________________
३२४
चतुर्विधा उपसर्गाः
योगसारः ४/७
-
अङ्गानां स्तब्धताभावात्, लेशनात् - बाह्वाद्यङ्गानां परस्परं श्लेषणादात्मसंवेदनीयोपसर्गा भवेयुः। उक्तञ्च श्रीरत्नशेखरसूरिप्रणीत श्रीगुरुगुणषट्त्रिंशत्षट्त्रिशिकायाः स्वोपज्ञटीकायाम् – ‘चतुर्विधोपसर्गास्तु देवकृतमानवकृततिर्यक्कृतात्मसंवेदनलक्षणाः । तत्र देवकृतोपसर्गाश्चतुर्धा -हास्याद्वा रागाद्वा द्वेषाद्वा विमर्शाद्वा । तत्र हास्याद् व्यन्तरीकृतोपसर्ग ईडरीक्षुल्लकस्येव । रागात् स्नेहरागात् सीतेन्द्रकृतः श्रीरामचन्द्रस्येव । प्रद्वेषात् सङ्गमकृतः श्रीवर्धमानस्येव । विमर्शाद् अश्रद्धानपरामरकृतो नन्दिषेणस्येव ॥ तथा मानवकृतोपसर्गोऽपि चतुर्धा - हास्याद्वा रागाद्वा द्वेषाद्वा विमर्शाद्वा । तत्र हास्या - द्वेश्यासुताकृतः क्षुल्लकस्येव । रागात्कोशाकृतः श्रीस्थूलभद्रस्येव । प्रद्वेषात्सोमिलकृतो गजसुकुमालस्येव । विमर्शाद्भूपतिकारितो गजाधिरूढमहामात्रोत्पादितत्रासक्रमत्यक्तकतिचिच्चीवराया वृद्धायिकाया इव ॥ तिर्यक्कृतोपसर्गोऽपि चतुर्धा - भयाद्वा प्रद्वेषाद्वा आहारहेतोर्वा अपत्यालयसंरक्षणार्थं वा । तत्र भयात् मण्डलकुण्डलिप्रभृतिकृतो भवति इति सुप्रतीतमेव । प्रद्वेषाच्चण्डकोशिकसर्पकृतो એટલે અંગો અકડાઈ જવાથી, લેશનથી એટલે બાહુ વગેરે અંગોના પરસ્પર ઘસાવાથી. શ્રીરત્નશેખરસૂરિજીએ રચેલ શ્રીગુરુગુણષત્રિશત્પત્રિશિકાની સ્વોપજ્ઞ ટીકામાં કહ્યું છે - ‘ઉપસર્ગો ચાર પ્રકારના છે – દેવકૃત, મનુષ્યકૃત, તિર્યંચકૃત અને આત્મસંવેદનથી. દેવકૃત ઉપસર્ગો ચાર પ્રકારના છે - હાસ્યથી, રાગથી, દ્વેષથી, વિચારથી. હાસ્યથી - વ્યંતરીએ ઈડરના ક્ષુલ્લક સાધુને કરેલા ઉપસર્ગની જેમ. રાગથી - સ્નેહરાગથી, સીતેન્દ્રએ રામચંદ્રજીને કરેલા ઉપસર્ગની જેમ. પ્રદ્વેષથી - સંગમદેવે શ્રીવર્ધમાનસ્વામીને કરેલા ઉપસર્ગની જેમ. વિચારથી – શ્રદ્ધા નહીં કરનાર દેવે નંદિષણને કરેલા ઉપસર્ગની જેમ. મનુષ્યકૃત ઉપસર્ગ પણ ચાર પ્રકારના છે હાસ્યથી, રાગથી, દ્વેષથી, વિચારથી. હાસ્યથી - વેશ્યાની દીકરીએ ક્ષુલ્લક સાધુને કરેલા ઉપસર્ગની જેમ. રાગથી - કોશાવેશ્યાએ શ્રીસ્થૂલભદ્રજીને કરેલા ઉપસર્ગની જેમ. પ્રદ્વેષથી - સોમિલે ગજસુકુમાલ મુનિને કરેલા ઉપસર્ગની જેમ. વિચારથી - હાથી ઉપર બેઠેલા મહાવતે કરેલા ત્રાસથી ક્રમે કરીને છોડ્યા છે કેટલાક વસ્ત્રો જેણે એવી વૃદ્ઘ સાધ્વીને રાજાએ કરાવેલા ઉપસર્ગની જેમ. તિર્યંચોએ કરેલા ઉપસર્ગો પણ ચાર પ્રકારના છે - ભયથી, પ્રદ્વેષથી, આહાર માટે, અપત્યાલયના સંરક્ષણ માટે. ભયથી - કૂતરા, સાપ વગેરેથી કરાતો ઉપસર્ગ. પ્રદ્વેષથી - ચંડકૌશિક સર્વે શ્રીવીરપ્રભુને કરેલા ઉપસર્ગની જેમ. આહાર માટે - વાઘણે સુકોશલ મુનિને કરેલા