________________
૪૫
શ્રદ્ધાદિ-પષક-સુધામ્બિર ૫૦ પર્વાધિરાજ-પર્યુષણ.
, આરાધનાનો આસ્વાદ– આસન્નોપકારિ-અંતિમ-તીર્થપતિ-શ્રીવીરવિભુના ત્રિકાલાબાધિત-અવિચ્છિન્ન-પ્રભાવમય-સ્વાહાદુ મુદ્રામુદ્રિત જેનશાસનમાન્ય-શ્રીપર્વાધિરાજ-પર્યુષણ-મહાપર્વ સમીપમાં આવી રહ્યું છે. આ પર્વની રાહ જોનારાએને મહિના ને બદલે હવે ગણત્રીના દિવસોની સમાપ્તિમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વના પુનીત દર્શન થાય છે. જૈન કુળના જન્મેલાઓમાં પાંચ, દશ, પંદર, વીશ, પચીસ, ત્રીશ, પાંત્રીશ, ચાલીશ, પીસ્તાલીશ, પચાસ, પંચાવન, સાઠ વર્ષની ઉપરાંતના ભાઈઓ અને બહેને હશે જેઓએ પોતાના જીવનમાં પોતાના જીવનના આયુષ્યના હિસાબે) એક વખત નહિં પણ અનેક વખત પર્વાધિરાજના દર્શન કર્યા હશે ! અને શકિત અનુસાર આરાધના પણ કરી હશે ! અથવા પૂર્વે થયેલ આરાધનાઓને અધિક ઉજવળ બનાવવાને ઉત્તરોત્તર વર્ષે તૈયાર થયા પણ હશે! આરાધના કરી હશે !, અને કરવાની ઉત્તરોત્તર અધિક ભાવનાઓ પણ ચાલુ હશે! છતાં કહેવું પડશે કે આરાધનાના અંતિમ ફળ પ્રાપ્તિના માર્ગે કૂચ કર્યા સિવાય આરાધકો આરાધનાનું યથાર્થ આસ્વાદને પામી શક્યા નથી, અને પામતાજ નથી.
સંરક્ષક–પર્વાધિરાજ આરાધનાને આસ્વાદ આરાધકે લઈ શકે અને જીવન પર્યત ટકાવી શકે; તેજ સારૂ પર્વાધિરાજની પુનિત વ્યવસ્થા છે. સર્વજ્ઞ પ્રણીત-સંસ્કૃતિને સુંદર ટકાવ, અખલિત વૃદ્ધિ; સર્વજ્ઞ-પ્રણીત-સિદ્ધાન્તનું
પ્રચાર અને અનુમોદન; અને ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન-પ્રભાવમય જૈન શાસનને પ્રગટ કરનાર અંતિમ-તીર્થકરના પ્રેરક-પુનિત જીવન પ્રસંગોની પુનિત-વર્ષા વર્ષાવવાનું કાર્ય શ્રી પર્વાધિરાજ પર્યુષણા કરે છે. પયુષણ પર્વનું બંધારણ આપણું પ્રાતઃસ્મરણીય-પુણ્ય-પુરૂષોએ એવું સુંદર કયું છે કે તે આરાધનાના અનુપમ ઘડવૈયાઓને આજે ચતુર્વિધ સંઘની વર્તમાન કાલીન-પ્રજ તરફથી અને ભાવી પ્રજા તરફથી એકવીશ હજાર વર્ષ સુધી ઉરના અભિનંદન અર્પણ થશે, અર્થાતુ થયાંજ કરશે. સંસ્કૃતિ, સિદ્ધાન્ત; અને જૈન-તાદિ-પરમ તત-અને જેનશાસનનું સંરક્ષક પર્વાધિરાજ પર્યુષણા છે.
સંસ્કૃતિના પ્રેરક-તોરાગદ્વેષને જીતનારા તે સામાન્ય કેવળી જીન હોય છે. પૂર્વે તે સર્વ જીનેમાં શ્રેષ્ઠ એવા જીનેશ્વરનું જીવન હૃદય સન્મુખ જાગતું જીવતું રહે; અને રાગદેષ જીતવાની જીવન શક્તિમાં અહર્નિશ પ્રેરણા કર્યા કરે તે માટે, જીનેશ્વર ભગવંતેના દર્શન-વંદન-પુજન-સત્કાર સન્માનાદિ કરવાના છે. જીનેશ્વરના દર્શનાદિ દિવ્ય-કરણીઓથી કરનારના જીવનમાં જૈનત્વ સદાય ઝળહળતું રહી શકે છે. રાગમાં રંગાઈ જાય નહિ; અને દ્વેષથી જીવનને દૂષિત કરે નહિ, તેની સદાય સાવધાની રખાવનાર જૈનત્વ, જીવન પ્રાણ સમ પનાર દેવાધિદેવ શ્રી અરહિતની મૂર્તિઓ છે. જૈન કુળમાં જન્મેલા મોટા અને નાના, બાળ અને યુવાન, વિદ્વાન અને મૂર્ખ બાઈ એ કે ભાઈઓને, જૈનત્વની જાગતી જીવતી સંસ્કૃતિને સદાકાળ સજીવન રાખનારી પ્રાતઃસ્મરણીય શ્રીઅરહિં તેની પ્રતિમા છે. જૈન કુળમાં જન્મીને જેઓએ અરિહંતને અવલોક્યા નથી, સેવ્યા નથી, પૂજ્યા નથી, વાંધા નથી, સત્કાર્યા નથી, સન્માન્યા નથી, તેવાઓએ આ દુર્લભમનુષ્ય–ભવ (મનુષ્ય જન્મ) એળે ગુમાવ્યું છે. એટલું જ નહિ પણ સર્વથા-સર્વદા-સર્વત્ર રાગદ્વેષ રહિતપણાની રસમય રસિક-પુનિત પ્રતિકૃતિના પુણ્ય-દર્શનથી તેઓ બિચારા બેનશીબ રહ્યા છે. છતાં જૈન