SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સવેગની સમરાંગણ-ભૂમિ યુદ્ધકળા વડે અભિન્ન વિજય પ્રાપ્ત કરી પ્રસિદ્ધિને પામેલા, એટલે કે એ ભયંકર પાણીપતના મેદાનમાં ખેલાતી કૌરની કુટનીતીઓ સામે પણ સત્યના પવિત્ર નિયમોને સ પૂર્ણતયા વળગી રહીનેજ પુરૂષાર્થની પરાકાષ્ટાએ પહોંચેલા પુણ્યવાન પાંડવાદિ અનેકાનેક મહાપુરૂષે; અને વર્તમાન વીરવિભુના વિશાલ-શાસનમાં વિજયમાળને વરેલી વિરતી સ્વરૂપ શ્રી ભાગવતી દીક્ષાને અગીકૃત કરનાર અને ચાર બુદ્ધિના નિધાન એવા શ્રીઅભય કુમારની દીક્ષા પછી તુરતજ ભાઈચારાને પણ દ્રોહ કરવા રણે ચઢેલા કેણિક વિગેરેના હૃદયભેદક વૃત્તાંતે ખરેખર વિવેકીઓના હૃદયને પણ હચમચાવી મૂકે છે. આધ-તીર્થ કરદેવથી અધપિ પર્યત જડ અને ચેતન સંબંધના એતિહાસિક બનાવેની સમાલોચના કરતાં સ્મરણ-પથમાં અદ્દભુત અને અગમ્ય અનુભવ તે એજ આવે છે કે ચક્રવત એ. વાસુદે. બળદે. અને પ્રતિવાસુદેવાદિ રાજા મહારાજાએ જેમ અર્થની પ્રાપ્તિને માટે રણસંગામમાં ઝુકાવે છે, તેમ સર્વ વિરતિના સુંદર વેષથી વિભૂષિત થએલ પૂ. તીર્થકર, પૂ. ગણધરો, પૂ. કેવળીઓ, પૂ. મન:પયૅવજ્ઞાનીઓ, પૂ. અવધિજ્ઞાનીઓ, અને પૂ. શ્રતકેવલીઓ વિગેરે એમને માટે–પણ સંગ્રામમાં ઝુકાવે છે. એ બન્ને વર્ગને અનુક્રમે વિનશ્વર તથા અવિનશ્વર પદાર્થોની સર્વોપરી સત્તા હાથ કરવા સમગ્ર-દળબળ સાથે પિતપતાના રણસંગ્રામમાં ઝુકાવી ચાવતુજીવ બહાદુરીથી લડવું જ પડયું છે; કારણ એજ છે કે ગમે તે દિશાના વિજયની પ્રાપ્તિ તો સમરાંગણ ભૂમિમાંજ છે. બીજી વાત એ છે કે વિનશ્વર પદાર્થો હરપળે મેળવી મેળવીને પણ મૂકવાજ પડે છે, જ્યારે અવિનશ્વર પદાર્થો તો મેળવ્યા તે મેળવ્યાજ !. એને ફરીથી છોડવા (મૂકવા) પડશે નહિ ! !, માટે તે હર વખત કહેવાય છે કે જે કાંઈ કરવાનું છે તે તેને માટે જ કરવાનું છે, બલકે એને માટે દાન, જ્ઞાન અને ધર્મ ધ્યાન જેટલું થાય તેટલું ઓછું જ છે ! ! !; આવા સર્વોત્તમવીરરસની વિશિષ્ટતાને પ્રતિપાદન કરનાર યુધ્ધ ભૂમિના સ્થાનના પવિત્ર નામ શ્રવણ માત્રથી પણ કહેવાતા કેળવાયેલો છતાંયે કાયરતાની તાલીમ પામેલે વગ આજે કર્યું છે, જ્યારે શાસન સેવામાં એતત બનેલા વર્ગ વિજયવરમાળ પહેરવાના અનેરા ઉત્સાહ અને અમેધ–અભિલાષા સાથે એજ સંગ્રામમાં મોખરે આવી ઉભો રહે છે. એ પણ ખરેખર ધમ રંગની સિક્તા છે !!! ઉપર્યુક્ત બને વર્ગની ભૂમિકાને તે તે દિશાની યુધ્ધભૂમિ તે કહી શકાય, પણ શાંતિના અને સમાનતાના સૂર શિવાય જૈન શાસનમાં બીજું કાંઇ જ નથી, એવું બોલનારાઓને એ બન્ને પ્રકારના રણવીરોની દિશાએ તે જુદીજ છે, એ સાદી બીના પણ સમજાતી જ નથી. આત્મસિદ્ધિને અખૂટ ખજાને પ્રાપ્ત કરવાની ભાવનાવાળા દરેક દરેકને એ પુરાતન પ્રબળના-કર્મ-શત્રુઓ સામે અજબ શુરાતન દાખવવા ઉપશમરૂપ પ્રબળ શસ્ત્ર વડે જ પ્રભુ શાસનની એ સનાતન યુધ્ધ-ભૂમિમાં ઉતરવાનું છે, અને એથી કરીને તો એ યુધ્ધ ભૂમિનું નામ સોંગની સમરાંગણ ભૂમિ રાખ્યું છે!!! જેને જેને કમરાજાની કારમી કાર્યવાહીની કનડગતથી પિતાની અક્ષય ઋદ્ધિઓ હાથ ન આવતી હોય, તે દરેકે દરેકને આ યુદ્ધ ભૂમિ પર લડવુજ પડે છે. એ સમરાંગણ ભૂમિ પર અંશે અંશે દેશવિરતિઓ, અને સર્વથા રીતિએ સર્વવિરતિના સંપૂર્ણ-સ્વાંગધારિશ્રી તીર્થંકર દે, ગણધર-મહારાજાઓ, તથા કેવળી મહારાજાઓ સર્વોત્તમ લક્ષ્મીરૂપ વિજયની વરમાળા વરે છે !!!
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy