________________
પ્રકાશકીય નિવેદન
પરમપૂજય મહાનશ્રુતધર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વિરચિત શ્રી જબુદ્રીપલઘુ સંગ્રહણી નામનુ સૈદ્ધાંતિક પ્રકરણ શ્રી સધના કમળમાં મૂકતાં અમે અપાર હ અનુભવીએ છીએ. આ પ્રકરણ આમ તેા ખૂબ પ્રસિદ્ધ અને પ્રચલિત છે પરંતુ તે પ્રકષ્ણુ ઉપર પરમ પૂજ્ય શાસનસમ્રાટ બાલબ્રહ્મચારી તપાગચ્છાધિરાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય ગીતા ચક્રવતી' સમતામૂર્તિ બહુશ્રુત ચારિત્રસ'પન્ન આચાર્ય મહારાજ શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજશ્રીએ સસ્કૃતભાષામાં ઉત્તમપ્રકારની વૃત્તિ રચી છે, જે હજી સુધી પ્રગટ થઈ નથી. તેથી તે વ્રુત્તિસહિત આ પ્રકરણ અત્રે પ્રકાશિત કર્યુ છે.
વિશેષ હર્ષોંની વાત એ છે કે વૃત્તિકાર પૂજ્ય આચાર્યદેવ શ્રીવિજયાદયસૂરીશ્વરજી મહારાજ અમારા સ્તંભતી’-ખંભાતના પનેાતા-પુત્ર હતા અને વિક્રમ સંવત ૨૦૪૪ ના વર્ષીમાં તેઓશ્રીની જન્મશતાબ્દીના માંગલ અવસર હતા, તે અવસરે ખભાતમાં શ્રી સ્તંભતી તપગચ્છ જૈનસ'ધના ઉપક્રમે નિર્માણ થયેલા શ્રી વિજચેયસૂરીશ્વરજી સ્મૃતિમ`દિરની થયેલ પ્રતિષ્ઠાના પુનિત પ્રસંગે, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયસૂર્ય†દયસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણા પામીને આ ગ્રંથનું પ્રકાશન કરવા અમે ભાગ્યશાળી બન્યા છીએ.
આ ગ્રંથનું સંપાદન પ. પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન પ. પૂ. મુનિરાજ શ્રી નંદીઘેાવિજયજી મહારાજે કરી આપ્યુ છે, તે બદલ તેઓશ્રીના અમે ઋણી છીએ. આ પ્રકાશનમાં પરમપૂજ્ય સાધ્વીજી મહારાજ શ્રી પુષ્પાશ્રીજી મહારાજ ( ખભાતવાળા ) તથા તેઓશ્રીના પરિવારની પ્રેરણાથી આર્થિ`ક સહાય પ્રાપ્ત થઈ છે તે બદલ તેઓશ્રીની શ્રુતભક્તિની અમે અનુમેાદના કરીએ છીએ.
લિ. ાનુભાઈ કે. શાહ તથા
બાબુભાઈ પી. કાપડિયા