SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ્તવિક-વિજય-પ્રાપ્તિ. તમે કેમ જાગતાં નથી” એમ કહીને, સંસારની સઘળીએ આળ પંપાળ મુકીને, આધિ-વ્યાધિ-ઉપાધિઓને અનેકવિધ-અહિતકર ચક્રાવામાંથી બહાર આવીને, અને જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપ ધર્માનુષ્ઠાનની સેવામાં ઉજમાળ થાઓ, એજ વાસ્તવિક જાગ્રતદશા છે, અઘોરી બાવાની ઉંધની જેમ પ્રમાદીઓ સર્વસ્વ ગુમાવે છે, માટે “તમે જાગે, તમે કેમ જાગતાં નથી.” એ આ સૂત્રને પરમાર્થ છે. ૭-વાસ્તવિક-વિજય-પ્રાપ્તિ. विसएसु इंदिआई रुभेत्ता रागदोसनिमुक्का । पावंति निव्वुइसुहं कुम्मुव्व मयंगदहसोक्खं ॥१॥ ઇન્દ્રિયના ત્રેવીસ વિષે, અને તેના બસે બાવન વિકાસમાં હેકી ગયેલી પાંચ ઇન્દ્રિય પર વિજય મેળવનારાએ, અને રાગદ્વેષથી વિરામ પામેલાઓ, મૃતગંગાહંદના સુખને પામનારા કાચબાની જેમ મોક્ષસુખને પામે છે. વિશેષત: જાણવાની ઇચ્છાવાળાઓએ શ્રીજ્ઞાતાજી- ફર્મ નામના ચોથા અધ્યાયની વૃત્તિનું અભ્યાસ કે વાંચન-મનન-પરિશીલન કરીને કતાર્થ થવું. ૭૪-સારભૂત-રહસ્ય-સુધા. દુર્લભ એવું મનુષ્ય જીવન પામીને, મનુષ્ય જીવનને સફળ કરી શકાય એવાં સઘળાં સાધન-સામગ્રીસગે પામીને, અને સાથે સાથે જૈન શાસન-માન્ય-પામવા લાયક પરમ કલ્યાણકારિ-શાસ્ત્ર-શ્રવણ-શ્રદ્ધા અને વિવેકપૂર્વક સંયમ માર્ગે અવિરત કુચ કરવાનું પ્રાપ્ત કરીને જેઓ સંવર નિર્જરાપૂર્વક આગળ વધ્યા છે, અને વધે છે, અને વધશે તેઓજ પ્રાતઃસ્મરણીય છે, પરમ વન્દનીય છે, અને પરમ પૂજનીય છે; એ સદા સ્મૃતિપટમાં સ્થિર કરવા જેવું છે; ઉપર પ્રમાણેનું જીવન જીવનારાઓના અને અનુમોદન કરનારાઓના હૃદયમાં જૈન-શાસનનું સારભૂત-રહસ્ય-સુધા રોમે રોમમાં પ્રસરી રહેલું છે. તે સારભૂત-રહસ્ય-સુધાનું આસ્વાદન સકળસંધ શ્રી પર્વાધિરાજ-પર્યુષણાની પરિસમાપ્તિમાં કરે છે, નીચે જણાવેલ તે સારભૂતરહસ્ય-સુધાનું આસ્વાદન શ્વાસોશ્વાસની જેમ અથવા તે પિતાના નામની જેમ થઈ જવું જોઇએ. આ પુનિત પ્રસંગનું સમર્થન કરતાં ચૌદ પૂર્વધર-શ્રી ભદ્રબાહુવામિજી શ્રી બારસાસૂત્રની સામાચારી-પ્રકરણમાં આ રીતે જણાવે છે: "खमियव्वं, खमावियव्वं, उवसमयिब्वं, उवसमावियव्वं, सुमइसंपुच्छणाबहुलेणं होयव्वं । तस्स अस्थि आराहणा, जो न उवसमइ तत्थ नत्थि आराहणा, तम्हा अप्पणा चेव उवसमियव्वं; से મિાદુમતે ?, ૩વરમાં શુ કામvof i ભાવાર્થ-પિતાને બીજા અપરાધિઓના અપરાધને ખમવા લાયક છે, બીજા પ્રત્યે પિતાને ખમાવવા લાયક છે, પોતે ઉપશાંત થવા લાયક છે, બીજા પ્રત્યે પિતાને પણ ઉપશાંત થવા લાયક છે; અને સદ્દબુદ્ધિપૂર્વકની સુવિવેકભરી પૃચ્છા પણ ખમવા-ખમાવવાદિના અવસરે જરૂર વર્તવી જ જોઈએ. જે કોઈ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ઉપાશાંત થાય છે, તેને આરાધના થાય છે, અને ચતુર્વિધ-સંઘની જે કોઈ વ્યકિત ઉપશાંત થતી જ નથી તેને આરાધના થતી જ નથી; તે માટે “આત્માએ ઉપશાન થવું જ જોઇએ આ શાસન–માન્ય-સિદ્ધાન્ત છે. હે ભગવન્ત : ઉપર જણાવેલ સિદ્ધાન્ત કેમ કહેવાય છે ?, શિષ્ય પૂછેલા આ પ્રશ્નના ઉત્તરમાં જણાવાય છે કે “ઉપશમ સારભુત જીવન જીવવું એજ સાધુપણું છે ?'
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy