________________
पूर्वोक्तभावैर्मुनिरात्मानं भावयति
योगसार: ५/४७
पद्मया वृत्तिः - शुभाशयः - शुभः-निर्मल आशय: - अन्तःकरणं यस्येति शुभाशयः, एभिः - अस्मिन्ग्रन्थे उक्तैः भावैः - अध्यवसायैः सर्वात्मना - सर्वप्रकारैः, भावितात्मा भावित:-वासित आत्मा- जीवो येनेति भावितात्मा, कामार्थविमुखः - काम:- मदन इच्छा वा, अर्थः-धनम्, कामश्चार्थश्चेति कामार्थौ, ताभ्यां विमुखः पराङ्मुख इति कामार्थविमुख:, शूरः - पराक्रमवान्, सुधर्मैकरतिः - शोभनः - शुद्धश्चासौ धर्म :- मुक्तिमार्ग इति सुधर्मः, तत्रैका-अनन्या रतिः - रुचिर्यस्येति सुधर्मैकरतिः, भवेत् - स्यात् ।
५९८
पञ्चप्रस्तावात्मकेऽस्मिन्ग्रन्थे विविधा भावा दर्शिताः । तद्यथा - प्रथमे प्रस्तावे देवस्य यथावस्थितं स्वरूपं दर्शितम् । द्वितीये प्रस्तावे तत्त्वसारो धर्मो दर्शितः । तृतीये प्रस्तावे साम्यं दर्शितम् । चतुर्थे प्रस्तावे सत्त्वं दर्शितम् । पञ्चमे प्रस्तावे भावशुद्धिर्दर्शिता । अधुना ग्रन्थकार उपसंहारं करोति । मुनेश्चित्तं निर्मलं भवति । तस्मिन्नेते भावा यथावस्थिता प्रतिबिम्बिता भवन्ति । निर्मले आदर्शे पुरोवर्त्तिवस्तुन: प्रतिबिम्बं यथावस्थितं सङ्क्रामति । एवं निर्मलचित्तो मुनिः प्रतिपादितान्भावान्यथावस्थितानवधारयति । स तदनुसारेण प्रवर्त्तते । शुभाशयेन मुनिना पूर्वोक्तैर्भावैरात्मा भावनीयः । पूर्वोक्ता भावास्तेन पुनः पुनश्चिन्तनीयाः । अभीक्ष्णं तेन तेषामभ्यासः कर्त्तव्यः । एवंकरणेन तस्याऽऽत्मा तैर्वासितो भवति । स उक्तस्वरूपातिरिक्तं देवं न मन्यते । स धर्मं तत्त्वसारं ज्ञात्वा तत्रोद्यच्छति । स सर्वत्र समो भवति । स सात्त्विको
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - પાંચ પ્રસ્તાવવાળા આ ગ્રંથમાં વિવિધ ભાવો બતાવ્યા. તે આ પ્રમાણે - પહેલા પ્રસ્તાવમાં ભગવાનનું સાચું સ્વરૂપ બતાવ્યું. બીજા પ્રસ્તાવમાં તત્ત્વના સારરૂપ ધર્મ બતાવ્યો. ત્રીજા પ્રસ્તાવમાં સામ્ય બતાવ્યું. ચોથા પ્રસ્તાવમાં સત્ત્વ બતાવ્યું. પાંચમા પ્રસ્તાવમાં ભાવશુદ્ધિ બતાવી. હવે ગ્રંથકાર ઉપસંહાર કરે છે. મુનિનું ચિત્ત નિર્મળ હોય છે. તેમાં આ ભાવોનું પ્રતિબિંબ બરાબર પડે છે. ચોખા અરીસામાં સામે રહેલી વસ્તુનું પ્રતિબિંબ બરાબર પડે છે. એમ નિર્મળ ચિત્તવાળો મુનિ જણાવેલા ભાવોને બરાબર અવધારે છે. તે તેને અનુસારે પ્રવર્તે છે. નિર્મળ ચિત્તવાળા મુનિએ પૂર્વે કહેલા ભાવોથી આત્માને ભાવિત કરવો. પૂર્વે કહેલા ભાવો તેણે વારંવાર વિચારવા. વારંવાર તેણે તેમનો અભ્યાસ કરવો. એમ કરવાથી આત્મા તેમનાથી વાસિત થાય છે. તે જેમનું સ્વરૂપ કહેવાયું છે તેવા ભગવાન સિવાય બીજાને ભગવાન માનતો નથી. તે ધર્મને તત્ત્વોનો સાર જાણી, તેમાં ઉદ્યમ કરે છે. તે બધે સમતાવાળો થાય છે. તે સાત્ત્વિક થાય છે.