SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સુધા-વર્ષા. ૩૦૨. કાંટા–અગ્નિના, અને સપના મોં ઉપર પગ મુકનારાઓ જેટલે અંશે કમકમી ઉઠે છે; તેના કેડમાં હિસે પાપ ને પાપ-તરીકે દુઃખદાયક માન્યું જ નથી. ૩૦૩. જે અન્ન ભૂખ અવસરે કામ લાગે નહિ, બીજાની ભૂખ દૂર કરવામાં મદદગાર બને નહિ; અને નવિન–અન્નની ઉત્પત્તિમાં બી તરીકે પણ ખપ લાગે નહિ, તે અન્નને અન્ન કહેવું અસ્થાને છે, તેવી રીતે જે જ્ઞાન દ્વારાએ સાયાદિ સિદ્ધિ થાય નહિ તેવા જ્ઞાનને જ્ઞાન કહેવું તે પણ અસ્થાને છે. ૩૦૪. આંખમાં પડેલા કણને કાઢયા વગર આત્માથી જંપોને બેસાતું નથી, તેમ આત્માએ અવગુણને કાઢવા સર્વદા તત્પર થવું જ જોઈએ. ૩૫. પ્રાપ્ત થયેલ સાધનને દુરૂપયોગ કરી પાપનાં પોટલાં બાંધનારાઓને જીવનનો સદુપયોગ જીવનના અંત સુધી સમજાતું નથી. ૩૦૬. “ક્ષણિક સ્વાર્થનું રક્ષણ કરવું એજ સિદ્ધાન્ત પર નાચનારાએ શાસન સેવાના બહાને શાસનને ભયંકર નુકશાન કરનારાઓ નીવડે તેમાં નવાઈ નથી. -૩૦૭, સૂત્ર-વિરૂધ્ધ વર્તવાવાળે પિતાના જીવનને મલીન કરે છે, પરંતુ સૂત્ર-વિરૂદ્ધ-બોલવા વાળે પિતાનું અને શ્રવણ કરનારા શ્રોતાઓનું અહિત કરી નુકશાનની પરંપરાનું દિગ્દર્શન કરાવે છે તેમાં નવાઈ નથી. ૩૦૮. સૂત્ર-વિરધ્ધ વર્તવાવાળા કરતાં સૂત્રવિરૂધ્ધ –બોલનારાઓ ભયંકરમાં ભયંકર ગુનહેગાર છે, અને તેથીજ શાસ્ત્રકારો “શુધ્ધ પ્રરૂપકની બલિહારી એ શબ્દોથી સૂત્રોનુસાર બોલના રાઓની પ્રશંસા કરે છે. ૩૦૯. સૂત્ર-વિરૂદ્ધ-બોલીને, અને લખીને જિનેશ્વર માર્ગનું રક્ષણ કરવાને દા કરનારાઓને માર્ગ શું ચીજ છે?, અને માર્ગ-રક્ષણ શું ચીજ છે?; એ બન્ને સમજાયાં નથી. ૩૧. પર્યુષણા-પર્વની આરાધના કરનારે આરાધનાના દરેકે દરેક પ્રસંગમાં સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે આરાધના-વિરાધનામાં ન પલટાઈ જાય. ૩૧૧. આરાધનાના એઠો નીચે વિરાધના ન થાય તે માટે હરહંમેશ સાવધાન રહેવું. ૩૧૨. “ખમવું અને ખમાવવું” એ સાંવત્સરિક-પર્વોના પરમ રહસ્યને હૃદયમાં અંક્તિ કરે. ૩૧૩. વૈરની વસુલાત લેવા માટે કાગના ડોળે સમયની રાહ જોઈ બેઠેલાએ સર્વજ્ઞકથિત આરાધનાના મૂળ-માર્ગથી હજારો વેષ દૂર છે. ૩૧૪. સિધચક્રની આરાધના કરનારે શ્રીપાલ-મયણાનાં જીવનેને અનુસરીને જીવતાં શીખવું પડશે, કારણ કે એ જીવન જીવ્યા વગર શ્રીસિદધચક્રની આરાધનાનું અનુપમ ફળ પામી શકાતું નથી.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy