________________
५३८
परेऽक्षरे लीनो गतं कालं न जानाति योगसारः ५/३२ भवति । परमात्मनि लीनो योग्यात्मानन्दमनुभवति । ततः सोऽतीतं कालं न वेत्ति । सुखेऽतीतानि वर्षसहस्राण्यपि क्षणवद्भासन्ते । दुःखेऽतीतं क्षणमपि वर्षसहस्राणीव भासते। प्रेक्षणकादिषु जायमानं सुखं पौद्गलिकमस्ति । आत्माऽऽनन्दः सहजः । स वर्णनातीतः । सोऽनुभवगम्यो न शब्दगम्यः । परमात्मनि मग्नो योगी स्वास्तित्वं विस्मरति । स स्वस्य सर्वं दुःखं विस्मरति । स स्वात्मानं परमात्ममयं पश्यति । परमात्मा त्वानन्दमयः । ततो योग्यपि स्वात्मानमानन्दमयं पश्यति । स आत्मानन्दमनुभवति । स आनन्दाद्वैतमनुभवति । कालस्य ज्ञानं तदा भवति यदा कार्यान्तरस्यापेक्षा भवति प्रस्तुते वा कार्ये रुचिर्दीयते । आत्मानन्दमग्नस्य योगिनः कृतकत्यत्वात् कार्यान्तरस्यापेक्षा नास्ति । आत्मानन्दस्य पूर्णत्वात्तत्र मुने रुचिर्न हीयते । ततो मुनिर्गतं कालं न जानाति ।
अत्रायं सारः - सुखाद्वैतानुभवार्थं परमात्मनि लीनैर्भवितव्यम् ॥३२॥
ધ્યાનમાં લીન થાય છે. પરમાત્મામાં લીન થયેલ યોગી આત્માના આનંદને અનુભવે છે. તેથી તે પસાર થયેલા સમયને જાણતો નથી. સુખમાં પસાર થયેલા હજારો વર્ષો પણ એક ક્ષણ જેવા લાગે છે. દુઃખમાં પસાર થયેલ એક ક્ષણ પણ હજારો વર્ષો જેવી લાગે છે. નાટક વગેરેમાં થતું સુખ પૌદૂગલિક છે. આત્માનો આનંદ સ્વાભાવિક છે. તેનું વર્ણન થઈ શકે એવું નથી. તે અનુભવથી જાણી શકાય છે, શબ્દોથી નહીં. પરમાત્મામાં લીન થયેલ યોગી પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે. તે પોતાનું બધું દુઃખ ભૂલી જાય છે. તે પોતાને પરમાત્મામય જુવે છે. પરમાત્મા આનંદમય છે. તેથી યોગી પણ પોતાને આનંદમય જુવે છે. તે આત્માના આનંદને અનુભવે છે. તે અસાધારણ આનંદને અનુભવે છે. સમયનું ભાન ત્યારે થાય કે જ્યારે બીજા કામની અપેક્ષા હોય અથવા પ્રસ્તુત કામમાં રુચિ ઘટે. આત્માના આનંદમાં ડૂબેલો યોગી કૃતકૃત્ય હોવાથી તેને બીજા કામની અપેક્ષા નથી. આત્માનો આનંદ સંપૂર્ણ હોવાથી તેમાં મુનિની રુચિ ઘટતી નથી. તેથી મુનિ પસાર થયેલા સમયને જાણતો નથી.
અહીં સાર આ પ્રમાણે છે – અસાધારણ સુખને અનુભવવા પરમાત્મામાં લીન થવું. (૩૨)