SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય વાસનાના વિવિધ-કારણે. અનાદાર કરીને મનગમતી વ્યાખ્યા કરવામાં કળાકૌશલ્યતા કેળવે છે, તે વસ્તુત: પિતાના અધ:પતનનું પ્રદર્શન કરાવે છે. શાસ્ત્રથી નિરપેક્ષ-રહેનારાઓ તારકદેવતીર્થંકરની, સૂત્રસંદર્ભક-ગણધરાદિ પૂ ભગવંતોની, નિયું. કિતકાર નિષ્ણાતની, ભાષ્યકાર-ભગવંતની અપભ્રાજનાકરીને અધોગતિના ભાગીદાર થાય. તેવાઓને બચાવી લેવા માટે શાસ્ત્રના પારંગતએ કમ્મર કસવી જ જોઈએ. શાસ્ત્રથી નિરપેક્ષ-રહેનારાઓ પોતાના પક્ષની જમાવટ માટે પુણ્ય-પાપનો હિસાબ સમજ્યા વગર લડાયક-લડવૈયાની જેમ અનેકવિધ વ્યુહરચના કરે છે, પણ શાસ્ત્રસિદ્ધાંતના પારગામીઓ તે વ્યુહરચનાઓને શાસપંકિતરૂપ વધારાએ વિખેરી નાંખે છે, એવી અનેક શાસ્ત્રનિરપેક્ષ ઘૂહરચનાને વિખેરી નાંખનારાઓ ભૂતકાળમાં હતા, અને આજે પણ છે, એ સ્મૃતિપટમાં સ્થિર રાખવા જેવું છે. શાસથી નિરપેક્ષ-રહેનારાઓને હતાશ કરનાર સેંકડે શાસન-પ્રભાવકોની નેધ શાસ્ત્રકારોએ સ્યાદ્વાદ-મુદ્રિત-શાસ્ત્રોમાં સુવર્ણાક્ષરે લીધી છે, કે જે નેધ નિરખીને કેક ભાગ્યશાળીઓ વર્તમાનમાં શાસ્ત્રપ્રદેશમાં વિહરવાનું શુરાતન મેળવી શકે છે. શાસથી નિરપેક્ષ-રહેનારાઓ શાસ્ત્રનું, શાસ્ત્રના વાક્યનું, શાસ્ત્રની પંકિતઓનું શાસ્ત્રના પદોનું શાસ્ત્રના પદાર્થોનું શાસ્ત્રના પૂર્વાપસંબંધનું બજે શાસ્ત્રના પારમાર્થિક રહસ્યનું પણ નિરીક્ષણ કરી શકે જ નહિ. શાસ્ત્રથી નિરપેક્ષ-રહેનારાએ બોટાને સાચું ઠરાવવા માટે મથે છે તે જેટલું ભયંકર છે, તેથી કંઈક ગણું ભયંકરપણે સાચાને ખોટું કરાવવામાં છે, અને તેથીજ ખુદ ભગવાનને શિષ્ય, અગીઆરપંગને પાડી. અને પાંચસો શિષ્યનો માલીક એ જમાલી પણ આસજોપકારિ-ચરમતીર્થંકર-પ્રભુ મહાવીરદેવને, અને તેમના સાચા સિદ્ધાંતને ખોટા ઠરાવવા માટે આકાશ પાતાળ એક કરતે પ્રભુમાર્ગ-પ્રવચન આદિને પ્રત્યેનીક ગણાય. શાસથી નિરપેક્ષ-રહેનારાઓના મુખમાંથી નીકળતા ઉલડાઈના ઉકળાટ, છાચારીના સૂર, ઉત્સત્રભાષીપણાની ઉચી બદાઇ, ભરપૂર વાઘાતવાત સંભળીને મૂર્ખાઓ મહાલે, અને તેઓ પ્રત્યે જગમશહૂર શાસનઝવેરીઓ ઘડીભર હસે તે તે અસ્થાને છે?, નહિ જ. શાસ્ત્રથી નિરપેક્ષ-રહેનારાઓ માર્ગદીપકશાસ્ત્રના વાસ્તવિક રહસ્યને પ્રકાશન કરવામાં બેદરકારી રાખે છે, પરંતુ દીપકસમ્યકત્વધારિ અભવ્યો પ્રભુમાર્ગને વાસ્તવિક પ્રકાશન કરવામાં તે બેદરકારી રાખતા નથી; માટેજ તેઓ (શાસ્ત્રોથી નિરપેક્ષ રહેનારાઓ) અભવ્યના વ્યવહારને પણ સ્પર્શી શક્યા જ નથી. ( શાસ્ત્રથી નિરપેક્ષ-રહેનારાએ શાસ્ત્રીય પુરાવા આપવાના સ્થાને “હું કહું છું, અમે કહીએ છીએ, અમારા ગુરૂ કહે છે” ઈત્યાદિ શબ્દ આગળ ધરીને દીપકસમ્યકત્વને પણ દી તેઓ કેમ બુઝાવી નાંખતા હશે ?, તે માટે તેઓની દયા ખાવા જેવું છે. ર–વૈરાગ્ય-વાસનાના વિવિધ-કારણે. શ્રાજિનેશ્વર ભગવાનના વચનના આધારે સંસારનું સ્વરૂપ વિચારનારા-વિજ્ઞપુરૂષોને સંસારમારાગાર પ્રત્યે કુત્સા થાય તેમાં આશ્ચર્ય નથી, છતાં કદાચિત મેહની પ્રબળતાથી, વિષયથી આસકત થવાને લીધે સંસારને
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy