________________
(૨૨)
ઘટતાં ઘટતાં બીજા આરાની શરૂઆતમાં દેહમાન ૨ ગાઉ અને આયુષ્ય ૨ પક્ષેાપમ થાય છે. ત્રીજા આરાની શરૂઆતમાં તે યુગલિક મનુષ્યા તથા તિય''ચેાના દેહમાન તથા આયુષ્ય ઘટીને અનુક્રમે ૧ ગાઉ અને ૧ પલ્યાપમ જેટલાં થઈ જાય છે. ત્રીજા આરાના અંતે મનુષ્યનુ આયુષ્ય ૮૪ લાખ પૂર્વાં વર્ષાં થાય છે અને શરીરની ઊંચાઈ ૫૦૦ ધનુષ્ય હાય છે. ચેાથા આરા અડધા પસાર થઈ જાય છે તે સમયે મનુષ્યનુ દેહમાન ૪૫૦ ધનુષ્ય અને આયુષ્ય લગભગ ૫૦ લાખ પૂર્વા હેાય છે. પાંચમા આરાની શરૂઆતમાં દેહમાન છ હાથ અને આયુષ્ય લગભગ ૭૫ વર્ષ આસપાસ હોય છે. પાંચમા આરાના અંતે આયુષ્ય ફકત ૨૦ વર્ષ અને દેહમાન ફકત ૧ હાથ થઇ જાય છે. આમ જેમ જેમ સમય પસાર થતા જાય છે તેમ તેમ આયુષ્ય અને દેહમાનમાં થતા ઘટાડા થવાનુ કઈ ચેાકકસ પ્રમાણ ન હેાવા છતાં, ઉપરનું વન વાંચ્યા પછી એક વાત ચેાકકસ છે કે અવસણીમાં જેમ જેમ નીચે જઇએ એટલે કે સમય પસાર થતા જાય છે તેમ તેમ આયુષ્ય અને દેહમાનમાં થતા ઘટાડો પસાર થતા કાળની સરખામણીમાં ઘણા ઝડપી થાય છે.
:
અત્યારના વૈજ્ઞાનિકોમાંના એક વૈજ્ઞાનિક મિ. કા સેગને એક કોસ્મિક કેલેન્ડર બનાવ્યુ છે તે અને ઈ.સ. ૧૯૭૯ માં છપાયેલ ડાર્વિનના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક · Origin Of Species ' માં આપેલ ચા માં કોસ્મિક બનાવાનુ સમયાંકન ખતાવ્યુ છે. તે પ્રમાણે બનાવેાના નામને બાદ કરતાં, તેમાં જણાવેલ સમયગાળાઓના ગુણાત્તર, જૈન ગ્રંથામાં જણાવેલ કાળચક્રના અવસર્પિણીકાળનાં સમયગાળાને ઘણા મળતા આવે છે.
પ્રથમ જિનેશ્વર યુગાદિદેવ શ્રી ઋષભદેવ પ્રભુના આયુષ્ય તથા શરીરની ઊંચાઈ વિગેરે માટે અત્યારના બુદ્ધિમાન ગણાતા વૈજ્ઞાનિકને અતિશયાકિત લાગે પરંતુ જૈન કાળચક્ર અને કસ્મિક કેલેન્ડરના ખારીકાઈથી અભ્યાસ કરતાં, જરા પણુ અશકય કે અસભવિત જણાતુ નથી. અત્યારે પૃથ્વી ઉપર મળી આવતા મહાકાય પ્રાણીઓના અવશેષામાં ડિનાસૌરના અવશેષો મુખ્ય છે. એ અવશેષોના આધારે ડિના સૌરની લખાઈ લગભગ ૧૫૦ ફૂટ આવે છે અને તે ડાર્વિનના ચા મુજબ મેસેાઝેઇક (Masozoic) સમયમાં થઈ ગયા. આ સમય આજથી લગભગ ૭ કરેડ વર્ષ પૂર્વેના માનવામાં આવે છે.
જૈન કાળચક્રની ગણતરી પ્રમાણે આ કાળ લગભગ ખારમા તીર્થંકર શ્રીવાસુપૂજ્ય સ્વામી પછી અને સેાળમા તીર્થંકર શ્રી શાંતિનાથ પૂર્વેના આવે છે. જે સમયગાળાના ગુણાત્તરના પ્રમાણમાં, કૉસ્મિક કેલેન્ડર સાથે સરખાવતાં ખરાબર એ જ સમય આવે છે. અહીં કોઈકને પ્રશ્ન થાય કે અત્યારના વૈજ્ઞાનિકોની ગણતરી પ્રમાણે ફક્ત છ કરોડ વ પૂર્વેના સમય આવે છે. જ્યારે જૈન કાળચક્ર પ્રમાણે આજથી ૪૭ સાગરાપમ પૂર્વેથી લઈ ને સાડા ત્રણ સાગરૈપમ પૂર્વેના સમય આવે છે. જૈન કાળગણના પ્રમાણે ૧૦ કાડાકોડી પડ્યેાપમે એક સાગરોપમ થાય છે અને એક પધ્યેાપમમાં અસખ્યાતા વર્ષાં આવે છે. તે બંનેમાં આટલે બધા તફાવત શા માટે ?
વૈજ્ઞાનિકો અશ્મિભૂત અવશેષોની પ્રાચીનતા નક્કી કરવા માટે, કાન-૧૪ ના સમસ્થાનિક (Isotops of Carbon−14) ના ઉપયાગ કરે છે. અને તેના આધારે અવશેષમાંના કિરણેાત્સગી ( Radio Active) પદાર્થાંમાંથી નીકળતા કિરણેાત્મના પ્રમાણ ઉપરથી તેથ પ્રાચીનતા નક્કી કરે છે. પરંતુ પશ્ચિમના વૈજ્ઞાનિકોએ પણ જાતે કબુલ કર્યું છે તે પ્રમાણે
૧. ફૂલ વર્ષ એટલે કે ૭૦,૫૬,૦૦,૦૦,૦૦,૦૦૦ વર્ષોં થાય છે.