SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ સુધા-વર્ષા. ૨૮૯ પાપમાં પુરા ડુબેલાઓને તારનારજ એક જૈન–શાસન છે. ૨૯૦. સંસારના પાપમય ધંધામાં પાવરધા, અને પ્રવીણ બનેલાઓ ધાર્મિક-અનુષ્ઠાનમાં નિષ્ણાતજ એ માનવું ભૂલ ભરેલું છે. ૨૯૧. આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યા છતાં આત્મ-કલ્યાણની વાત સાંભળવી ગમતી નથી, તે સમજવું જોઈએ કે હજુ પણ આત્માના અસ્તિત્વને યથાર્થ સ્વીકાર થયેજ નથી. ર૯૨. આત્માનું નિત્યપણું સ્વીકારનારાઓએ ભાવિ-જીવન માટે ભગીરથ–પ્રયત્ન કરજ જોઈએ. ૨૯૩. વર્તમાન જીંદગીના પાંચ-પચીસ વર્ષ ગાળવા માટે અનેકવિધ-વિચારોમાં અને વ્યવ સાયમાં જીવન પસાર કરનારાઓને ભાવિ-જીવન માટે ઘડીભરની કુરસદ નથી, તે સમજવું જોઈએ કે હજુ સુધી યથાર્થ રીતિએ આત્માનું નિત્યત્વ સ્વિકારાયું નથી. ૨૯૪. આત્મ-કલ્યાણ કરનારાઓએ સમજવું જોઈએ કે આત્માને જે ગમે છે, તે પુગલને ગમતું નથી; કારણકે બનેના માર્ગ જૂદા છે. ૨૫. આજના કહેવાતા કંકાસોમાં કહેવાતા ધર્મિઓ પણ સાચા-સમાધાનમાં સળગતા પૂળા મૂકે છે, અર્થાત્ મૈત્રી આદિ ભાવનાના પૂર ઓસરી ગયા છે તેનું તેઓ દિગ્દર્શન કરાવે છે. ૨૯૬. દરિયામાં ડુબાડનાર, અને જીવલેણ–આળ તહોમત મૂકનાર-ધવળને ગરદન મારવાની સજા થાય છે; છતાં સજજન શિરોમણિ શ્રીપાળ બચાવની તરફેણ કરે છે, અને બચાવે છે, કારણ કે મૈત્રી-કારૂણ્યાદિ ભાવનાથી ભજાયેલા ભવ્યાત્માઓનું જીવન આવું જ હોય !!! ર૯૭. માતાને સંભારતે નથી, મયણાને સંભારતા નથી, તરતની પરણેલ બે સ્ત્રીઓને સંભા રતો નથી, અઢીસે વહાણને અને દાયજામાં આવેલ લક્ષ્મીનું શું થશે તેનું પણ સ્મરણ કરતે નથી; એવો શ્રીપાળ દરિયામાં પડતાં પડતાં નવપદના ધ્યાનમાં લીન થાય છે માટેજ ધાર્મિક સંસ્કારની સુદઢતા કેળવતાં શીખે. ૨૯૮. દરિયામાં ડુબાડનાર (ધવળ) સન્મુખ આવીને ઉભે રહે, નજરાણું ભેટ ધરે, અને શ્રીપાળ તાબૂલ દે; છતાં પણ ડુબાડનાર ધવળ પ્રત્યે લેશભર અણગમો કે અપ્રીતિ ન થાય એજ ધર્મ-રંગમાં રંગાયેલા શ્રીપાળની સજજનતાની બલિહારી છે! ર૯ નવપદની આરાધના કરનારાઓએ નવપદના આરાધક શ્રીપાળના (જીવનના) સુંદર પ્રસં ગોને પચાવતાં શીખવું જોઈએ. ૩૦૦, વ્યવહારની અવગણના કરનારને નિશ્ચય-માર્ગને પરમાર્થ જીવનના અંત સુધી સમ જાતેજ નથી. ૩૦૧. નિશ્ચયને હૃદયમાં સ્થિર કરીને વ્યવહારને અનુસરનારાઓ, અને વ્યવહારને હૃદયમાં સ્થિર કરીને નિશ્ચયને અનુસરનારાઓ યથાર્થ રીતિએ બંનેને લાભ ઉઠાવી શકે છે.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy