________________
(૨૬)
વીસમા સૈકાને પરિવર્તનને આ સાદ સાંભળીને તેને સમુચિત લાભ ઉઠાવનાર વિદ્વાન સાધુઓમાં સૌ પહેલું નામ શ્રી વિજયસૂરિજી મહારાજનું મૂકી શકાય તેમ છે. સૂરિસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી મહારાજે અથાગ જહેમત ઉઠાવીને કેળવેલા પટ્ટશિષ્ય-સાધુરત્નમાં શિરમોરસમા શ્રી વિજયોદયસૂરિજી મહારાજ એટલે પંચાંગ વ્યાકરણ, બાધાંત ન્યાય, સાહિત્ય-કાવ્ય-અલંકાર છદશા, વૈદ્યક, છ દશ, તિષશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, જેનશા અને ઉપલબ્ધ સંપૂર્ણ પંચાંગીયુક્ત આગમ-આ તમામ શાસ્ત્ર શાખાઓમાં પરમ નિપુણ વિદ્વાન જૈનાચાર્ય. વસમા સૈકાના પંડિત-સાધુ-યુગના આરંભે એમણે, સૌ પ્રથમ, હૈમવ્યાકરણને, તેની બૃહદ્રવૃત્તિ અને લઘુન્યાસ સાથે, વિશુદ્ધ સ્વરૂપે સંપાદિત–મુદ્રિત કર્યું, તે બીજી તરફ ભગવાન હરિભદ્રસૂરિજીના તથા ઉપાધ્યાયજી મહારાજના અનેકાનેક ગ્રંથ, ઉત્તમ કેટિના અને નિર્દોષ-નિર્ભેળ સંપાદન સાથે પ્રકાશિત કરાવ્યા. એમણે સ્વયં પણ કેટલાક ગ્રંથો રચ્યા અને લેકપ્રકાશ જેવા આકર ગ્રંથના ગુજરાતી લેકચ અનુવાદ પણ આપ્યા. એમનાં આ બધાં કાર્યોનું મૂલ્યાંકન, સાહિત્યના સજન, સંપાદન તથા અધ્યયનની બાબતે દળદરી બની રહેલા આજના સમાજને, ભાગ્યે જ કરતાં આવડે, પરંતુ આપણી ગઈ પેઢીના ધુરંધરોના અભિમત અનુસાર, શ્રી વિજયેદયસૂરિજીએ વીસમા સૈકાના પરિવર્તનના સાદને સાંભળીને ગંભીર ગ્રંથના અધ્યયન સંપાદન અને પ્રકાશન દ્વારા સમાજને એક નવા જ ત્રિભેટે મુકામ કરાવ્યો હતો, અને એક ન જ ચીલે ચાતર્યો હતો, એ નિશંક છે.
એમની વિદ્વતા બેલકી ન હતી, પણ નિલેપ હતી. એમના જ્ઞાનાર્જનનાં પ્રેરક બળ અર્થોપાર્જન કે નામનાની કામના ન હતાં, પણ આત્મસાધના અને સ્વ–પર કલ્યાણ હતાં. એમના સંપાદિત ગ્રંથમાં સંપાદક તરીકે એમને નામે લેખ ભાગ્યે જ કયાંક જોવા મળે તે મળે. આજના એક પાનું લખ્યું હોય કે આઠ કલેકેની નક્લ કરી હોય તેય નામ કે વળતર ન મળે તે નારાજ થઈ જનારા–આપણું સહ-માટે આ નિઃસ્પૃહતા માત્ર દંતકથા જ બની રહે.
આપણે ત્યાં એક કહેવત છે કે
ભરા સે છલકે નહિ, છલકે એ અદ્ધા આ કહેવતને પૂર્વાર્ધ શ્રીવિજયસૂરિજી મહારાજના જીવન અને સાધના સાથે બરાબર સંગત હતા. તેમનું જીવન સાધનાથી ભર્યું ભર્યું હતું, અને તેમની સાધના જ્ઞાન-દર્શન–ચારિત્રની અવિહડ પ્રીતિથી, અલૌકિક ગુરુભક્તિથી અને સ્વરૂપ રમણતાથી છલકાતી હતી. તે અત્યંત નિકટ રહીને એમની સાધનાનું અવલોકન કરવાનો અવસર મને મળ્યો છે, અને એટલે હું અધિકારપૂર્વક કહી શકું કે જીવનભર અખંડ જ્ઞાને પાસનાએ એમનામાં અનન્યસાધારણ ધર્મદઢતા પ્રગટાવી હતી, એમના અવિહડ સંયમરાગ થકી એમનામાં નિઃસ્પૃહતા, ભવભીરુતા અને નિરભિમાનિતા વિકસાવ્યા હતા. એમની ગભીરતા એમની ગીતાર્થતાને દીપાવે તેવી અજોડ હતી. એમની જાગૃતિ એમની ગુણગરિમાની દ્યોતક હતી.