SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. આજને ગાયકવાડી મુસદ્દો. આજનો મુસદ્દો પૂર્વભવ, કુળ સંસ્કાર, સદાચાર અને સત્સંગના પાવનમય પરિણામ સામે પત્થરબંધી દિવાલ ઉભી કરે છે. આજને મુસદ્દો હિંસા જૂઠ ચોરી વ્યભિચારાદિક પ્રવૃત્તિ અપનાવવા માટે કમ્મર કસે છે, બલકે તેવી પ્રવૃત્તિથી થતા ગુન્હા રોકવાના સાધનને નાશ કરવા મથે છે. આજનો મુસદ્દો ઘડનારા તેજ છે કે જેણે વીતરાગના, અને વૈરાગ્યના વાસ્તવિક–પરમાર્થપણાને પિછાણ્યા નથી. આજનો મુસદ્દો મેગલાઈ સદીઓની પાપમય-પુરાતની પુરાતની પિછાણ કરાવે છે. આજનો મુસદ્દો પ્રજાનું જેમાં હિત નથી, રાજાનું જેમાં શ્રેય નથી, પ્રજારાજાને યત્કિંચિત્ જેમાં લાભ પણ નથી, છતાં પણ ગાયકવાડ સ્ટેટ નુકશનિના નિઃસીમ ધોધમાર નિરંકુશ પ્રવાહ છોડવા કટીબદ્ધ થઈ છે. આજને મુસદ્દો મરણ પ્રમાણ દેખીને જન્મ પ્રમાણ ઘટાડવા ઘેલ બની ઉતાવળે થય છે. આજનો મસદો હિમાદિની ઉન્નતતાને જમીન દોસ્ત કરનાર ગાંડાહસ્તીની જેમ હતાશ થાય છે છતાં; એટલી પણ ગાંડાઇને વિચારતાં નથી. આજને મુસદ્દો એટલે પરમ પાવનમય, પરમ આશિર્વાદરૂ૫; અને જગતભરને કલ્યાણકારક દિવ્ય દીક્ષા ઉપર અણઘટતું નિયમન !!! ૧૩-સ્વાભાવિક છે !!! મુસદ્દાને યેનકેન પ્રકારેણ પસાર કરવાની તાલાવેલીમાં ન્યાય-નીતિને નિહાળાય જ નહિ એ સ્વાભાવિક છે. સગીરનું લવલેશ હિત નથી, બલકે પારાવાર અહિત છે; એવું જાહેર પ્રજા અનુભવીને પ્રચંડ પોકાર ચાલુ રાખે તે સ્વાભાવિક છે. અન્યાયની છુરીથી ન્યાય-નીતિનું છેદન ભેદન કરનાર મુસદ્દા સામે પ્રચંડ વિરોધ ઉઠે તે સ્વાભાવિક છે. આર્ય રાજ્યનીતિને ન છાજે તેવી રીતે ન્યાયના બહાના હેઠળ અન્યાયનું અવલોકન કરાવનાર રાજ્ય કારભારીઓ તરફ જાહેર પ્રજો હસે તે સ્વાભાવિક છે. સમિતિને રીપેર્ટ સર્વાગે ખોટો અને અધુરો હોવા છતાં પણ તેના ભરૂસે ભૂલા પડેલાઓની ભયંકર ભૂલ માટે સમગ્ર જગત દયા ખાય તે સ્વાભાવિક છે. બાળ દીક્ષિતે સિવાય પ્રભુમાર્ગની અવિચ્છિન્ન પ્રણાલિકાને પગભર કરી શકનાર કોઈ નથી, એવું જાણ્યા છતાં, સાંભળ્યા છતાં, એને અનુભવ્યાં છતાં બાળદીક્ષા દફનાવવા તૈયાર થયેલાઓની પીઠ થાબડનારાઓ ઘોર પાપની ઉપાર્જન કરે છે તે સ્વાભાવિક છે. મુસદ્દાની મુર્ખાઈ પર કલ્યાણકાંક્ષિ આત્માઓ આંસુ ઢાલે તે પણ સ્વાભાવિક છે. મુસદાની તરફેણ કરવાવાળા ઘણું છે, એવું જાહેર કરતાં પહેલાં વિરોધ કરનારાઓની સંખ્યા વિશેષ છેઅને એ વિશેષ સંખ્યા જાહેર કરવાથી પાપનો ઘડો જાહેર સૃષ્ટિમાં ફૂટી જશે એવી બહીકથી બહાવરા બનેલાઓ સાચી બીના પણ પ્રગટ ન કરી શકે તે સ્વાભાવિક છે.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy