીકા એના પણ સંશોધનાદિ કાર્યમાંથી પસાર થવાતું બન્યું છે. બે હસ્તપ્રતોના આધારે સળંગ ૧ વર્ષ સુધી એ કાર્યથી ભાવિત થવાનું બન્યું છે. (એ ગ્રંથ શ્રુતજ્ઞાનપ્રસારક સભાથી પ્રકાશિત થયેલ છે.) (૩) ઉપદેશમાલાકર્ણિકાના વૃત્તિકાર પૂ.શ્રીઉદયપ્રભસૂરિમહારાજની અન્ય રચના ધર્માભ્યદયમહાકાવ્ય અને વૃત્તિકારશ્રીની રચેલી પ્રશસ્તિઓ સુકૃતકીર્તિકલ્લોલિન્યાદિપ્રશસ્તિસંગ્રહમાં છે એ બંને ગ્રંથના નવીનસંસ્કરણોનું સંપાદન કરેલ હોવાથી એ કાર્યમાંથી પણ પસાર થવાનું બન્યું છે. (આ બંને ગ્રંથો ભદ્રંકરપ્રકાશનથી પ્રકાશિત થયેલ છે.) અંતે વૃત્તિકારશ્રીની અતિ અભુત કહી શકાય એવી આ ઉપદેશમાલાની “કર્ણિકા' વૃત્તિના કાર્યમાંથી પણ અનેકવાર પસાર થવાનું બન્યું છે. તે માટે પૂ.આચાર્યશ્રી કીર્તિયશસૂરિજીમનો ઉપકાર માનું તેટલો ઓછો છે કે મને આવી તેરમા સૈકાની શ્રેષ્ઠ કૃતિના કાર્યમાં સહયોગી બનવાની અમૂલ્ય તક આપી. પ્રાંતે અંતરની એક જ ભાવના વ્યક્ત કરું છું કે ચતુર્વિધ સંઘમાંથી સૌ કોઈ પ્રાકૃત-સંસ્કૃત ભાષાના અભિજ્ઞજનો આ ગ્રંથને વાચવાનું રાખે. જેમને પ્રૌઢશેલિના કથાનકોના અર્થો ન બેસે તેવાઓ ટીકાગ્રંથને વાચે અને પ્રાકૃત-સંસ્કૃત ભાષાના અનભિજ્ઞજનો મૂળગાથા અને અર્થનો સ્વાધ્યાય કરવાનું રાખે તો અત્યંત પરિશ્રમસાધ્ય કરેલો અમ સૌનો આ પ્રયાસ સફળતા પામશે. વિશેષ તો વિદ્ધજ્જનોને પ્રાર્થના કે પૂર્વના મહાપુરુષો પ્રત્યે ભક્તિથી પ્રેરાઈને આ સંશોધનક્ષેત્રમાં પા પા પગલી આગળ વધી છું. સંશોધન-સંપાદનાદિ કાર્યમાં જે કાંઈ પણ ક્ષતિઓ જણાય તે અંગે જરૂરથી જાણ કરજો. સંપૂર્ણ ગ્રંથના કાર્ય દરમ્યાન અનેકવાર સંવેગગર્ભિત વૈરાગ્યના ભાવો ઉલ્લસિત થયા છે. ગ્રંથને ફરી ફરી વાંચ્યા જ કરીએ એવો અહેસાસ અનુભવાયો છે. આવા ભાવોની અનુભૂતિ ગ્રંથ વાંચનાર સૌ કોઈને અનુભવાશે એવી અનુપમ આ કૃતિ છે અને એ સંવેગગર્ભિત વૈરાગ્યના ભાવો દ્વારા અસંગદશાને પામી ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કરી હું અને સૌ કોઈ લઘુકર્મી ભવ્યાત્માઓ કૈવલ્યદશાને પામી અંતે પરમસુખમય શાશ્વતસ્થાનમાં સાદિ અનંતભાગે વાસ કરીએ એ જ શુભકામના! વિ.સં. ૨૦૬૯, ફાગણ સુદ-૨ - પરમારાધ્ધપાદપૂ.આ.શ્રીરામચંદ્રસૂરિ મ.ના. બુધવાર, તા. ૧૩-૩-૨૦૧૩ સામ્રાજ્યવર્તી તથા પ્રવર્તિની પૂ.સા. રોહિતાશ્રીજીમ.ની શિષ્યા સાધ્વી ચંદનબાલાશ્રી ૨. સંપાદન-સંશોધનમાં ઉપયોગમાં લીધેલ નવે હસ્તપ્રતોનો પરિચય તથા નવે હસ્તપ્રતોના આદિ - અંત પત્રો આગળ પૃષ્ઠ ૨૩થી ૩૪ ઉપર આપવામાં આવેલ છે.
SR No.022274
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages564
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy