SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ‘નમોપદની નિર્મળતા ચાને ત્રિવેણુ-સંગમારાધના. પ્રા કરાવે છે, જે અચળપદની પ્રાપ્તિ પછી પ્રાપ્ત કરવા જેવું સ્થાન જગતમાં= ચૌદ રાજકમાં છેજ નહિં. આ પુનિત પદનું નામ છે –નમે. પંચ મંગળ મહાભુતસ્કંધ નમસ્કાર મહામંત્રના નવ પદો છે, આઠ સંપદા છે, અને ૬૮ અડસઠ ક્ષરો છે; છતા બે અક્ષરોનું બનેલું “નમે” પદ અખૂટ પ્રભાવમય અને અચિજ્ય શકિતમય છે. કમે પદની નિર્મળતા સંબંધિ નવ નવીન પધો, નિબંધ, અને યશગાથાના ગહન ગ્રંથો લખીએ તેટલા ઓછા છે. નમો પદની નિર્મળતાને નિર્ણયાત્મક વિવેકભર્યો વિચાર કરીએ તે નમસ્કાર મહામંત્ર સ્થિત પદે આરાધ્ય વિભાગમાં. આરાધન વિભાગમાં અને ફળ નિર્દેશ વિભાગમાં વહેંચાઈ જાય છે. વિવેક પુરસ્સર થયેલા વિભાગશઃ વિશિષ્ટ પદેના પરમાર્થ સમજીએ ત્યારે “ gો વંજ નમુઠ્ઠા સવપાવપૂછાળા આ પદનું કથન કેવળ સત્યજ છે એ આરાધકોના હૃદયપટ પર અંકિત થઈ જાય છે. પ૨. “નમોપદની નિર્મળતા યાને ત્રિવેણી સંગમારાધના. લેખાંક-૨ જો. ' “નમો પદની નિર્માતા અને તેની આશ્ચર્યકારિ-અલૌકિકતા એ અરિહંતાદિક પંચપરમેષિઓ સાથે સુસંગત સંબંધ ધરાવનારી સ્યાદ્વાદ-મુદ્રા-મુદ્રિત શાસનસિદ્ધ વિશિષ્ટ વરતુ છે. - પંચપરમેષ્ઠિઓ પ્રત્યે હૃદય મંદિરમાંથી ઉઠતે “ના”પદનો નિર્મળ ધ્વનિ અને નમ્ર બનેલાના પુનીત પાંચે અંગેમાં ઓતપ્રોત થયેલો અસ્થિમજ્જા સ્વરૂપ-અદ્વિતીય નમસ્કાર એજ અમોધ આરાધના છે. અર્થાતુ-નમસ્કારની આરાધનામાં ઓતપ્રોત થયેલે આરાધક આરાધ્ય પદો પ્રતિ અખલિતપણે અમોઘ કૂચ કરીને ઈષ્ટ કાર્યની સિદ્ધિ કરે છે. આથીજ આરાધક આરાધના અને આરાધ્યરૂપ ત્રિવેણી સંગમ વિજયવંત છે. કન્યાની પ્રાપ્તિ માટે નીકળેલા વરના હાલેશ્વરીએ કન્યાને અને કન્યાના સંબંધને ભૂલે, વરની પ્રાપ્તિ માટે વલખાં મારનારાં કન્યાના કુટુંબીઓ વરને અને વરના સંબંધને ભૂલે, ગળ-સાકરની મીઠાશ પાછળ મોહિત થયેલા બારદાનને બાઝે અને ગોળ-સાકર રૂપ મૂળ પદાર્થને ભૂલે; અને મુસાફરી કરનારો મુસાફર ઈષ્ટ સ્થળ અને ઈષ્ટ સ્થળ પ્રાપ્તિના સંબંધને ભૂલ તે ભૂલનારની ભૂલ માટે ભારેભાર મૂર્ખતાનું પ્રદર્શન હરકોઈ દેખી શકે છે અને હસી શકે છે. તેવી જ રીતે નપદની આરાધનામાં ઓતપ્રોત થયેલે આરાધક આરાધ્ય ભગર્વન્ત-પંચપરમેષ્ઠિઓને અને તેઓશ્રી પ્રત્યે પિતાના પુનિત સંબંધને ભૂલે તે તે ભૂલ માટે ભારોભાર ઠપકે આપવા શબ્દકોષ પણ ઓછો પડે એ કહેવું સ્થાન પુરસ્સરનું છે આથીજ આરાધ્ય સાથે સંબંધ અનિવાર્ય છે. નમો પદની નિર્મળતાનું આસ્વાદન કરનારને સેવ્ય સેવકપણાને, પૂજ્ય પૂજકપણને, આરાધ્યઆરાધકપણાને, અને વન્ય-વન્દકપણાને વિશિષ્ટ સંબંધ સમાય તેજ નમેદની નિર્મળતા કાર્યસાધક બને.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy