SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાધ્ધાદિ-પષક-સુધામ્બિર • જીવ્યા કરતાં જોયું ભલું ” આ ન્હાની છતાંયે અર્થ-રસગાંભીર્યતાપૂર્ણ કહેવતની યથાર્થતાને તે ખરેખર આ સંવેગની સમરાંગણ ભૂમિનું અલૌકિક દિવ્ય દર્શનજ ચરિતાર્થ કરે છે. સંસાર એટલે રખડવાનું અજોડ સ્થાન !, સંસારીઓ એટલે રખડપટ્ટીના આગેવાન સલાહકાર છે, અને સંસારની રસિકતા એટલે રખડપટ્ટીને સુદ્રઢ બનાવનારે રંગ—રોળમજી), અર્થાતુ સંસાર સંબંધી પદાર્થોની પ્રાપ્તિ માટેનાજ ઉદ્યમ એટલે રખડપટ્ટીને ચાલુ ટકાવવાનો કારમો ઉધમ ! ! !; આ બધી બાબતને નિકાલ આ સંગિની સમરાંગણ ભૂમિના દિવ્ય દર્શન પછી સાત કે આઠ ભવ, બહુ તે અદ્ધપુદ્ગલ પરાવર્ત અને ઓછામાં ઓછો અંત મુહૂર્ત જ હોઈ શકે છે. ૭-શૂરા સરદારની ઉપ્તત્તિ! તે અણસમજના અગાધ-વારિપ્રવાહમાં વિવિધ ક્રિડા કરનારા બાળકને વિશ્વસનીય–વિશ્રામ સ્થાન ૫ જનેતાએજ છે, એવું જય-ઈચ્છક-જનેતાઓએ મગરૂરપણે જગતમાં જાહેર કર્યું છે. દેવામાં આવતું દુધ, પાવામાં આવતું પાણી, અને ગળાવવામાં આવતી ગળથુથી વિગેરે વિગેરે શારીરિક તુટ–પુષ–વદ્ધક-પદાર્થોનું વિજ્ઞાન જય ઈચ્છક-જનેતાઓમાંજ હોઈ શકે છે, એ જયઘેલ જગતભરમાં ગાજી ઉઠે છે ! ! ! બકે શારીરિક-સ્થિતિથી લઈ ને મરણુપર્યત એટલે કે શરૂઆતથી આખી જીંદગીમાં, અમારા વંશ-વેલાના કુલ ૫ બાળકોની આર્થિક, માનસિક, શારીરિક, વિગેરે સર્વ સ્થિતિને અનેક વિધ સંગમાં પગભર બનાવવા હરહંમેશ અમે તૈયાર છીએ; એવું કથન જન્મદાતા તથા જીવન સંરક્ષક જનેતાઓની જાણ બહાર નથી જ. જય-પરાજયની સાદી, સરળ, અને નાની સરખી વ્યાખ્યાનું વિજ્ઞાન આગમ અનુસાર અવકન કર્યા વગર માતાઓ તરફથી બાલુડાને જય ઇચ્છવામાં આવે છે, વસ્તુતઃ પરાજયની અંશે પણ ઇચ્છા નથી; આવી વિચારણાના વાયરલેસ ટેલિગ્રામ છોડતા પહેલાં હૃદયથી તેઓ વિચારે કે-જય-પરાજ્ય એટલે શું ? જય એટલે શું ?, અને પરાજય એટલે શું? જય” શબ્દને ઉચ્ચાર માત્રથી છતનાં નિશાન વાગી જાય અને “પરાજય ” શબદના પાકાર માત્રથી પાયમાલીજ થઈ જાય એમ નથી; અથોતું તેવું સામર્થ્ય તે શબ્દ માત્રમાં નથી જ જય-ઈચ્છક જૈન સમુદાય જયવર્ધક વૃક્ષને ઇચ્છે છે; જયવર્ધક વૃક્ષના વનની પરંપરાને અભિલાષી છે, પણ જય-બીજ તે શું છે, અને તે બીજ વાવવાની જમીન કઈ?, જયબીજ જમીનમાં વાવ્યા વિના ફળ પ્રાપ્તિ પણ કયાંથી થશે?, એટલું જ નહિં પણ જયવર્ધક વૃક્ષના મૂળ કારણરૂપ જયબીજની પીછાણ પણ નથી. - પારણામાં પિઢેલા બાળકો પ્રભુમાર્ગની અવિચ્છિન્ન ઐતિહાસિક પ્રણાલિકા પ્રઢ શબ્દોમાં સાંભળે, તે બાળકોને પ્રભુમાર્ગના પ્રણેતા અને પાલનહારની પરિચર્યાનું પળે પળે ઉપાદેયકક્ષાનું શિક્ષણ મળે, તથા પ્રભુમાર્ગમાં સ્થિત બનેલા માતાપિતાદિકારાએ તેઓની જીવનચર્યાનું. ક્ષણે ક્ષણે નિરીક્ષણ થાય; ની જમીન શધ્ધિઆદિ પ્રાચીન બીજ-વપનરૂઢી-પુરાણી કયાં છે ?. આ જીવને અનાદિના ભવપરંપરા, અને કર્મ સંયોગ અનાદિનાં છે; એવું એ બાળકનાં હૃદયમાં સિંચન કયારે થયુ ?,
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy