________________
(૧૭) તારા વિગેરે મેરુ પર્વતની આસપાસ ફરે છે, ત્યાં છે. રાત્રિ-દિવસ એવા કાળના વિભાગ સૂર્ય-ચંદ્રના પરિભ્રમણના કારણે જ થાય છે. '
આઈનસ્ટાઈન કહે છે, અવકાશમાં રાત્રિ-દિવસ જેવું કશું જ છે નહી. જૈન ગ્રંથો કહે છે અઢીદ્વીપની બહાર, જ્યાં સૂર્ય, ચંદ્ર વિગેરે સ્થિર છે. ત્યાં રાત્રિ દિવસ જેવું કશું જ નથી.
આમ છતાં અઢીદ્વીપની બહાર રહેલા તથા દેવલેક અને નારકીના જીના આયુષ્યની ગણતરી અઢી-દ્વીપમાં થતા રાત્રિ-દિવસ પ્રમાણે થાય છે. તે જ રીતે અવકાશમાં ૮૦ કે ૮૨ દિવસ સુધી રહેનાર અવકાશ યાત્રીના આયુષ્યમાંથી ૮૦ કે ૮૨ દિવસ તે ઓછા થાય છે જ, પરંતુ ત્યાં તેને રાત્રિ-દિવસને અનુભવ થતો નથી, એમ કહેવામાં આવે છે.
દિગંબર જૈન ગ્રંથમાં જેમ આકાશ અને કાળને, એક બીજા સાથે સંપૂર્ણ સંકળાયેલા બતાવ્યા છે તેમ આધુનિક ભૌતિકશાસ્ત્રમાં પણ આકાશના એક એક પ્રદેશમાં કાળ સમાયેલે છે એમ સ્વીકારાયું છે. અને આઈન્સ્ટાઈને ત્રિપરિમાણીય દુનિયામાં કાળ-અવકાશ (TimeSpace continum) નામનું ચોથું પરિમાણ ઉમેરી આપેલ છે.
વર્તના રૂપ નિશ્ચય કાળ, સમગ્ર લોકમાં-બ્રહ્માંડમાં વ્યાપીને રહે છે. એમ જૈન ગ્રંથ સ્વીકારે છે, કારણ કે તે વત્તના દ્રવ્યના વિવિધ પર્ય એટલે કે પર્યાયાન્તર સાથે સંબંધ ધરાવે છે. અને જીવ દ્રવ્ય તથા અજીવ એવં પદગલ દ્રવ્ય સંપૂર્ણ બ્રહ્માંડ એટલે કે ચૌદે રાજકમાં વ્યાપ્ત છે. આ જ વાત આઈન્સ્ટાઈને કાળ–અવકાશ પરિમાણ (Time SpaceConfinum) દ્વારા સમજાવી છે. એનુ' સાદુ' ઉદાહરણ આ પ્રમાણે આપી શકાય.
ધારો કે અવકાશમાં ૫, ૩, ૪ એવા ત્રણ બિંદુઓ એક સીધી લીટીમાં છે અને તેઓ વચ્ચે ૩૦ લાખ, ૩૦ લાખ કિ.મી.નું અંતર છે એટલે કે બિંદુથી = બિંદુથી ૩૦ લાખ કિ.મી. દૂર છે. ૩ બિંદુથી ૪ બિંદુ ૩૦ લાખ કિ.મી. દૂર છે અર્થાત્ મ બિંદુથી જ બિંદુ વચ્ચેનું ૬૦ લાખ કિ.મી. છે.
• – ૩૦ લાખ કિ.મી. • - ૩૦ લાખ કિ.મી. .
હવે ધારો કે મ બિંદુ ઉપર એક પ્રકાશને ઝબકારે થાય છે. આ પ્રકાશને ઝબકારો ૧૦ સેકંડ પછી = બિંદુએ દેખાશે. ત્યારે તેના મૂળ ઉદ્દગમ રૂપ બિંદુ માટે તે પ્રકાશને ઝબકારે ભૂતકાળની ક્રિયા ગણાશે. જ્યારે બિંદુ માટે વર્તમાનકાળ ગણાશે. જ્યારે તે જ ક્રિયા ૪ બિંદુ માટે ભવિષ્યકાળની ક્રિયા ગણાય છે. આમ કાળ એ અવકાશના બિંદુએ વચ્ચેનું અંતર છે એટલે અવકાશમાં બનતી બધી જ ક્રિયાઓ સાથે તે ક્રિયાના કાળને પણ ઉલ્લેખ કરવો અનિવાર્ય બને છે. આમ સમય-અવકાશ પરિમાણ (Time-Space Continum) જેમ આધુનિક ભૌતિકશાસ્ત્રમાં અગત્યનું પરિમાણ છે તે જ રીતે પ્રાચીન જૈન ગ્રંથોમાં પણ તેનું ઘણું મહત્વ છે. અને નિશ્ચયકાળના સાપેક્ષ અને નિરપેક્ષ એવા બે વિભાગ કરી, સાપેક્ષ નિશ્ચયકાળમાં તેને સમાવેશ કરી શકાય.
१. सूर्याश्चन्द्रमसोग्रहनक्षत्र प्रकीर्ण कतारकाश्च ॥ मेरुप्रदक्षिणानित्यगतयो नृलोके ॥ तत्कृतः कालविभागः ।। (તસ્વાર્થ સૂત્ર, મધ્ય-૪ સૂત્ર—૨ ૨૪,૨૫,)