________________
५८६
संसारे सुखलेशभ्रमो दुःखसहस्रानुविद्धः योगसारः ५/४३ मोक्खसुक्खे, महुबिंदू कूवयनरो व्व ॥५३॥' (छाया - सुखबिन्दुमिच्छन्, जलनिधिविपुलानि सहते दुःखानि । सत्यपि मोक्षसुखे, मधुबिन्दुं कूपकनर इव ॥५३॥) ___ इत्थं संसारे मधुबिन्दुसमो भ्रमरूपः सुखलेशो विद्यते । वास्तविकं सुखं तु मुक्तावेव । सांसारिकसुखलेशोऽपि मक्षिकादंशतुल्यैर्दुःखैमिश्रितः । ततः संसारे सुखं कथं स्यात् ? संसारे स्वल्पमपि सुखं नास्ति । उपर्युक्तदृष्टान्ते दुःखमिश्रितसुखाभासप्रतिपादनाय वृक्षावलम्बितमनुष्यस्य मक्षिकादंशदुःखमिश्रितमधुबिन्द्वास्वादसुखेनाऽत्राधिकृतम् । अन्यत्तु प्रासङ्गिकतयोक्तम् । संसारे यद्भ्रमरूपमल्पसुखं तद्वैषयिकसुखम् । संसारे दुःखानि तु પ્રવુરાણ, તદ્યથા-રૂવિયોનિgયોગ-વ્યાધિ-વિતા-સુધા-તૃષા-શીતોષ્ણ-ધનનાस्वजनमरण-छेदन-भेदन-भारवहन-परभाषितकटुवचनसहन-निन्दा-वृद्धत्व-पराभवतिरस्कार-ताडनाऽपमान-मरणादीनि । एभिर्दुःखैमिश्रितमल्पं भ्रान्तं सुखं संसारे विद्यते। तद्वस्तुतो न सुखम् । दुःखरहितं तात्त्विकं च सुखं मुक्तावेव । ततस्तथा प्रवर्तनीयं यथा भवभ्रमणं न स्यात् शीघ्रं च मुक्तिः स्यात् ।
સુખ હોવા છતાં પણ સુખના ટીપાને ઇચ્છતો જીવ સમુદ્ર જેવા વિપુલ દુઃખોને સહે છે. (૫૩)
આમ સંસારમાં મધના ટીપા જેવું ભ્રમરૂપ થોડું સુખ છે. સાચું સુખ તો મોક્ષમાં જ છે. સાંસારિક થોડું સુખ પણ મધમાખીના ડંખ જેવા દુઃખોથી મિશ્રિત છે. તેથી સંસારમાં સુખ શી રીતે હોય? સંસારમાં જરાય સુખ નથી. ઉપર કહેલા દષ્ટાંતમાં અહીં દુઃખથી મિશ્રિત સુખના આભાસને જાણવા માટે ઝાડ ઉપર લટકેલા માણસના મધમાખીના ડંખના દુઃખથી મિશ્રિત મધના ટીપાને ચાટવાના સુખનો અધિકાર છે. બીજું બધું પ્રાસંગિક રીતે કહ્યું છે. સંસારમાં જે ભ્રમરૂપ થોડું સુખ છે, તે વિષયોનું સુખ છે. સંસારમાં દુઃખો તો ભરપૂર છે. તે આ પ્રમાણે – ઇષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, રોગ, ચિંતા, ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ધનનો નાશ, સ્વજનનું મરણ, છેદાવું, ભેદાવું, ભાર ઉપાડવો, બીજાના કડવા વચન, નિંદા, ઘડપણ, હાર, તિરસ્કાર, માર, અપમાન, મરણ વગેરે. આ દુ:ખોથી મિશ્રિત થોડું ભ્રમરૂપ સુખ સંસારમાં છે, તે હકીકતમાં સુખ નથી. દુઃખ વિનાનું સાચું સુખ મોક્ષમાં જ છે. તેથી તે રીતે પ્રવૃત્તિ કરવી કે જેથી ભવભ્રમણ ન થાય અને જલ્દીથી મોક્ષ થાય.