________________
(૧૨)
'
ઈ.
આ જબૂદ્વીપમાં મેરૂ પર્વતની દક્ષિણે, ૧,૦૦,૦૦૦ જનના ૧૯૦ મા ભાગના એટલેકે પર ૬ જન અને ૬ કલા, ઉત્તર-દક્ષિણ વિસ્તારવાળું તેમજ સાધિક ૧૪૪૭૧ યેાજન પૂર્વપશ્ચિમ વિસ્તારવાળું ભરતક્ષેત્ર છે. તેનાથી ઉત્તરમાં ભરતક્ષેત્રના ઉત્તર-દક્ષિણ વિસ્તારથી બમણું વિસ્તારવાળો લઘુહિમવાન પર્વત છે. તેની ઉત્તરે તેનાથી બમણું વિસ્તારવાળું હિમવંત ક્ષેત્ર છે. તેની ઉત્તરે હિમવંતક્ષેત્રથી બમણા વિસ્તારવાળે મહાહિમવાન પર્વત છે. તેની ઉત્તરે તેનાથી પણ બમણા વિસ્તારવાળું હરિવર્ષ ક્ષેત્ર છે. તેની ઉત્તરે હરિવર્ષ ક્ષેત્રથી બમણું વિસ્તારવાળ નિષધ પર્વત છે. તેનાથી ઉત્તરે અને જબૂદ્વીપના મધ્યમાં ભરતક્ષેત્ર કરતાં ૬૪ ગણું વિસ્તારવાળું મહાવિદેહ ક્ષેત્ર છે. આ મહાવિદેહની ઉત્તરે અનુક્રમે નીલવંત પર્વત, રમ્યફ ક્ષેત્ર, રુકિમ પર્વત, હૈરણ્યવતક્ષેત્ર, શિખરી પર્વત અને અરવતક્ષેત્ર, પૂર્વ-પૂર્વ પર્વત કે ક્ષેત્ર કરતાં અડધા-અડધા ઉત્તર-દક્ષિણ વિસ્તારવાળા છે.
નિષધ અને નીલવત પર્વત સમાન વિસ્તાર તથા સ્વરૂપવાળા છે. હરિવર્ષ ક્ષેત્ર અને રમ્યકક્ષેત્ર સમાન વિસ્તાર અને સ્વરૂપવાળા છે. તે જ રીતે મહાહિમવાનું પર્વત અને રુકિમ પર્વત, હિમવત ક્ષેત્ર અને હૈરણ્યવત ક્ષેત્ર, લઘુહિમવાનું પર્વત અને શિખરી પર્વત તેમજ ભરતક્ષેત્ર અને અરાવત ક્ષેત્ર પરસ્પર સમાન વિસ્તાર અને સ્વરૂપવાળા છે..
સૌથી મધ્યમાં આવેલ અને ભરતક્ષેત્ર કરતાં ૬૪ ગણ એટલે કે ૩૩૬૮૦ એજન અને ૪ કલા જેટલા વિસ્તારવાળું મહાવિદેહ ક્ષેત્ર સૌથી વિશિષ્ટ ક્ષેત્ર છે. આ ક્ષેત્રની મધ્યમાં મેરૂ પર્વત છે અને તેની ઉત્તરે-ઉત્તરકુરુક્ષેત્ર તથા દક્ષિણે દેવકુરુક્ષેત્ર અર્ધચંદ્રાકારે આવેલા છે. અને નીલવંત પર્વત તથા નિષધ પર્વત તરફની તેમની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૫૩,૦૦૦ જન છે. તે દેવકર અને ઉત્તર-કુરુ ક્ષેત્રની પૂર્વમાં અને પશ્ચિમમાં મહાવિદેહફોત્રની ૧૬-૧૬ વિજય આવેલી છે. તેમાંના ઘણા પદાર્થોનું સ્વરૂપ-ભરત ક્ષેત્રના પદાર્થોના સ્વરૂપ જેવું જ છે.
દેવકુ ઉત્તરકુરુ, હિમવત, હરિવર્ષ, રમ્યક, હૈરણ્યવત ફોત્રોને યુગલિક હોત્ર કહેવામાં આવે છે. તેઓનું વિશેષ સ્વરૂપ આ ગ્રંથની ટીકામાં જણાવેલ છે. ત્યાંથી જોઈ લેવું. તે જ રીતે મહાવિદેહનું સ્વરૂપ પણ આ ગ્રંથની ટીકામાંથી જોઈ લેવું.
આ ગ્રંથમાં જે પદાર્થોનું વર્ણન કરવામાં આવેલ છે, તે પદાર્થો પ્રાયઃ શાશ્વત જ છે, તેમ, જૈન સિદ્ધાંતાનુસાર ટીકાકાર આચાર્યશ્રીએ જણાવેલ છે. અને તેનું કારણ આપતાં તેઓશ્રી જણાવે છે. કે જમ્બુદ્વીપમાં રહેલ અશાશ્વત પદાર્થો અસંખ્ય છે, અને તે દરેકનું વર્ણન કરવું શકય નથી, તેમજ તેના સ્વરૂપમાં દેશ-કાળને અનુસરી ઘણું ઘણું પરિવર્તન થતું રહે છે. તે દરેકને શબ્દમાં સમાવવું શકય નથી. આથી જે પદાર્થો શાશ્વત એટલે કે અનાદિ-અનંત સ્થિતિવાળા છે અને જેના સ્વરૂપમાં દેશ-કાળ અનુસારે કાંઈ જ પરિવર્તન થતું નથી, તેનું જ આ ગ્રંથમાં વર્ણન કરવામાં આવેલ છે. તે પ્રમાણે મેરૂ પર્વતની દક્ષિણે લવણસમુદ્ર પાસે આવેલ અર્ધચંદ્રાકાર ભરતક્ષેત્રની મધ્યમાં પૂર્વ-પશ્ચિમ લંબાઈવાળો વૈતાઢય પર્વત છે. આ પર્વત ભરતક્ષેત્રના બે ભાગ કરે છે. મેરૂ પર્વત તરફના વિભાગને ઉત્તરાર્ધ ભરત કહે છે, અને લવણસમુદ્ર તરફના વિભાગને દક્ષિણાર્ધ ભરત કહેવામાં આવે છે. આ બંને વિભાગને-હિમાવાન પર્વત ઉપરના પદ્મસરોવરમાંથી નીકળતી ગંગા અને સિધુ નદી ત્રણ-ત્રણ ભાગમાં વિભાજિત કરે છે. અને તે રીતે ભરત ફત્રના છ ખંડ થાય છે. દરેક ચક્રવતી આ છ યે ખડાને જીતે છે.